ઘરે બેઠા પુરુષો પણ કરી શકે છે મેનીકયોર, ફોલો કરો આ5 સ્ટેપ્સ

જો આપ આ વિચારી રહ્યા છો કે, પેડીક્યોર અને મેનીક્યોર ફક્ત મહિલાઓ જ કરાવે છે, તો આ એકદમ ખોટું છે. પોતાની સ્કિનને સાફ અને સ્વસ્થ રાખવા માટે પુરુષો પણ મેનીક્યોર કરાવે છે. પુરુષોમાં પણ મેનીક્યોર કરાવવાનું ચલણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ
મહિલાઓની જેમ પુરુષ પણ વારંવાર સલુન કે પછી પાર્લરમાં જઈને મેનીક્યોર કરાવવાનું પસંદ કરતા નથી.

image source

ખરેખરમાં, મેનીક્યોર કરાવવા માટે પાર્લરમાં જવું વધારે જરૂરી છે નહી. જો આપની પાસે કેટલાક સારા સ્કિન પ્રોડક્ટ છે, તો આપ ઘરે બેઠા જ સરળતાથી મેનીક્યોર કરી શકો છો. પુરુષોને મોટાભાગે મેનીક્યોર કરવાની રીત વિષે જાણકારી હોતી નથી, જેના કારણે તેઓ પોતાના શોખને પુરા કરી શકતા નથી. જો આપ પણ દર મહીને પાર્લર જવાથી બચવા ઈચ્છો છો, તો અમે આપને જણાવી રહ્યા છીએ કે, ઘરે રહીને જ મેનીક્યોર કરવાની સરળ રીત વિષે.

હાથની સફાઈ:

image source

મેનીક્યોરની શરુઆત હાથની સફાઈ કરવાથી થાય છે. આપે એક વાસણમાં હુંફાળું પાણી ભરવું અને એમાં પોતાના હાથને ત્યાં સુધી પલાળી રાખો જ્યાં સુધી પાણી સામાન્ય ના થઈ જાય. આમ કરવાથી આપના હાથની ગંદકી નીકળી જાય છે અને હાથ સારી રીતે સાફ થઈ જાય છે. આપે હાથને વધારે ગરમ પાણીમાં નાખવા જોઈએ નહી નહિતર આપની સ્કિન દાઝી શકે છે.

સ્ક્રબ કરો:

image source

બંને હાથને ટુવાલની મદદથી સારી રીતે લુછી લીધા પછી સારી ગુણવત્તાનું સ્ક્રબ લગાવીને હાથ અને નખની સફાઈ કરો. એનાથી નખની
આસપાસ એકઠી થયેલ ગંદકી બહાર નીકળી આવે છે અને નખ સફેદ અને સાફ દેખાવા લાગે છે. નખને સાફ કરવા માટે નેલ બ્રશનો ઉપયોગ કરો. આની સાથે જ નખની નીચે એકઠી થયેલ ગંદકીને દુર કરવા માટે મેનીક્યોર સ્ટિકના અણીવાળા ભાગનો ઉપયોગ કરો.

હુંફાળા પાણીથી હાથ ધોવો.:

image source

કોઈ સારી ગુણવત્તાના સાબુ કે પછી શેમ્પુને ગરમ પાણીમાં નાખો અને આ પાણીની મદદથી પોતાના બંને હાથને ધોઈ લો. એનાથી હાથની
સ્કિન સાફ થઈ જાય છે અને ચમકવા લાગે છે. આ ધ્યાન રાખવું કે, હાથ ધોવા માટે રોજીંદા સાબુનો ઉપયોગ કરવાને બદલે કોઈ
જીવાણુંવિરોધી સાબુનો ઉપયોગ કરો. પાણી ફક્ત એટલું જ ગરમ રાખો કે આપના હાથ દાઝી જાય નહી.

નખ કાપો:

image source

નખને સાફ કર્યા પછી તેને ટુવાલથી સારી રીતે લુછીને સુકવી લેવા. ત્યાર બાદ નેલ કટરની મદદથી નખ કાપી લો. જો આપ નખને કોઈ શેપ
આપવા ઈચ્છો છો, તો તે આકારમાં નખ કાપો. મેનીક્યોર માટે સ્ટેનલેસ સ્ટીલના નેલ ક્લીપર્સ બેસ્ટ માનવામાં આવે છે. પરંતુ આપ પોતાની સુવિધા મુજબ જ નેલ ક્લિપરનો ઉપયોગ કરો અને સારી રીતે નખને કાપો.

મોઇશ્ચરાઈઝર લગાવો:

image source

બંને હાથ અને નખને સારી રીતે સાફ કર્યા પછી તેને ટુવાલથી સુકવી લો. ત્યાર બાદ આપે પોતાના હાથ અને નખ પર સારી ગુણવત્તાનું
મોઇશ્ચરાઈઝર લગાવવું. એનાથી હાથની ત્વચામાં નરમાશ જળવાઈ રહેશે અને સ્કિન ડ્રાઈ થશે નહી. ક્રીમ લગાવ્યા પછી હાથ કોમલ અને
મુલાયમ જોવા મળશે.