કેમ કોઇ નથી સર કરી શકતુ કૈલાસ પર્વત, જાણો પ્રયાસ કરનારના કેવા થયા હાલ!

તમે સૌ જાણો છો એમ કૈલાસ પર્વતને ભગવાન શંકરનું નિવાસસ્થાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ભોલેનાથ પોતાના પરિવાર અને એમના સમસ્ત ગણની સાથે કૈલાસમાં વાસ કરે છે. જો તમે પૌરાણિક કથાઓ વાંચી કે સાંભળી હોય તો એમાં ઘણી કથાઓ એવી પણ છે જેમાં દૈત્ય અને આસુરી શક્તિઓએ કૈલાસ પર્વત પર ચઢાઈ કરી અને શિવજીને હરાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમના પ્રયાસ સફળ થયા નહીં. વાત કરીએ કૈલાસ પર્વતની તો આજે પણ આ વાત એટલી જ સાચી છે જેટલી પૌરાણિક સમયે હતી. તમને એ વિચારીને નવાઈ નથી લાગતી કે દુનિયાના પર્વતારોહકો એવરેસ્ટ સર કરી ચૂક્યા હોય પણ આજ સુધી કોઈ કૈલાસ પર્વત પર ચઢાઈ કરી શક્યું નથી.

Image Source

આ તે કેવું રહસ્ય

હિંદુ ધર્મ અને હિન્દૂ ધર્મગ્રંથોમાં કૈલાસ પર્વતનું આગવું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કારણ કે ભગવાન ભોલેનાથનું તે નિવાસ સ્થાન ગણાય છે. હવે વિચારવા જેવી વાત એ છે કે દુનિયાનું સૌથી ઉંચું શિખર એટલે કે માઉન્ટ એવરેસ્ટને સર કરનારા 7000થી વધુ લોકો અહીં જવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે. પણ હજી સુધી કોઈ અહીં પહોંચી શક્યું નથી. તમને જણાવી દઈએ કે એવરેસ્ટની ઉંચાઈ 8848 મીટર છે જ્યારે કૈલાસ પર્વતની ઉંચાઈ એવરેસ્ટથી 2000 મીટર ઓછી એટલે કે 6638 મીટરની છે. તેમ છતાં હજી કોઈપણ વ્યક્તિ કૈલાસ પર્વત સર નથી કરી શકયો.

Image Source

નખ-શીખ જાય છે વધી

એવું માનવામાં આવે છે કે અનેક પર્વતારોહકોએ કૈલાસ પર્વત પર ચડવાની કોશિશ કરી પણ હજી સુધી કોઈના માટે તે સંભવ થઈ શક્યું નથી. કેમકે અહીં શરીરના વાળ અને નખ ઝડપથી વધવા લાગે છે. એવું કહેવામાં આવે છે કે કૈલાશ પર્વત ચડતી વખતે તમારા વાળ અને નખ 2 દિવસમાં એટલા વધી છે જેટલા 2 અઠવાડિયામાં વધતા હોય. આ સિવાય અહીં મોટા પ્રમાણમાં રેડિયોએક્ટિવ પણ છે. એટલું જ નહીં આ પર્વત ન ચઢી શકવા પાછળ ઘણી વાતો પ્રચલિત છે. કેટલાક લોકોની શ્રધ્ધા છે કે અહીં શિવજી નિવાસ કરે છે અને એટલા માટે કોઈ જીવિત વ્યક્તિ કૈલાસ પર્વતની ટોચ સુધી જઈ શકતું નથી.

Image Source

દિશાહીન થઈ જાય છે પર્વતારોહકો.

એવું માનવામાં આવે છે કે કૈલાસ પર્વત પર થોડે ઉપર સુધી ચડ્યા બાદ પર્વત ચડનાર વ્યક્તિ દિશાહીન બની જાય છે. અને કોઈ દિશા વગર ચઢાઈ કરવું જીવને જોખમમાં મૂકી શકે છે. કદાચ એટલે જ કોઈ આજ સુધી આ પર્વત પર પહોંચી શક્યું નથી.

Image Source

વર્ષ 1999માં થઈ હતી શોધ

વર્ષ 1999માં રશિયાના વૈજ્ઞાનિકોની એક ટીમે એક મહિના સુધી કૈલાસ પર્વતની નીચે રહીને તેના આકાર અંગે શોધ કરી હતું. એ વૈજ્ઞાનિકો નું કહેવું છે કે આ પહાડનો ત્રિકોણાકાર કુદરતી નથી, પણ તે એક પિરામિડ છે જે બરફથી ઢંકાયેલો રહે છે. કૈલાસ પર્વતને શિવ પિરામિડના નામે પણ ઓળખવામાં આવે છે. એવું જાણવા મળ્યું છે કે જે કોઈ પણ આ પહાડને ચઢવા જાય છે તે કાં તો અડધે રસ્તેથી પાછો આવે છે કા તો પછી મૃત્યુ પામે છે.

Image Source

ચીન અને રશિયાએ પણ ઘૂંટણ ટેકવ્યા

ચીન સરકારના કહેવા પ્રમાણે કેટલાક પર્વતારોહકોની ટિમ કૈલાસ પર ચઢવાનો પ્રયાસ કરી ચુકી છે. પણ આ ટીમને પણ સફળતા મળી નથી. આ મુદ્દે આખી દુનિયાએ ચીનનો વિરોધ કર્યો હતો.આખરે હારીને ચીનની સરકારે કૈલાસ પર્વત પરના ચઢાણ માટે રોક લગાવવી પડી હતી. ચીન જ નહીં રશિયાએ પણ કૈલાસ પર્વત સામે ઘૂંટણ ટેકવી દીધા હતા. વર્ષ 2007માં રશિયાના પર્વતારોહી સર્ગે સિસ્ટિવકોવે પોતાની ટીમ સાથે માઉન્ટ કૈલાસ પર ચઢવાની કોશિશ કરી હતી. તેઓએ આ વિશે કહ્યું કે ‘અમે થોડે ઉપર સુધી ચઢ્યા પછી મારા અને મારી ટીમના અન્ય સભ્યોના માથામાં દુખાવો શરૂ થઈ ગયો હતો.અમારા પગે પણ જવાબ આપી દીધો હતો. મારા જડબાની માંસપેશીઓ ખેંચાવવા લાગી અને જીભ થોથવાઈ ગઈ હતી. અમારા મોઢામાંથી અવાજ બંધ થઈ ગયો. મને અહેસાસ થયો કે હવે હું આગળ ચઢી શકીશ નહીં. અમે પાછા ઉતરવા લાગ્યા અને પછી અમને આરામ મળ્યો’.

Image Source

અચાનક જ જાણે વધી જાય છે ઉંમર

એવું કહેવાય છે કે જે પણ કૈલાસ પર્વત પર ચઢવાની કોશિશ કરે છે તે થોડે દુર ગયા પછી આગળ વધી શકતા નથી. તેનું હ્રદય પરિવર્તન થઈ જાય છે. આ પર્વત પરની હવાની વાત જ અલગ છે. શરીર સૂકાવવા લાગે છે અને ચહેરા પર ઉંમર અનુભવાય છે. જાણે અચાનક જ શરીર ઘરડું થઈ ગયું હોય એવી અનુભૂતિ થવા લાગે છે.

Image Source

કૈલાસ પર ચડવું છે અઘરું

તમને જણાવી દઈએ કે માઉન્ટ એવરેસ્ટ 29000 ફૂટ ઉંચો છે તેમ છતાં પણ એવરેસ્ટ પર ચઢવું ટેકનિકલ રીતે સરળ છે પણ કૈલાસ પર ચઢવાનો કોઈ રસ્તો જ નથી. ચારે તરફ શિલાઓ અને હિમખંડો હોવાના કારણે કોઈ રસ્તો મળતો નથી. મુશ્કેલ ચઢાણમાં પર્વતારોહકો પણ હાર માની લે છે. દર વર્ષે લાખો લોકો કૈલાસની પરિક્રમા કરે છે. રસ્તામાં માનસરોવરના પણ દર્શન કરે છે ઘણી ચર્ચા વિચારણા બાદ પણ કૈલાસ પર ચઢાણ ન કરી શકવાની વાત આજ સુધી રહસ્ય ભરેલી જ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.