કોઇ તળાવમાં છે લાવા, તો કોઇ તળાવમાં છે રંગીન પાણી, જાણો આ 6 તળાવો વિશેની તદન અજાણી વાતો

આપણી પૃથ્વી પર એવા અનેક કુદરતી નજારાઓ અને સ્થાનો આવેલા છે જેને જોઈને આપણને એમ થઇ જાય કે કાશ, આપણું ઘર આ લોકોશન પર હોત તો કેવી મજા પડી જાત. વિશ્વના લગભગ દરેક દેશોમાં આવા સ્થાનો આવેલા છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એવા જ છ અજબ-ગજબ તળાવો વિષે જણાવવાના છીએ જેની વિશેષતા જાણી તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો.

image source

સ્પોટેડ લેક – કેનેડા

આ છે કેનેડાનું સ્પોટેડ લેક. ખારા પાણીનું આ તળાવ અનેક અનેક પ્રકારના ખનીજ યુક્ત નમકનો ભંડાર છે. તેમાં સલ્ફેટ, સિલ્વર અને ટાઇટેનિયમ પ્રકારનું નમક પણ શામેલ છે. ખાસ કરીને ગરમીની સીઝનમાં જયારે આ તળાવનું પાણી સુકાઈ જાય છે ત્યારે અહીંનો નજારો ખાસ જોવાલાયક હોય છે. સ્થાનિક લોકોમાં કલીલુકના નામે ઓળખાતા આ તળાવના ખનીજોનો ઉપયોગ પ્રથમ વિશ્વયુદ્ધમાં વિસ્ફોટક બનાવવા માટે પણ થયો હોવાનું મનાય છે.

image source

કાનો ક્રિસ્ટેલ્સ – કોલંબિયા

કોલંબિયા ખાતે કાનો ક્રિસ્ટેલ્સ નામનું એક તળાવ આવેલું છે. અસલમાં તો આ તળાવ નહિ પણ નદી જ છે જેનું પાણી લાલ,લીલું, દુધિયા અને રીંગણી રંગનું છે. નદીમાં આ રીતે રંગીન પાણી હોવા પાછળનુ કારણ નદીમાં થતા માકારીના ક્લેવેગરા નામના છોડ છે જે નદીની અંદર ઉગેલા છે. અને આ જ કારણોસર આ નદીનું પાણી ખાસ કરીને સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી ઇન્દ્રધનુષી રંગનું થઇ જાય છે.

image source

બોઇલિંગ લેક – ડોમેનીકા

બોઇલિંગ લેક પોતાના નામ મુજબના જ ગુણો ધરાવે છે. કેરેબિયન દેશ ડોમેનીકાના મોરન પિટ્સન નેશનલ પાર્ક ખાતે આવેલું આ તળાવ અસલમાં ઉકળતા પાણીનું તળાવ છે. અને તેના ઉકળતા રહેવાનું કારણ તેના પેટાળમાં સળગતો લાવા છે. આ તળાવમાં નહાવાની વાત તો એક બાજુ રહી તેનો વિચાર કરવો પણ રૂંવાડા ઉભા કરી દે તેમ છે.

image source

પીચ લેક – ત્રિનિદાદ

કાલા રંગનું આ તળાવ કેરેબિયન દેશ ત્રિનિદાદ અને ટોબેગો ખાતે આવેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ તળાવ દુનિયાનું સૌથી મોટું પ્રાકૃતિક તાર અને ડામરનું સ્ત્રોત છે. એક અંદાજ મુજબ આ તળાવમાં એક કરોડ ટન ડામર છે. લગભગ 100 એકર વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ અલગભાગ 250 ફૂટ ઊંડાઈ ધરાવે છે.

image source

કેલીમુટુ ક્રેટર લેક – ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયાના કેલીમુટુ જ્વાળામુખી પર ત્રણ તળાવો આવેલા છે અને તે તેળાવોને કેલીમુટુ ક્રેટર લેક નામથી ઓળખવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ત્રણેય તળાવો અલગ અલગ રંગના છે અને સમયાંતરે તે પોતાનો રંગ પણ બદલ્યા કરે છે. અને તેનું પાણી વાદળીમાંથી લીલું, લાલ કાળું અને ભૂરા રંગમાં તબદીલ થાય છે. આ તળાવોની વધુ એક વિશેષતા એ છે કે ત્રણેય તળાવોના પાણીનું તાપમાન અને રાસાયણિક ગુણ અલગ અલગ છે.

image source

શેંપેન તળાવ – ન્યુઝીલેન્ડ

ન્યુઝીલેન્ડમાં આવેલા આ તળાવને ” શેંપેન તળાવ ” પણ કહેવામાં આવે છે. અસલમાં આ તળાવના પાણીમાંથી શેંપેનની જેમ કાર્બન ડાયોક્સાઇડના ફીણ સતત નીકળ્યા કરે છે. લગભગ 900 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવેલા આ તળાવનું પાણી 74 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે છે. કહેવાય છે કે આ તળાવના પાણીમાં ઓર્સેનિક અને એંટીમની સલ્ફાઇડ પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.