આ ભાઇ પાસે છે હથિયારોનો ખજાનો…

મોટેભાગે જે તે દેશની પોલીસ અને સેના પાસે ઘાતક હથિયારો હોય છે જેથી તે દેશના દુશમ્નો સાથે લડી શકે અને દેશની અંદર કાયદો અને વ્યવસ્થાની પરીસ્તીથી સાંભળી શકે. પોલીસ અને સેના સિવાય પણ સામાન્ય લોકો પૈકી અમુક લોકો જેવા કે સુરક્ષા ગાર્ડ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ વગેરે પાસે પણ હથિયારો હોય છે. મોટાભાગના લોકો પાસે એક કે બે હથિયારોનો સંગ્રહ હોય છે. પરંતુ અમેરિકાના એક વ્યક્તિને હથિયારો એકઠા કરવાનો ભારે શોખ છે અને તેની પાસે ઢગલામોઢે હથિયારો છે. તે જ્યાં સુવે છે ત્યાં પણ મોટી મોટી બંદુકોની હારમાળા છે. તો કોણ છે આ વ્યક્તિ આવો જાણીએ.

image source

74 વર્ષના આ વ્યક્તિનું નામ બનર્સટીન છે અને તેણે જીવનભર હથિયારો એકઠા કરવાનું કામ કર્યું છે. આ વ્યક્તિ પાસે હાલમાં 200 થી વધુ મશીન ગન, સેંકડો અન્ય બંદુકો અને 80 થી વધુ બખ્તરબંધ ગાડીઓ તથા કેટલાય ગ્રેનેડ લોન્ચર છે.

image source

મૂળ ન્યુયોર્કના વતની અને બ્રોકોલીન ખાતે રહેતા બનર્સટીનને હથિયારોનો શોખ એ હદે છે કે તેણે પોતાના બેડરૂમમાં પણ અનેક પ્રકારની બંદૂકોને દીવાલોમાં ગોઠવી છે. લગભગ આખા અમેરિકામાં સૌથી વધુ પ્રાઇવેટ હથિયારો બનર્સટીન પાસે જ છે. બનર્સટીન પાસે રહેલા હથિયારોની કિંમત આંકવામાં આવે તો તે લગભગ અબજોમાં થઇ શકે.

image source

વળી, બનર્સટીન પાસે જે હથિયારો છે તેમાં વિશેષ કલેક્શન પણ છે. આ કલેક્શનમાં પ્રથમ વિશ્વ યુદ્ધમાં ઉપયોગ કરાયેલા હથિયારો પણ છે. એ સિવાય બીજા વિશ્વ યુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલું એક બંકર પણ બનર્સટીન પાસે છે.

image source

બનર્સટીનના ઓળખીતા મિત્રો તેને ” ધ ડ્રેગન મેન ” ના હુલામણા નામથી પણ બોલાવે છે. આ નામ બનર્સટીનને વર્ષ 1970 આસપાસ મળ્યું હતું જયારે તેણે પોતાના હાર્લી ડેવિડસન મોટરસાઇકલ પાછળ મોઢેથી આગ ફેંકતા ડ્રેગનની પ્રતિકૃતિ જોડી હતી અને ત્યારબાદથી જ તેનું આ ઉપનામ પડી ગયું હતું.

image source

કોલોરાડોના ઈ પાસો કાઉન્ટીમાં અંદાજે 260 એકરમાં બનર્સટીનનું ” ડ્રેગન લેન્ડ ” આવેલું છે. આ ડ્રેગન લેન્ડમાં બનેલા સૈન્ય મ્યુઝિયમને જોવા રોજ અનેક પર્યટકો આવે છે. બનર્સટીન હથિયારો રાખવાની સાથે સાથે હથિયારો વેંચે પણ છે. અને તેની પાસે વિશ્વની અનેક પ્રકારની બંદુકો મળી આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span