પાણી ભરેલા ટબને જોઈ મસ્તીના મૂડમાં આવી ગયું હાથીનું બચ્ચું, લોકોએ કીંધુ…It’s Bath time, આ વાયરલ વિડીયો જોઇને તમે પણ થઇ જશો ખુશ-ખુશ

પ્રાણીઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા રહેતા હોય છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં હાથીનું બચ્ચું પાણીથી ભરેલા ટબમાં રમી રહ્યું છે. હાથીઓને પાણી વધુ ગમે છે. આ વિડીયોમાં આ સ્પષ્ટ પણ દેખાય છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

બેબી હાથીનો વીડિયો ખૂબ જ પાણીથી ભરેલા ટબમાં જોવા મળી રહ્યો છે. વાસ્તાવમાં @HopkinsBRFC નામના ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો શેર કરાવમાં આવ્યો છે. તેમાં કેપ્શનમાં લખ્યું છે, ‘Bath time’ આ વીડિયો સામે આવ્યા બાદ લોકોના ઘણા રિએક્શન પણ સામે આવ્યા છે. આ નાના હાથીબાળની મસ્તિને જોઈને લોકોએ ઘણી કોમેન્ટ પણ કરી છ

.

વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જો કે હજુ તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ વીડિયો ક્યાં વિસ્તારનો છે. પરંતુ દરેક વ્યક્તિ આ વિડીયો જોવાની મજા લઇ રહ્યો છે. આ વીડિયો સિમોન બીઆરએફસી હોપકિન્સ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. અને જે આ વિડિયો જોઈ રહ્યો છે તે તેના એકાઉન્ટ પર શેર પણ કરી રહ્યા છે. આ વિડિયોને અત્યાર સુધીમાં 68000 વખત જોવામાં આવી ચુક્યો છે.

બાળ હાથીની નજર સામે પડેલા ટબ પર પડે છે

38 સેકન્ડના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હાથીનું એક બાળક તેની માતા સાથે ઉભુ છે. આ સમય દરમિયાન તે તેની બાજુમાં પાણીથી ભરેલું એક ટબ જુએ છે. પછી તે તેમા પગ અંદર નાખીને ઉભુ રહી જાય છે. ત્યાર પછી તેને પાણીમાં એટલી મજા આવી તે અંદર સુઈ જાય છે અને મસ્તિ કરવા લાગે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક હાથીના બાળકને પાઈપથી નવડાવવામાં આવી રહ્યો છે. ત્યારે તે બાળ હાથીની નજર સામે પડેલા ટબ પર પડે છે. તે ટબમાં પાણી ભરેલું છે. પાણી ભરેલા ટબને જોતાની સાથે જે ટબમાં કુદી પડે છે.

મસ્તિના મૂડમાં આવી જાય છે

ત્યાર બાદ તે મસ્તિના મૂડમાં આવી જાય છે. પાણી સાથે મસ્તી કરવાના મુડમાં બાળ હાથી ટબમાં આળોટવા લાગે છે. ધબાક દઈને ટબમાં પડે છે અને ટબનું બધુ જ પાણી બહાર આવી જાય છે. ટબમાં નહાવા પડવા માટે તે ખૂબ ખુશ થઈ જાય છે અને પોતાનો બાથ ટાઈમ એન્જોય કરે છે. ટબમાં નહાવા માટે પડેલો આ બાળ હાથી ખૂબ જ ક્યુટ લાગી રહ્યો છે. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો છે. હાલ લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને તે ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span