લોકડાઉનની અસર, જાણો બેકારીને કારણે ઘરેલુ હિંસાની ફરિયાદોમાં કેટલો થયો વધારો..

એક તરફ આખાય વિશ્વમાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે એવા સમયે અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાલમાં જયારે આખાય વિશ્વમાં કોરોનાના પગલે આંશિક અથવા પૂર્ણ લોકડાઉન જોવા મળી રહ્યું છે ત્યારે ભારતમાં પણ ચાર તબક્કાના લોકડાઉન પછી હવે અનલોક 2 ચાલી રહ્યું છે. આવા સમયે અમદાવાદ શહેરમાં ઘરેલું હિંસાને લગતા કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય રીતે આખ્ય વર્ષ દરમિયાન ઘરેલું હિંસાને લગતી 150થી 175 જેટલી ફરિયાદ નોધાતી હોય છે. આવા સમયે લોકડાઉનના કારણે બેકારીનું પ્રમાણ વધતા હિંસાનું પ્રમાણ પણ વધ્યું છે.

38 દિવસમાં ઘરેલુ હિંસાની 43 ફરિયાદ

image source

અમદાવાદ શહેરમાં પાછળના મહિનાઓમાં લૉકડાઉન બાદ ઘરેલુ હિંસાની ઘટનાઓમાં 300 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. જો કે પાછળના આંકડાઓ મુજબ સામાન્ય સ્થિતિમાં આખા વર્ષ દરમિયાન ઘરેલુ હિંસાની 150થી 175 જેટલી ફરિયાદો જોવા મળતી હોય છે, એવી સ્થિતમાં 1 જૂનથી 7 જુલાઈ સુધીના 38 દિવસમાં જ ઘરેલુ હિંસાની 43 જેટલી ફરિયાદો નોધાઇ ચુકી છે. આ દરેક ફરિયાદોમાં સૌથી મોટું કારણ આર્થિક સંકડામણ અને બેકારી હોવાનું જણવા મળ્યું છે.

લોકડાઉનમાં રેન્ડમલી ફોન પણ ચેક થાય છે

image source

આ અંગે જ્યારે મનોચિકિત્સક સાથે વાત કરવામાં આવી તો એમણે જણાવ્યું છે કે, કોરોનાના કારણે દેશમાં સૌ કોઈ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. કારણ કે અનેક લોકોની નોકરીઓ ચાલી ગઈ છે. એવા સમયે લોનના હપતા ચૂકવવાનું પ્રેશર અને ઘરના ખર્ચાઓના પરિણામે પુરુષ પત્ની અને બાળકો પર પોતાનો ગુસ્સો ઉતારતા હોય એવા કિસ્સા પણ સામે આવી રહ્યા છે. પરિણામે ઘરેલુ હિંસાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

એક્સ્ટ્રા રિલેશનશિપ ઘરેલુ હિંસાનું મુખ્ય કારણ

image source

સાઇકોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણીએ આ અંગે જણાવ્યું છે કે, આર્થિક સંકડામણ તો કારણ છે જ. પણ, આ સિવાય સેટેલાઇટ, વસ્ત્રાપુર, બોપલ અને ઘુમા સહિતના પશ્ચિમ વિસ્તારના મોટા ભાગના કેસોમાં એકસ્ટ્રા મેરીટલ અફેર પણ મુખ્ય કારણો હોવાનું સામે આવ્યું છે. કારણ કે લોકડાઉનના કારણે ઘરે જ હોવાથી પતિ અને પત્ની રેન્ડમલી એકબીજાના ફોન પણ ચેક કરવા લાગ્યા છે, પરિણામે હવે આડા સબંધોના રહસ્યો પણ ખુલી રહ્યા છે. ઘણા કેસમાં આ કારણે પણ હિંસાઓ વધી છે.

ગુમાવવાની ચિંતાઓમાં વધારો થઈ રહ્યો છે

image source

આ અંગે સાઇકોલોજિસ્ટ ડોક્ટર વિનોદ કુમાર ગોયલે જણાવ્યું હતું કે, લૉકડાઉન પછી કમાવવાની ચિંતા કરતા હવે ગુમાવવાની ચિંતાઓ વધી રહી છે. કારણ કે આવકની અનિશ્ચિતતાના કારણે કેટલું કમાયા એ વિચારવાના સ્થાને લોકો હવે કેટલો ખર્ચ થઇ જશે એ અંગે વિચારવા લાગ્યા છે. જેમ કે પત્ની અથવા પતિ શું કરે છે એના વિરુદ્ધ એ લોકો વિચારે છે કે એ લોકો શું નથી કરી રહ્યા.

ઘરેલું હિંસામાં દહેજ અને આડા સબંધો પણ જવાબદાર

image source

કટોકટી જેવી માર્કેટની સ્થિતિના કારણે નોકરીમાં પણ દબાણ વધી રહ્યા છે. ઓફિસમાં માલિકો કર્મચારીઓ પર આ બધાનો ગુસ્સો ઉતારી રહ્યા છે એવા સમયે ટેન્શનમાં રહેતા પુરુષો નાની નાની વાતોમાં ઘરમાં પણ ગુસ્સે થઇ જતા હોય છે, અને ગુસ્સામાં હાથ પણ ઉપાડી લેતા હોય છે. જે લોકો કોઈ પ્રકારે ગુસ્સો ન કાઢી શકે એવા લોકો દારૂ, સિગારેટ, એકાંત, મ્યુઝિકના બંધાણી બનતા જાય છે.

image source

બીજી તરફ ઘરેલું હિંસામાં દહેજ અને આડા સબંધોના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. આ બાબતે મહિલા ક્રાઈમ બ્રાન્ચના એસીપીએ જણાવ્યુ હતું કે, અમદાવાદના 2 મહિલા પોલીસ સ્ટેશનમાં વર્ષે 60 જેટલી ફરિયાદો નોધાય છે, જેમાં મોટે ભાગે દહેજની જ માંગ મુખ્ય હોય છે. આ સિવાયની ફરિયાદોમાં પતિ લફડાબાજ હોવાની ફરિયાદો પણ અવારનવાર જોવા મળતી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.