કોરોના કાળમાં બદલાયા ક્રિકેટ જગતના નિયમો, જાણો કયા નિયમોમાં થયા બદલાવ

અનલોક દરમિયાન દેશ ભરમાં અનેક છૂટછાટ સાથે લગભગ બધા ક્ષેત્રોમાં ધીરે ધીરે મંજુરી આપવામાં આવી રહી છે, ત્યારે હવે ICC દ્વારા નિયમોમાં બદલાવ કરીને ઇન્ટરનેશનલ ક્રિકેટ ફરીથી શરુ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના મહામારી વચ્ચે હવે ઘણા સમય પછી ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થવા જઈ રહી છે. એવામાં આ શરૂઆતમાં સૌથી પહેલી ટેસ્ટ ક્રિકેટ ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચે આજથી સાઉથ હેમ્પટનમાં રમાવા જઈ રહી છે. જો કે કોરોનાનો અસર દરેક જગ્યાએ જોવા મળશે, આ ક્રિકેટમાં પણ ઘણા ફેરફાર જોવા મળશે. આ ક્રિકેટ મેચોમાં પ્રેક્ષકો વિના, ખેલાડીઓને સ્ટેન્ડસ્ પણ ખાલી જ લાગશે.

IMAGE SOURCE

ICCએ નુકશાનની ભરપાઈ માટે નિર્ણય લીધો

આપને જણાવી દઈએ કે છેલ્લા ચાર મહિનાથી ક્રિકેટ રમાઈ નથી. એવામાં દરેક દેશના ક્રિકેટ બોર્ડને પણ ઘણું આર્થિક નુકશાન ઉઠાવવું પડયું છે. આ નુકશાન દરમિયાન સ્ટાફના પગારોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે શ્રીલંકાએ તો પોતાના કેટલાક કર્મચારીઓને કાઢી પણ મુક્યા હતા. હાલમાં આ દરમિયાન થયેલા નુકશાનની ભરપાઈ કરવા માટે ICCએ એવો નિર્ણય લીધો છે કે ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓની જર્સી પર સ્પોન્સર લોગો પહેલા કરતા ઘણો મોટો જોવા મળશે. આ નિર્ણય લેવા પાછળનું કારણ છે કે સ્પોન્સર્સને પણ પ્રોત્સાહન મળે અને તેઓ ટેસ્ટ ક્રિકેટ સાથે પણ જોડાયેલા રહે.

સ્ટેડીયમ આ સાવચેતી રાખવી પડશે

કોરોનાને પગલે હવે અવેજી તરીકે એક વધારાનો ખેલાડી પણ રાખવામાં આવશે.

image source

એક ખેલાડીના સામાનનો ઉપયોગ અન્ય ખેલાડી કરી શકશે નહી.

કોરોના દરમિયાન ક્રિકેટ જોવા માટે ફેન્સ સ્ટેડિયમમાં આવી શકશે નહી.

image source

આખાય મેદાનમાં 50 થી 70 જગ્યાઓ પર સ્વયં સંચાલિત સેનીટાઈઝર મશીન લગાડવામાં આવશે.

સ્પર્શ ન કરવો પડે એ માટે પેવેલિયનના બધા જ દરવાજાઓ પણ ખુલ્લા રાખવામાં આવશે જેથી દરવાઝા ખોલવા હાથ ન લગાડવો પડે

મેદાનમાં કઈ સાવચેતી રાખવી પડશે

ચોક્કા અથવા છગ્ગા લાગવા પર રીઝર્વ ખેલાડી ગ્લવ્ઝ પહેરીને બોલ પોતે જ લેવા જશે

એકબીજા સાથે મળીને ખેલાડીઓ ઉજવણી કરી શકશે નહી

image source

બોલિંગ કરતા પહેલા સ્વેટર, ટોપી અને ચશ્માં અમ્પાયરને આપી શકાશે નહિ

image source

દરેક ખેલાડીએ પોતાનો સમાન મેદાનની બહાર રાખીને અંદર આવવું પડશે.

રમત દરમિયાન ન્યુટ્રલની જગ્યાએ લોકલ એમ્પાયર જ રહેશે

image source

બોલ પર લાળનો ઉપયોગ કરી શકાશે નહિ

કોરોનાને લઈને અનેક સાવચેતીઓ રાખવી હવે જરૂરી બની રહી છે ત્યારે, દડા પર લગાડવામાં આવતી લાળને લઈને પણ આઈસીસી દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. જેના પગલે બોલ પર લાળનો ઉપયોગ કરવા પર બે વખત વોર્નિંગ આપવામાં આવશે, ત્રીજી વખત જો એમ કરવામાં આવશે તો બેટિંગ ટીમને 5 રન એક્સ્ટ્રા અપાશે. તેમજ બોલને સમય પર સેનીટાઈઝ કરવાની જવાબદારી અમ્પાયરની રહેશે.

સ્પોન્સર લોગોમાં ક્યાં બદલાવ હશે

image source

ટેસ્ટ ક્રિકેટમાં પ્લેયરની જર્સીઓમાં વધારે બદલાવ જોવા મળશે નહી. જો કે હાલ સુધી જે સ્પોન્સર લોગો 10 સ્ક્વેર ઈંચમાં જોવા મળતો હતો એ હવે 32 ઈંચમાં જોવા મળશે. આ ટીશર્ટ સાથે સ્વેટર પણ હશે. આ સાઈઝના લોગોને હાલ માત્ર એક વર્ષ માટે ICC દ્વારા મંજુરી આપવામાં આવી છે. આગાઉ જ્યારે ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ કરવામાં આવી હતી, ત્યારે જર્સીમાં નાનકડો ફેરફાર કર્યો હતો. આ ફેરફાર મુજબ દરેક પ્લેયરની જર્સી પાછળ પ્લેયરનું નામ અને જર્સી નંબર લખવામાં આવ્યો હતો. પણ જ્યારે એનો વિરોધ થયો, ત્યારે ICCએ એના પાછળ દૂર બેઠેલા દર્શકો પણ પ્લેયર્સને ઓળખી શકે એ માટે આ ફેરફાર કરાયો છે એમ જણાવ્યુ હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.