શું તમે જીયો યુઝર્સ છો અને આ બે પ્લાન વાપરો છો? તો વાંચી લો પહેલા ‘આ’ માહિતી

હાલમાં કોરોના સમયે આપણી પાસે લોકો સાથે જોડાઈ રહેવા માટે ઈન્ટરનેટ અને ફોન આ બંને એકમાત્ર વિકલ્પ રહ્યા છે. કારણ કે સોશિયલ ડીસ્ટન્સના આ સમયમાં આપણે હવે સોશિયલ મીડિયામાં અથવા ફોન દ્વારા જ એકબીજાની નજીક રહી શકીએ છીએ. એવામાં જીઓએ પણ પોતાના બે પ્લાન હવે બંધ કર્યા છે.

IMAGE SOURCE

જો કે અવારનવાર દરેક કંપની પોતાના પ્લાનમાં બદલાવ લાવતી રહેતી હોય છે, ક્યારેક એ પ્લાન ગ્રાહકો માટે લાભદાયક હોય છે તો ક્યારેક નુકશાન કારક, પણ કંપની પોતાના પ્લાન નફા અને ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને જ બનાવતી હોય છે. હાલમાં જીઓ દ્વારા પણ એમના જુના અને પોપ્યુલર એવા બે સસ્તા પ્લાન બંધ કરી દેવામાં આવ્યા છે. પરિણામે હવે જીયો વપરાશકર્તાઓએ ફરજીયાત એનાથી મોઘા પ્લાન પર આવવું પડશે.

જીયોએ પોતાના આ બંને પ્લાન બંધ કર્યા

IMAGE SOURCE

જો તમે જીયોના ગ્રાહક છો અને તમે પણ માત્ર ૪૯ અથવા ૬૯ વાળા પ્લાનના વપરાશકર્તા છો, તો તમારા માટે આ માઠા સમાચાર છે. કારણ કે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ હવે એમની સર્વિસમાંથી પોતાના બે સસ્તા પ્લાન બંધ કરી દીધા છે. જીયો દ્વારા બંધ કરવામાં આવેલા આ પ્લાન ૪૯ રૂપિયા અને ૬૯ રૂપિયાના હતા. આ પ્લાન સસ્તા રીચાર્જ કરાવનારા ગ્રાહકો માટે ટૂંકા ગાળા પૂરતા જ બનાવવામાં આવ્યા હતા. જો કે આ પ્લાન ખાસ કરીને જીયો ફોનને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યા હતા. પણ હવે આ બંને પ્લાનને જીયો દ્વારા એમની વેબસાઈટ પરથી હટાવી લેવામાં આવ્યા છે. હવે પછીથી જીયોના ગ્રાહકો આ પ્લાનનો લાભ લઇ શકશે નહિ.

૪૯ વાળા પ્લાનમાં આ સુવિધા હતી

IMAGE SOURCE

જીઓ દ્વારા ચાલતા ૧૪ દિવસની ટૂંકી વેલીડીટી વાળા આ પ્લાનમાં અલગ અલગ સુવિધા મળતી હતી. જેમાં ૪૯ વાળા આ પ્લાનમાં જિયોથી જિયો અનલિમટેડ કોલિંગ અન્ય નેટવર્ક માટે 250 નોન-જિયો મિનિટ્સ મળતી હતી. તેમજ રોજના ૨૫ SMS પણ મળતા હતા. આ સાથે જ ગ્રાહકોને ઈન્ટરનેટ માટે 2GB ડેટા પણ આપવામાં આવતો હતો. આ પ્લાનમાં 14 દિવસની વેલિડિટી અને જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળતું હતું.

૬૯ વાળા પ્લાનમાં આ સુવિધા હતી

IMAGE SOURCE

તો ૬૯ વાળા પ્લાનમાં જિયોથી જિયો અનલિમટેડ કોલિંગ સાથે જ અન્ય નેટવર્ક માટે પણ ૨૫૦ નોન-જિયો મિનિટ્સ આપવામાં આવતી હતી. આ ઉપરાંત ૨૫ એસએમએસ અને ગ્રાહકને ઈન્ટરનેટના ઉપયોગ માટે 5GB જેટલો ડેટા પણ મળતો હતો. આ પ્લાનમાં પણ 14 દિવસની વેલિડિટી અને જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન મળતું હતું.

૭૫ રૂપિયાનો પ્લાન હવે સૌથી સસ્તો

IMAGE SOURCE

જીયો દ્વારા હાલમાં ૪૯ અને ૬૯ વાળા બંને પ્લાન બંધ કર્યા પછી હવે જિયોફોન યૂઝર્સ માટે માત્ર એક જ સસ્તો પ્લાન વધ્યો છે. હવે 75 રૂપિયાનો પ્લાન એકમાત્ર સસ્તો પ્લાન છે. આ પ્લાનમાં ગ્રાહકને 28 દિવસની વેલિડિટી તેમજ દરરોજ 0.1 GB ડેટા પણ મળે છે. આ રીતે યૂઝર્સ કુલ 3GB જેટલા ડેટાનો ઉપયોગ કરી શકે છે. જો કે જિયોથી જિયો અનલિમટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક માટે 500 નોન-જિયો મિનિટ્સ સાથે 50 SMS અને સાથે જ જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ મળી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span