જો ફોન લોક હોય અને દૂર્ઘટના ઘટે તો જાણો કેવી રીતે સામેની વ્યક્તિના ઘરના લોકોને કરશો જાણ…

હવે પહેલાની જેમ સાદા ફોન નથી રહ્યા પણ હવે ફોન સ્માર્ટ બની ગયા છે અને આપણા ફોન કોઈ તીજોરી જેવા થઈ ગયા છે. જેમાં આપણી અંગત, વ્યવાસિયક તેમજ આર્થિક માહિતી તેમાં આપણે સાંચવતા હોઈએ છીએ અને કોઈ અજાણી વ્યક્તિના હાથમાં આપણો મોબાઈ આવી જાય અને તે આપણી આ જાણકારી મેળવી ન લે તે માટે આપણે તેને પાસવર્ડથી કે પેટર્નથી લોક કરતા હોઈએ છીએ
પણ ઘણીવાર એવા સંજોગો ઉભા થતા હોય છે જેમાં કાંતો આપણે આપણો પાસવર્ડ ભુલી જઈએ છીએ અથવા તો કોઈ વ્યક્તિનો અકસ્માત થયો હોય અને તેના ઘરનાને તેની સૂચના આપવી હોય ત્યારે તેના ફોન પર લાગેલું લોગ અડચણરૂપ બનતું હોય છે. તો આવા સંજોગોમાં તમારે ફોનને કેવી રીતે અનલોક કરવો તે વિષે અમે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ.

image source

આજકાલ અકસ્માતોની સંખ્યા ઘણી વધી ગઈ છે અને તેમાં જો કોઈ ઇજાગ્રસ્ત થાય તો તેને લોકો હોસ્પિટલ સુધી તો પહોંચાડી દે છે પણ ઇજાગ્રસ્ત થયેલી વ્યક્તિનો ફોન લોક હોવાથી તેના પરિવારજનોને જાણકારી આપવી મુશ્કેલ બની જાય છે તો આવા સંજોગોમાં આવી વ્યક્તિના મોબાઈલના કોન્ટેક્ટ નંબર મેળવવા માટે તમારે તેના મોબાઈલમાંથી સીમ કાર્ડ કાઢી લેવું જોઈએ. અને તે સીમકાર્ડને બીજા કોઈ ફોનમાં નાખી દેવું જોઈએ આમ કરવાથી સીમ કાર્ડમાં રહેલા બધા જ નંબર નવા મોબાઈલમાં જોવા મળશે અને તેમાંથી તેના પરિવારજનોના નંબર તમે મેળવી શકશો અને તેમનો કોન્ટેક્ટ કરી શકશો. અને આ ટીપ માત્ર તમને અકસ્માતના સંજોગોમાં જ કામ નથી લાગતી પણ કોઈ પણ ઇમર્જન્સીમા કામ લાગે છે. માટે તમારે તમારા કોન્ટેક્ટ નંબર તમારી ફોનની મેમરી, તેમજ તમારા ગુગલ એકાઉન્ટની સાથે સાથે તમારે તેને તમારા સીમકાર્ડ પણ સેવ કરવા જોઈએ.

આવા સંજોગોમાં ઇમર્જન્સી નંબર સેટ કરો

image source

ઘણીવાર આપણે પોતે પણ આપણો ફોનને અનલોક કરવાનો પાસવર્ડ ભુલી જતા હોઈએ છીએ અથવા તો તેની પેટર્ન ભુલી જતા હોઈ છીએ તો આવા સંજોગોમાં જ્યારે પણ તમે તમારા ફોનને લોક કરવા માટે પાસવર્ડ નાખો તે વખતે તમારે ઇમર્જન્સી કોન્ટેક્ટનું સેટિંગ પણ કરી લેવું જોઈએ.

આ રીતે કરો સેટિંગ

– સૌ પ્રથમ તમારે તમારા એન્ડ્રોઇડ ફોનના સેટિંગમાં જવાનું છે.

– ત્યાર બાદ તમારે પર્સનલની અંદર સિક્યોરિટી સેટિંગનો વિકલ્પ હશે તેને ઓપન કરવું.

image source

– હવે ફોનના સ્ક્રીન લોક સેટિંગ્સમાં જવું. અહીં તમારે લોક સ્ક્રીન મેસેજનો વિકલ્પ મળશે.

– આ વિકલ્પ પર ટેપ કરી ઇમર્જન્સી નંબર લખી તેની સામે તમારી કોઈ પણ નજીકની વ્યક્તિનો નંબર તેમાં નાખી દેવો.

image source

– હવે કોઈ ઇમર્જન્સીમાં જો તમારો ફોન અનલોક પણ થઈ જાય છે તો તમારા દ્વારા નાખવામાં આવેલા ઇમર્જન્સી નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકશો.

તમે તમારા ફોનના પેટર્નલોકને આ રીતે સરળતાથી અનલોક કરી શકો છો

image source

જો તમે ફોનનો પાસવર્ડ કે પછી પેટર્ન લોક ભુલી ગયા હોવ તો તમે આ ઉપાયો અજમાવીને તેને અનલોક કરી શકો છો. પણ તમને પહેલેથી જ ચેતવણી આપી દઈએ છીએ કે આ ઉપાય અજમાવવાથી તમારા ફોનમાં હાજર બધો જ ડેટા ડિલીટ થઈ જશે. માટે તમારે આ ત્યારે જ કરવું જ્યારે તમારા ફોનમાં મહત્ત્વનો કોઈ ડેટા ન હોય. નહીંતર તમારે કોઈ ટેક્નિશિયન પાસે જઈ તેને ઠીક કરાવવો.

લોક થયેલા ફોનને આ રીતે અનલોક કરો (ડેટા ડીલીટ થવાની તૈયારી રાખવી)

– સૌ પ્રથમ તો તમારે તમારો ફોન સ્વિચ-ઓફ કરી દેવો.

image source

– ત્યાર બાદ તમારે તમારા ફોનમાં પાવર કી અને અપ વોલ્યુમ કી બન્નેને એક સાથે દબાવવી. બન્ને કીને તમારે ત્યાં સુધી દબાવી રાખવાની છે જ્યાં સુધી તમારા સ્ક્રીન પર ફેક્ટરી મોડ (Factory Mode) ન દેખાવા લાગે.

image source

– ફોનના મોડેલ પ્રમાણે સ્ક્રીન પર અલગ અલગ વિકલ્પ તમને જોવા મળશે. જો તમારી પાસે Mi,Vivo, REalme, Micromaxના સ્માર્ટ ફોન છે તો તમને આ પ્રમાણે વિકલ્પ જોવા મળશે.

– Reboot, Wipe Data, Connect with MI Assistant

– અને જો તમારી પાસે તે સિવાયના સ્માર્ટ ફોન હશે તો તમને નીચે પ્રમાણેના વિકલ્પ જોવા મળશે.

– Version, PCBA test, Full test, Item test, Test report, Clear eMMC, G-Sensor call, Reboot

– હવે ત્યાર પછી તમારા સ્ક્રીન પર ઉપર પહેલાં જણાવામાં આવ્યા તે વિકલ્પો ખુલે તો તમારે Wipe Date પર ક્લિક કરવું. અને જો બીજી કેટેગરીના વિકલ્પ તમને જોવા મળે તો તમારે Clear eMMC પર ક્લિક કરવું. તમે વોલ્યુમ કીનો ઉપયોગ કરીને વિકલ્પમાં ઉપર નીચે જઈ શકો છો.

image source

– આમ કરતાં જ તમારા ફોનનો બધો જ ડેટા ઇરેઝ્ડ થઈ જશે અને ફોન ડિફોલ્ટ સેટિંગ પર પાછો આવી જશે. જેના કારણે તમારુ પેટર્ન લોક પણ ખુલી જશે. પણ એ વાતની ખાસ નોંધ લો કે આ પ્રોસેસ કરવાથી તમારો ડેટા ડીલીટ થઈ જશે. માટે જો ફોનમાં કોઈ મહત્ત્વનો ડેટા ન હોય તો જ તમારે આ પ્રોસેસ કરવી.