બે કે ત્રણ હજારમાં નહીં પણ 88000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે આ જીન્સ, જાણો કઇ કંપનીનું છે આ જીન્સ અને સાથે જાણો ખાસિયતો પણ

પોતાને બીજાઓથી અલગ અને જમાના પ્રમાણેની ફેશન અનુસાર જીવનશૈલી વિતાવવા અને અન્યોને દેખાડવા લોકો ધાર્યા બહારનો ખર્ચ કરતા પણ અચકાતા નથી. અને તેંમાંય જો વાત બ્રાન્ડેડ કપડાંની કે ચીજ વસ્તુઓની આવે તો તેમાં ફેશનેબલ લોકો પાણીની જેમાં પૈસા વાપરી નાખે છે. આ વાતનો અંદાજ તમને એ જાણીને જ આવી જશે કે લોકલ માર્કેટમાં માંડ 500 રૂપિયામાં મળી જતી જીન્સ કંપનીના શોરૂમમાં જઈને ખરીદો તો તેની કિંમત ઓછામાં ઓછી 5000 જેટલી હોય છે. તાજેતરમાં જ એક લકઝરી બ્રાન્ડ ગુચ્ચીએ એક જીન્સ લોન્ચ કરી છે જેની કિંમત સાંભળીને ભલભલા પૈસાદારને પણ પરસેવો છૂટી જાય તેમ છે.

અસલમાં ગુચ્ચી કંપનીએ જે નવી જીન્સ લોન્ચ કરી છે તેની કિંમત 1200 ડોલર એટલે કે લગભગ 88000 ભારતીય રૂપિયાથી પણ વધુ છે. આ જીન્સમાં સૌથી ખાસ વાત એ છે કે તેમાં ગોઠણ પાસેના ભાગમાં નકલી ઘાસના ડાઘ લગાવી દેવામાં આવ્યા છે જેથી તેનો લુક રફ એન્ડ ટફ દેખાય. નોંધનીય છે કે આ જીન્સ ઇટાલિયન ફેશન વીક વિન્ટર 2020 (Italian Fashion House’s Fall Winter 2020) નો એક ભાગ છે.

image source

જો તમે આ જીન્સ પહેરવા ઇચ્છતા હોય તો તમારા ખિસ્સામાં ઓછામાં ઓછા 1200 ડોલર એટલે કે 88000 રૂપિયાથી વધુ રકમ હોવી જોઈએ. કારણ કે આ જીન્સની શરૂઆતની રેન્જ જ 1200 ડોલરથી શરુ થાય છે. જો કે ગુચ્છીની વેબસાઈટ પર આ જીન્સ 1400 ડોલરમાં વેંચાઈ રહી છે. વેબસાઈટ અનુસાર આ જીન્સ ઇટાલીમાં બનાવવામાં આવી છે અને જીન્સ આછા વાદળી રંગમાં ધોવામાં આવેલા કાર્બનિક ડેનિમ છે જેના પર ઘાસના ડાઘની છાપ દર્શાવવામાં આવી છે.

image source

આ જીન્સની તસવીરો અને તેના ભાવથી અનેક લોકો આશ્ચર્યમાં મુકાયા છે. એટલું જ નહિ ગુચ્ચી કંપનીના આ જીન્સની તસવીરો હાલ સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહી છે. લોકોનું એમ માનવું છે કે કોઈ આ જીન્સ માટે આટલી ઊંચી રકમ શા માટે આપે ? કારણ કે દેખાવમાં આ જીન્સમાં વિશેષ કઈં નથી.

image source

વિવિધ પ્રકારની વિચારધારા વાળા સોશ્યલ મીડિયા યુઝરો જીન્સ બાબતે પોતપોતાના વિચારો પણ જણાવી રહ્યા છે.