રોજિંદા જીવનમાં સામેલ કરો ડ્રાયફ્રૂટસ, પછી જુઓ તેના ફાયદા…

શરીરને સ્વસ્થ રાખવા માટે જેટલી જરૂર વિટામિન અને મિનરલ્સની હોય છે. એટલી જ જરૂર આયર્નની પણ હોય છે. તેની ઉણપથી શરીરમાં થાક વધારે લાગે છે, શ્વાસ લેવામાં તકલીફ, માંસપેશિયોમાં દુઃખાવો, ચહેરાનો રંગ કાળો પડી જવો, વખ ટૂટી જવા, દર્દનાન પીરિયડ્સ, માથાનો દુઃખાવો, ખરતા વાળ જેવા લક્ષણો દેખાય છે. શરીરમાં આયર્નની ઉણપને પૂરી કરવા માટે આ 10 ડ્રાઈ ફ્રૂટસને તમારી ડાયટમાં સામેલ કરો. તેમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં ક્યારે પણ આયર્નની ઉણપ નથી રહેતી. આજે અમે જણાવીશું એવા ડ્રાય ફ્રૂટ્સ વિશે જેમાં ભરપૂર આયર્ન હોય છે.

Almond / Badam - Vrac Eshop Eshops
image source

બદામ-

બદામ ખાવાનું બધાને પસંદ હોય છે. જ્યારે પણ શરીરમાં આયર્નની ઉણપ સર્જાય ત્યારે બદામ ખાવી. 10 ગ્રામ ડ્રાઈ રોસ્ટેડ બદામમાં 0.5 મિલીગ્રામ આયર્ન હોય છે. તેમાં આયર્ન સિવાય કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે જે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

image source

કાજૂ-

સુકા મેવામાં કાજૂ સૌથી વધારે ટેસ્ટી હોય છે. ટેસ્ટી હોવાની સાથે સાથે તે હેલ્ધી પણ છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, ફાઈબહ, વિટામિન ઈ, વિટામિન બી6 સિવાય આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે. 10 ગ્રામ કાજૂમાં 0.3 મિલીગ્રામ આયર્ન હોય છે. જે સ્વસ્થ રહેવા માટે બહુ જરૂરી છે. પાચનક્રિયા સુધારવા, હૃદય સંબંધિત બીમારીને દૂર રાખવા, વજન ઓછું કરવા માટે, શરીરને એનર્જી પૂરી પાડવા માટે કાજુનું સેવન બહુ ફાયદાકારક છે.

image source

અખરોટ-

અખરોટને બ્રેન ફૂડના નામથી ઓળખવામાં આવે છે. તેને ખાવાથી સ્મરણશક્તિ વધે છે. તે સિવાય 14 ગ્રામ અખરોટમાં 0.7 મિલીગ્રામ આયર્ન હોય છે. દરરોજ અખરોટનું સેવન કરવાથી આયર્નની ઉણપ નથી સર્જાતી. તે સિવાય મગજને સતર્ક બનાવવા, અનિદ્રાની સમસ્યાને દૂર કરવા, કબજિયાતની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અને સ્નાયુનોને મજબૂચ કરવા માટે તેમજ કેન્સર જેવી ગંભીર બીમારીની સામે લડવા માટે અખરોટ ખૂબ ઉપયોગી છે.

All About Pine Nuts
image source

પાઈન નટ્સ (Pine nuts)

તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. શું તમે જાણો છો કે 10 ગ્રામ પાઈન નટ્સમાં 0.6 મિલીગ્રામ આયર્ન હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. તમે તેનું કાચું અથવા ફ્રાય કરીને પણ તેનું સેવન કરી શકો છો.

image source

પિસ્તા

પિસ્તામાં કેટલાંક પોષક તત્ત્તવો અને મિનરલ્સ હોય છે. તેને ખાવાથી ક્યારે પણ આયર્નની ઉણપ નતી સર્જાતી. 29 ગ્રામ પિસ્તામાં 1.1 મિલીગ્રામ આયર્ન હોય છે. પિસ્તામાં મેગ્નેશિયમ અને વિટામિન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તે સિવાય પિસ્તાનું સેવન કરવાથી આંખોની સમસ્યા દૂર થાય છે. તેમજ કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે પિસ્તા રામબાણ ઈલાજ છે.

Peanuts 101: Nutrition Facts and Health Benefits
image source

મગફળી

મગફળીમાં આયર્ન, કેલ્શિયમ અને ફાઈબર હોય છે. દરરોજ મગફળીને 2 મોટા ચમચા ખાવાથી શરીરને 0.6 મિલીગ્રામ આયર્ન મળે છે. જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો મગફળીનું સેવન જરૂરથી કરવું. તેનાથી સ્વાસ્થ પણ સારું રહેશે.

Organic Munakka Raisins
image source

કિશમિશ

કિશમિશ સરળતાથી મળતું ડ્રાય ફ્રૂટ છે. તેમાં આયર્નની માત્રા સારા પ્રમાણમાં હોય છે. દરરોજ થોડા કિશમિશ ખાવાથી ફાયદા મળશે તેમજ શરીર પણ તદુંરસ્ત રહેશે. તેમજ પાચનતંત્રને મજબૂત બનાવવા અને એસિડિટીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તેમજ વજન વધારવા માટે કિશમિશ બહુ ઉપયોગી છે.

Apricot: Health benefits and nutritional value
image source

જરદાળુ

આયર્નની ઉણપને પૂરી કરવા માટે જરદાળુનું સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી શરીરરમાં આયર્નની ઉણપ નથી રહેતી સાથે પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિનની પણ ઉણપ નથી રહેતી. સ્વસ્થ રહેવા માટે જરદાળુ અવશ્ય ખાવું જોઈએ.

Figs Health Benefits: Nutrition Information
image source

અંજીર

અંજીરનું સેવન કરવા માટે રાતે 2 અંજીરને પાણીમા પલાડીને રાખવા. હવે સવારે તેનુ પાણી અને અંજીર બંનેનું સેવન એક સાથે સેવન કરવું. તેને ખાવાથી હીમોગ્લોબિન વધે છે. તેમજ વજન કંટ્રોલ કરવા માટે, કોલેસ્ટ્રોલ ઘટાડવા, , બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં રાખવા અને હાડકાને મજબૂત રાખવા માટે અંજીરનું સેવન ફાયદાકારક છે.

મેકાડામિયા નટ્સ (Macadamia Nuts)

મેકાડામિયા નટ્સમા પણ આયર્ન સારી માત્રામાં હોય છે. દરરોજ તેનું સેવન કરવાથી શરીરને ક્યારે પણ આયર્નની ઉણપ નથી સર્જાતી.

તમને આ પણ જાણવું ગમશે.

ગરમીમાં તદુંરસ્ત રહેવું હોય તો, ફ્રિજની જગ્યાએ પીવો માટલાનું પાણી…

ક્યાંક તમે પણ આ બે વસ્તુઓ સાથે સાથે ખાવાના ઉપયોગમાં નથી લેતા ને…

ઝડપથી વજન ઓછું કરવા માટે ડાયટમાં સામેલ કરો આ પાંચ સૂપ…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.