દુનિયાના સૌથી મોટા રણના આ 5 સિક્રેટ્સ છે રહસ્યથી ભરેલા…

આફ્રિકાના સહારા રણ વિશે તમે સ્કૂલના પુસ્તકમા અનેકવાર વાંચ્યું હશે. તે દુનિયાનું સૌથી મોટું રણ છે. પંરતુ આ ઉપરાંત અહીં કેટલીક બાબતો એવી છે, જે તેને અન્ય રણ કરતા વધુ ખાસ બનાવે છે. કદાચ જ તમને ખબર હશે કે, આ રણ સાથે કેટલાક સિક્રેટ્સ જોડાયેલા છે. અહીં કોઈ એવી રહસ્યમયી ચીજો તમને જોવા મળશે, જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય. તો આજે આ સિક્રેટ્સ પણ જાણી લો.

image source

1

આ રણનું એક મોટું રહસ્ય એક વિશાળકાય લીલી આંખ છે. સાંભળીને ચોંકી ન જતા. તમે વિચારતા હશો કે, રણને આંખ કેવી રીતે હોઈ શકે છે. પરંતુ જે લીલી આંખની વાત કરીએ છીએ, તે આ રણની જ હોવાનું કહેવાય છે. હકીકતમાં આ એક અદભૂત કલાકૃતિ છે. તે જોવામાં કોઈના આંખની જેમ લાગે છે. આ અદભૂત કલાકૃતિ અંતરિક્ષમાંથી પણ નજર આવે છે. આ આંખને વિશેષતા એ છે કે, તેની અંદર અનેક રહસ્ય છુપાયેલા છે. આફ્રિકાના સહારા રણની વચ્ચોવચ 50 કિલોમીટર લાંબું-પહોળું રિચટ સ્ટ્રક્ચર રહસ્યોથી ભરાયેલું છે.

The Eye of the Sahara is still a mystery - Business Insider
image source

તેના નિર્માણને લઈને પણ બહુ જ વિવાદ પણ છે. તેની ઉત્તપત્તિ કેવી રીતે થઈ તે હજી સુધી જાણી શકાયું નથી. તેથી તેના નિર્માણને એલિયન સાથેના કનેક્શનને જોડીને જોવામાં આવે છે. આ સ્ટ્રક્ચરની લંબાઈ 120 મીટર અને પહોળાઈ 300 મીટર છે. આ એકમાત્ર અહીં આકૃતિ નથી, આવી અનેક આકૃતિઓ પૃથ્વીના બીજા ભાગોમાં પણ નજર આવે છે. જેમાં બેલિજનું ધ ગ્રેટ બ્લ્યૂ હોલ પણ સામેલ છે.

image source

2

રહસ્યમયી ઢંગથી સહારા રણનું ક્ષેત્રફળ વધતુ કે ઘટતું રહે છે. જોકે, વૈજ્ઞાનિકો તેની પાછળ ગ્લોબલ વોર્મિંગ હોવાનું કારણ જણાવે છે. કહેવાય છે કે, ગત 100 વર્ષોમાં રણનું ક્ષેત્રફળ 9 લાખ વર્ગ કિલોમીટર સુધી વધ્યું છે.

image source

3

તમે અત્યાર સુધી માત્ર એ જ જાણતા હશો કે, અહીં તમને રેતના ઢુવા જોવા મળતા હશે તો તમે ખોટા છો. દુનિયાના આ સૌથી ગરમ રણમાં બરફવર્ષા પણ થાય છે. સહારાના પ્રવેશ દ્વારા કહેવાતા ઉત્તરી અલ્જીરિયામાં એન સફેરામાં લાલ રેત પર જ્યારે બરફ પડે છે, તો અહીનો નજારો બહુ જ સુંદર બની જાય છે. લાલ રેતી પર સફેદ ચાદર એકદમ અદભૂત લાગે છે. કહેવાય છે કે, અનેકવાર અહીં 16 ઈંચ સુધી બરફવર્ષા થાય છે. એન સેફરા દુનિયાનું સૌથી ગરમ મરુસ્થળ એટલે કે રણ સહારાનું પ્રવેશદ્વાર કહેવાય છે.

image source

4

સહારા રણની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ રણ આઠ દેશોને સ્પર્શે છે. હકીકતમાં સહારા રણનું ક્ષેત્રફળ એટલું મોટું છે. સહારા મરુસ્થળનું ક્ષેત્રફળ 84 લાખ કિલોમીટર છે. આ આફ્રિકા મહાદ્વીપમાં સ્થિત છે.

image source

5

સહારા રણમાં અજાણ્યા લોકો આવીને હંમેશા ખોવાઈ જાય છે. તેનું કારણ રણમાં બનીને ખોવાઈ જતા રેતીલા પહાડ છે. અહીં નક્શા કે દિશા સૂચક યંત્ર વગર પહોંચ્યા, તો સમજો કે રસ્તો ભટકી ગયા.

તમને આ પણ જાણવું ગમશે.

કેમ વકીલો કાળો કોટ પહેરે છે, આ પાછળ છે રોમાંચક કહાની…

જે લોકો સફળ સાઇડ બિઝનેસ ચલાવે છે તેમની પાંચ ખાસીયતો જાણો…

લગ્ન સમયે કરવામાં આવતી વિધી પાછળ છે અનેક વૈજ્ઞાનિક મહત્વ, પાયલ કેમ પહેરવામાં આવે છે વાંચો…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.