હોન્ડાનું આ નવું બાઈક તમે લઇને નિકળશો તો પડી જશે વટ, જે રોયલ એનફીલ્ડને પણ આપે છે ટક્કર, વાંચો જોરદાર ફિચર્સ વિશે

હોન્ડાની આ બાઈક તમારા રુઆબમાં કરશે વધારો – રોયલ એનફીલ્ડને આપશે ટક્કર – જુઓ તેની ખાસિયતો

ઓટો મોબાઈલ કંપનીઓને કોરોના કાળમાં ભારે આર્થિક નુકસાન ભોગવું પડ્યું છે, જેને પહોંચી વળવા માટે કંપનીઓ નવા નવા વાહનો લોન્ચ કરી રહી છે. કંપનીઓનો ઉદ્દેશ તેમના વેચાણમાં વધારો કરવાનો છે જેથી કરીને તેઓ પોતાનું આર્થિક સંતુલન જાળવી શકે. હવે ઓટો જગતની મોટી કંપની હોંડાએ એક નવી પ્રિમિયમ મોટરસાઇકલ હોન્ડા H’Ness CB 350ને ભારતીય બાજરમાં લોન્ચ કરી છે. તેનો સીધો જ મુકાબલો રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 સાથે થશે. કંપનીની તરફથી જણાવવામાં આવ્યું છે કે Honda H’Ness CB 350ને ભારતમાં જ ડિઝાઈ અને ડેવલપ કરવામાં આવશે. આ બાઇક આંતરરાષ્ટ્રીય મોડેલ CB190R પર આધારિત છે.

હોન્ડાનીં નવું બાઈકનું પર્ફોમન્સ આવું રહેશે

image source

Honda H’Ness CB 350માં પાવર માટે 348 સીસીનું સિંગલ સિલિન્ડર એર-કૂલ્ડ એંજિન નાખવામાં આવ્યું છે.

તેનું એન્જિન 5500 આરપીએમ પર 20.8bhpનો મેક્સિમમ પાવર અને 3000 આરપીએમ પર 30Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

હોન્ડાની નવી બાઇકના ફિચર્સ જાણી લો

image source

H’Ness CB 350માં સર્ક્યુલર સિંગલ-પૉડ ઇન્સ્ટ્રૂમેન્ટ કંસોલની સાથે એનાલૉગ કાઉન્ટર અને એક નાનકડાં ડિજિટલ ડિસ્પ્લેની સાથે ટેલલાઇટ્સ પણ આપવામાં આવી છે. તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, બેટરી હેલ્થ મોનિટર, હોંડા સેલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ અને ડ્યુઅલ-ચેનલ એબીએસ ફીચર પણ આપવામાં આવ્યા છે. બાઇકમાં ટ્યૂબલેસ ટાયરની સાથે સાથે 17-ઇંચના અલોય વ્હીલ્સ પણ આપવામા આવ્યા છે.

image source

DLX Pro વર્ઝનમાં ગ્રાહકોને ડ્યુઅલ-ટોન પેન્ટ સ્કીમ, ડ્યુઅલ હોર્ન અને હોન્ડા સ્માર્ટફોન વોઇસ કંટ્રોલ સિસ્ટમ મળશે. તો બીજી બાજુ બન્ને વેરિઅટ્સમાં એલઈડી લાઇટ્સ પણ આપવામા આવી છે. આ ઉપરાંત તેમાં ડ્યુઅલ ચેનલ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ અને હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ કે જે એક પ્રકારની ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ છે તે આપવામાં આવ્યા છે.

કિંમત અને વેરિયન્ટ્સ

image source

હોન્ડા H’Ness CB 350ને કંપનીએ 1.90 લાખ રૂપિયાની એક્સ – શોરૂમ પ્રાઇઝમાં લોન્ચ કરી છે. ભારતીય બજારમાં Honda H’Ness CB 350 બે વેરિયન્ટ્સ, સસ્પેન્શન અને બ્રેકિંગમાં મળશે.

image source

આખાએ ભારતના યુવાનોને અરે હવે તો આધેડ વયના પુરુષોને પણ રોયલ એનફીલ્ડનું જબરુ ઘેલુ લાગ્યું છે. હવે તો તમે ગામડામાં પણ ઘણા ઘરોમાં યુવાનોને રોયલ એનફીલ્ડ ચલાવતા જોતા હશો. છેલ્લા ઘણા સમયથી લોકોની ખરીદ શક્તિમાં મોટો વધારો જોવા મળ્યો છે. હવે મોટા ભાગના ભારતીય મધ્યમવર્ગના ઘરમાં તમે ઓછામાં ઓછા બે ટુ-વ્હીલર તો જોઈ જ શકો છો. અને છેલ્લા કેટલાક વર્ષોમાં તો ભારતમાં રોયલ એનફીલ્ડનું વેચાણ વિક્રમી રીતે વધ્યું છે. જો ભારતના યુવાનોને હોન્ડાનું આ નવું બાઈક પસંદ આવ્યું તો તેના બજારમાં આવતા જ વેચાણમાં ઉછાળો જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span