જૂહી ચાવલાના બાળકોને માતાની આ વાત નથી ગમતી જરા પણ, અને બાળકોને આવું જોતા આવે છે એવી શરમ કે…

જૂહી ચાવલાના બાળકોને માતાની ફિલ્મો જોતા શરમ આવે છે – તેમને પોતાની માતાની ફિલ્મો જોતાં વિચિત્ર લાગણી થાય છે

બોલીવૂડ અભિનેત્રી જૂહી ચાવલાએ ઘણા બધા શાનદાર પાત્રો સિલ્વર સ્ક્રીન પર નિભાવ્યા છે. જૂહી હંમેશા પોતાના પાત્રોને લઈને ક્રિએટીવ રહી છે. ફિલ્મ દરારમાં તેણીએ એક પત્નીનું પાત્ર નિભાવ્યું છે તો વળી યસ બોસમાં તેણીએ મોડેલનું પાત્ર ભજવ્યું છે. જૂહી ચાવલાએ વૈવિધ્ય સભર કામ કર્યું છે જેનાથી દર્શકોના હૃદયમાં તેણીએ સ્થાન બનાવ્યું છે.

જૂહી ચાવલાએ તે ફિલ્મોમાં પણ કામ કર્યું જે બાળકો માટે બનાવવામાં આવી હોય. પણ તેમની રિયલ લાઈફની વાત કરીએ તો જુહી ચાવલાના બાળકોને તેણીનું ફિલ્મોનું કામ કંઈ ખાસ પસંદ નથી આવ્યું. ઉલટાનું તેમને તો પોતાની માતાની ફિલ્મો જોતી વખતે શરમ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Juhi Chawla (@iamjuhichawla) on

તાજેતરમાં જ એક જાણીતા સમાચાર પત્ર સાથેની વાતચીતમાં જૂહી ચાવલાએ જણાવ્યું, ‘મેં મારા બાળકો (જાહ્નવી અને અર્જુન)ને કેટલીક ફિલ્મો બતાવાનો પ્રયાસ કર્યો છે, પણ તેમને તેમાં વધારે મજા નથી આવતી. અર્જુનને તો મારી કેટલીક રોમેંટિક ફિલ્મો જોઈને એટલે સુધી કહી દીધું કે તે ખૂબ વિચિત્ર છે.’

 

View this post on Instagram

 

A post shared by Juhi Chawla (@iamjuhichawla) on

જૂહી ચાવલા આગળ જણાવે છે, ‘સાચું કહું તો મારા બાળકો મારી ફિલ્મો જોઈને શરમ અનુભવે છે. ખાસ કરીને 90ના દશકની ફિલ્મોને. મારા પતિ જય મેહતાએ તેમને કહ્યું કે તેઓ મારી ફિલ્મ હમ હૈ રાહી પ્યાર કે જુએ. તે ખૂબ ક્યૂટ ફિલ્મ છે. ત્યારે અર્જુને મને પૂછ્યું મોમ શું તે ફિલ્મમાં રોમાંસ છે. મેં કહ્યું, હા, તે એક સોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. તો તેણે કહ્યું, હું તમારી ફિલ્મ નથી જોવા માગતો, ખાસ કરીને જેમાં રોમાંસ હોય. મારા માટે તે જોવી ખૂબ વિચિત્ર છે, માટે હું તમારી કોઈ જ ફિલ્મ નહીં જોઉં.’

image source

જૂહી ચાવલાના બાળકોએ તેણીની ઘણી બધી ફિલ્મો નથી જોઈ પણ ફિલ્મ મેં કૃષ્ણા હું અને ચોક એન્ડ ડસ્ટરમાં તેમને તેમની એક્ટિંગ ખૂબ ગમી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ સલ્તનથી જૂહીએ બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે ફિલ્મ 1986માં રિલિઝ થઈ હતી. જૂહી, ફિલ્મ કયામત સે કયામત તકથી જાણીતી બની હતી. આ ફિલ્મમાં તેણી આમિર ખાન સાથે જોવા મળી હતી.

image source

હાલ જૂહી ચાવલા ઘણી ઓછી ફિલ્મો કરી રહી છે અને પોતાના સંતાનો તેમજ પોતાની ગૃહસ્થીમાં પરોવાયેલી રહે છે આ ઉપરાંત તેણીને ગાર્ડનીંગનો પણ ખૂબ શોખ છે હાલ તેણી પોતાના કીચન ગાર્ડનમાં ખૂબ રસ લેતી જોવા મળે છે.

image source

જૂહી ચાલવા સોશિયલ મડિયા પર પેતાના ફેન્સ વચ્ચે હંમેશા એક્ટિવ રહે છે. તેણી અવારનવાર કેટલીક તસ્વીરો શેર કરતી રહે છે, જેની તરફ લોકોનું ધ્યાન ખેંચાતુ રહે છે, વાસ્તવમાં જૂહી ચાવલા પોતાના ખેતરમાં હાલમાં ટામેટાની ખેતીમાં વ્યસ્ત છે. સાથે સાથે તેણી મેથી પણ ઉગાડે છે . જુહી ચાવલાએ પોતાના ખેતરની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે , જેના પર ફેન્સે ખૂબ રિએક્શન આપ્યા હતા.

image source

તેણીએ ફાર્મિંગની આ તસ્વીરો શેર કરતા લખ્યું હતું, ‘આ જુઓ… મારું નવું કામ, મેથી, કોથમીર અને ટામેટા ઉગાડી રહી છું. હવે જોઈએ શું થાય છે.’ જુહી ચાવલાની વાયરલ થયેલી આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે તેણી પોતાના ખેતરમાં જાતે જ કામ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span