ઘરની ફેંકી દેવાની ચીજોથી દિવાળીમાં સજાવી લો તમારું ઘર, કમાલનો છે આ આઈડિયા અને લોકો કરશે તમારા ભરપેટ વખાણ પણ

દરેક વ્યક્તિ પોતાના ઘરને સ્ટાઇલિશ અને સુંદર દેખાય તેવી ઇચ્છા રાખે છે. આ માટે તે બજારમાં મળતી અનેક સ્ટાઇલિશ ચીજો લાવીને પોતાના ઘરના ખૂણાને સજાવવાનો સતત પ્રયત્ન કરતી રહે છે. આ સમયે ધ્યાન રાખવું કે આ ચીજો સિવાય પણ તમારા ઘરમાં અનેક એવી બેકાર અને નકામી ચીજો છે જેને તમે અવોઇડ કરો છો.

image source

ખરેખર આ ચીજોની મદદથી જ તમે તમારા ઘરને સારી રીતે ડેકોરેટ કરી શકો છો અને તે પણ લો બજેટમાં. તેનાથી તમને જાતે ઘરને ડેકોરેટ કર્યાનો આનંદ પણ મળે છે. જ્યારે તમે ઘરની બહારથી ખરીદી કરીને ડેકોરેશનનો સામાન લઈ આવો છો ત્યારે તેમાં તે આનંદ પણ મળતો નથી અને તેમાં ખર્ચ પણ વધારે થઈ જાય છે. અહીં તો તમે ફેંકી દેવાની ચીજોનો ઉપયોગ કરતા હોવાથી તેમાં વધારે ખર્ચ થતો નથી.

image source

ભૂલથી પણ ઘરની જૂની ચીજોને બેકાર સમજીને ફેંકી દેવાની ભૂલ ન કરો. તેને તમે આ કામમાં લઇ શકો છો. તેને તમે ટોકરી, બનારસી સાડીમાં કે સીપને તમે તમારા ઘરને સજાવવાના કામમાં લઇ શકો છો. આ ચીજો તમે તમારા ઘરને સજાવવામાં કઇ રીતે ઉપયોગી બનાવી શકો છો અને અન્ય મહેમાનની વાહ વાહ મેળવી શકો છો તે જાણવા માટે આજે અહીં કેટલાક સરળ ઉપાયો આપવામાં આવી રહ્યા છે.

જાણો કે જૂની ચીજોને કઇ રીતે નવા રૂપમાં ફેરવીને ઘરને ડેકોરેટ કરી શકાય છે.

image source

વાંસની ટોકરીઓને તમે દિવાલ પર હુક્સ લગાવીને રસોઇની ચીજો જેમકે, શાક- ફ્રૂટ વગેરે રાખવાના કામમાં લઇ શકો છો. આ સિવાય તમે તમારા ડ્રોઇંગરૂમમાં પણ તેને સજાવીને ખાસ કાગળ, પેન કે અન્ય હાથવગી ચીજોને રાખવા માટે તેને વાપરી શકો છો.

image source

જો તમારા ઘરમાં વિવિધ શેપની વાઇનની બોટલ્સ, પરફ્યુમની બોટલ્સ કે પછી સોસની બોટલ્સ હોય તો તમે તેને ટેબલના સેન્ટરપીસ તરીકે ઉપયોગમાં લઇ શકો છો. તેને તમે ચાર્ટ પેપર, ક્રાફ્ટની ચીજો જેમકે સ્ટીકર્સ અને સ્ટોનથી સજાવી શકો છો. આ સિવાય તેને માટે તમે જિલેટીન પેપર્સનો પણ ઉપયોગ કરી શકો છો. તે તમારા ઘરને અને ડ્રોઇંગરૂમને સુંદરતા આપે છે. તેમાં તમે વિવિધ પ્રકારના ઓરિજિનલ કે આર્ટિફિશ્યલ ફ્લાવર્સ પણ મૂકી શકો છો.

image source

જો તમારી પાસે જૂની અને બનારસી સાડી હોય કે તમે કેટલીક સિલ્કની સાડીને ન વાપરતા હોવ તો તમે તેનો ઉપયોગ કુશન કવર્સ બનાવવામાં કરી શકો છો. આ સિવાય તમે તેનો ઉપયોગ પડદા બનાવવાને માટે પણ કરી શકો છો. તેનાથી તમારા ઘરને અલગ અને સુંદર લુક મળી શકે છે અને તમારે ખાસ ખર્ચ પણ કરવો પડતો નથી.