જાણો કોમેડિયન જગદીપની આ અજાણી વાતો..

બૉલીવુડ અભિનેતા જગદીપને પહેલી ફિલ્મ માટે મળ્યા હતા ફક્ત આટલા જ રૂપિયા.

બોલીવુડમાં પોતાના કોમેડી અભિનયથી પાંચ દાયકાથી પણ વધુ સમય સુધી દર્શકોને મંત્રમુગ્ધ કરી દેનાર જગદીપને પોતાની પહેલી ફિલ્મ માટે ફક્ત છ રૂપિયા મળ્યા હતા.

image source

મધ્યપ્રદેશના દતીયામાં જન્મેલા જગદીપ ઉર્ફે સૈયદ ઇશતીયાક અહમદ જાફરીએ બાળપણના દિવસોમાં ગરીબીને ખૂબ જ નજીકથી જોઈ છે. જગદીપ ફક્ત સત-આઠ વર્ષના હતા અને ત્યારે જ તેમના પિતાનું નિધન થઈ ગયું. ભારત-પાકના ભાગલા પછી જગદીપ પોતાની માતા સાથે ગ્વાલિયરથી મુંબઈ આવી ગયા.

image source

એવું કહેવામાં આવે છે કે જગદીપની માતા અનાથ આશ્રમમાં જમવાનું બનાવવાનું કામ કરતી હતી જેથી કરીને એ પોતાના બાળકોને ભણાવી ગણાવી શકે અને એમનો ઉછેર કરી શકે. એક દિવસ જગદીપે નિશ્ચય કર્યો કે ઘરની, પરિવારની મદદ માટે એમને કઈક કામ કરવું જોઈએ.।

image source

જોકે માતાએ જગદીપને કામ કરવાની ના પાડી હતી પણ તેમ છતાં જગદીપ ન માન્યા. જગદીપ ભણવાનું છોડીને પતંગ બનાવવા લાગ્યા, સાબુ અને કાંસકા વેચવાનું કામ કરવા લાગ્યા

image source

.જગદીપ જ્યાં રસ્તા પર કામ કરી રહ્યા હતા ત્યાં એક વ્યક્તિ આવ્યો અને એ એવા બાળકને શોધી રહ્યો હતો જે ફિલ્મોમાં કામ કરી શકે. એ વ્યક્તિએ જગદીપને ફિલ્મોમાં કામ કરવા વિશે પૂછ્યું કે શું તું ફિલ્મોમાં કામ કરીશ. ત્યારે જગદીપે એ વ્યક્તિને પૂછ્યું હતું કે આ ફિલ્મો શુ હોય છે? જગદીપે એ સમય સુધી ક્યારેય ફિલ્મો જ નહોતી જોઈ. જગદીપે એ વ્યક્તિ સાથે પૈસા વિશે વાત કરી કે એમને કામ કરવાના કેટલા પૈસા મળશે. જેનો જવાબ મળ્યો ત્રણ રૂપિયા.

image source

જગદીપને જાણે એમ લાગ્યું કે એમની લોટરી લાગી ગઈ છે. જગદીપ તરત જ ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર થઈ ગયા. બીજા દિવસે જગદીપની માતા એમને લઈને સ્ટુડિયો પહોંચી ગઈ, જ્યાં બાળકોનો જ સીન ચાલી રહ્યો હતો. જોકે એ સમયે જગદીપને ફક્ત ચૂપચાપ બેસી રહેવાનો જ રોલ મળ્યો હતો, પણ ત્યારે જ ઉર્દુમાં એક એવો ડાયલોગ આવ્યો જેને કોઈ બાળક બોલી નહોતું શકતું.

image source

જગદીપે કોઈ બાળકને પૂછ્યું કે જો આ ડાયલોગ મેં બોલી દીધો તો હું થશે, જવાબ આવ્યો, પૈસા વધારે મળશે, 6 રૂપિયા. જગદીપે સામે જઈને આ ડાયલોગ ખૂબ જ સરસ રીતે બોલી દીધો અને પછી અહીંયાંથી જ શરૂ થઈ એમની ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકેની સફર. ફિલ્મ હતી વર્ષ 1951માં રિલીઝ થયેલી બી આર ચોપડાની અફસાના. એ પછી જગદીપે સફળતાનાં આકાશને આંબી લીધું ને એકથી એક ચડિયાતી ફિલ્મોમાં પોતાના લાજવાબ કોમિક અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું.

તમને જણાવી દઈએ કે આ મહાન કલાકારનું 8 જુલાઈ 2020ના રોજ નિધન થયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.