કંગના મુંબઈ આવે એ પહેલાં જ BMCએ ખેલ પાડ્યો, મંત્રી વડેટ્ટીવારે કહ્યું, ‘તે ભાજપની પોપટ છે’

કંગના કે સાથ પંગા: BMCની ટીમએ કંગના રનૌતની ઓફીસ પર દરોડા પાડ્યા, અભિનેત્રીએ કહ્યું છે કે, ‘મારું સપનું વિખેરાતું દેખાઈ રહ્યું છે’, મંત્રી વડેટ્ટીવારે કહ્યું છે કે, ‘તે ભાજપની પોપટ છે.’

અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારના નેતાઓની વચ્ચે થયેલ મુંબઈને લઈને થયેલ બોલાચાલીની જંગ હવે આગળ વધી રહી છે સોમવારના રોજ કંગના રનૌતની મુંબઈમાં આવેલ ઓફિસમાં BMCના કેટલાક અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. કંગના રનૌતએ આ વિડીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને ફેંસને જાણકારી આપી છે. આ કાર્યવાહીનો બદલો લેવા માટે કરવામાં આવ્યું હોય તેવું જણાવી રહી છે. આ અગાઉ કંગના રનૌત અને મહારાષ્ટ્રના નેતાઓની સામે બોલચાલ શરુ જ રહી છે. સોમવારના રોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મંત્રી વિજય વડેટ્ટીવારે કંગનાને ભારતીય જનતા પાર્ટીના પોપટ કહીને કહ્યું છે કે, તેઓ મુંબઈ આવશે તે સમયે જનતા જ તેમને સબક શીખવાડશે.

image source

મંત્રી વિજય વડેટ્ટીવારએ જણાવ્યું છે કે, ‘તેઓ ભારતીય જનતા પાર્ટીની ભાષા બોલી રહ્યા છે. જે મહિલાએ મુંબઈ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે, જેમણે મુંબઈ શહેરની તુલના PoK સાથે કરી છે તો ભારતીય જનતા પાર્ટી તેમને સુરક્ષા આપી રહી છે, આ ખરાબ છે. મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી આ વિષે શું કહેશે તે હવે જોવું રહ્યું.’

‘મારું સપનું તૂટતું દેખાઈ રહ્યું છે.’

IMAGE SOURCE

કંગના રનૌતએ ટ્વીટ કરતા લખે છે કે, આ મુંબઈમાં આવેલ મણિકર્ણિકા ફિલ્મ્સની ઓફીસ છે, જે મેં પંદર વર્ષ સુધી મહેનત કરીને બનાવી છે, મારા જીવનનું એક જ સપનું હતું કે, હું જયારે પણ ફિલ્મ પ્રોડ્યુસર બનીશ ત્યારે મારી પાસે પોતાની ઓફીસ હોય પણ હવે એવું લાગી રહ્યું છે કે, મારા સપનાને તૂટવાનો સમય આવી ગયો છે અને આજે અહિયાં અચાનક જ BMCના કેટલાક અધિકારી આવી ગયા છે.

‘ઓફીસ તોડી શકે છે.’

image source

કંગના રનૌતએ આ બાબતે એક પછી એક એમ ત્રણ ટ્વીટ સોશિયલ મીડિયા પર કર્યા છે કંગના રનૌત ટ્વીટ કરતા લખે છે કે, BMCના અધિકારીઓ બળજબરી પૂર્વક તેમની ઓફીસમાં ઘુસી ગયા અને કંગનાની ઓફિસની આસપાસ રહેતા લોકોને પણ મુશ્કેલીમાં મૂકી દીધા છે અને કહે છે કે, તે જે મેડમ છે તેમના પરાક્રમના કારણે અમારે બધાને પરિણામ ભોગવવા પડશે. કંગના રનૌતને શંકા છે કે, આ લોકો તેની ઓફીસને પણ તોડી શકે છે.
‘કંગના રનૌતને ડ્રગ્સ કોણ આપી રહ્યું હતું તેની તપાસ પણ થવી જોઈએ.’

image source

મહારાષ્ટ્ર કોંગ્રેસના સ્પોક્સ પર્સન સચિન સાવંતને કંગનાને Y લેવલની સુરક્ષા આપવામાં આવી તે પસંદ આવ્યું નથી અને કહે છે કે, મોદી સરકાર અન્ય દળની સરકારોની સામે બોલનાર વ્યક્તિઓનું પણ ખુબ ધ્યાન રાખે છે, જેથી કંગના રનૌતને Y લેવલની સુરક્ષા આપવાની બાબત પર મને કોઈ આશ્ચર્ય થયું નથી. અત્યાર સુધી કંગના રનૌત એવું કહી રહી હતી કે, તે ડ્રગ રેકેટ મામલે માહિતી આપવા ઈચ્છતી હતી, પણ હવે કંગનાએ આ બધી માહિતી NCBને સોપવી જોઈએ. કંગનાએ આ વિડીયોમાં કહ્યું હતું કે, પહેલા તે ડ્રગ્સ લેતી હતી. તો આ મામલે પણ તપાસ થવી જોઈએ કે, કંગનાને ડ્રગ્સ કોણ આપી રહ્યું હતું.’

image source

શિવસેના પક્ષના MLA પ્રતાપ સરનાઈકએ કહ્યું છે કે, ‘આજે હું મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ પાસે માંગ કરી છે કે, મુંબઈ અને મહારાષ્ટ્રની તુલના PoK સાથે કરનાર વ્યક્તિઓ પર કાર્યવાહી થવી જોઈએ. આવનાર ૨૪ કલાકમાં આ બધાની સામે તપાસ થવી જોઈએ તેમણે જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર રાજ્ય પર કેન્દ્ર સરકારની કેટલી બધી મહેરબાની છે. મહિલા આયોગને પણ ઉત્તર પ્રદેશ, બિહાર રાજ્યમાં થતા રેપ દેખાઈ રહ્યા નથી. ત્યારે આજે સાંભળવા મળ્યું છે કે, કંગના રનૌતને Y લેવલની સુરક્ષા આપવામાં આવી રહી છે. આજે પણ કદાચ કંગનાને મુંબઈ પોલીસ પર વિશ્વાસ નથી. અમારી પોલીસ સતત કામ રહી છે ઘણી વ્યક્તિઓ કોરોના વાયરસ સંક્રમણના કારણે મોત થયા છે તેમ હોવા છતાં પણ તેને ભરોસો નથી.’

સોમવારની સવારના જ કંગના રનૌતને Y લેવલની સુરક્ષા આપવામાં આવી હતી.

image source

સોમવારના રોજ સવારે કંગના રનૌતને કેન્દ્ર સરકાર દ્વારા Y લેવલની સુરક્ષા આપવાની પરવાનગી આપી દીધી હતી. આની પહેલા કંગના રનૌતએ મુંબઈને PoKની સાથે તુલના કરતા કહ્યું હતું. ત્યાર પછી શિવસેનાના નેતા સંજય રાઉતએ આ બાબતનો ઘણો વિરોધ કર્યો હતો. કંગના રનૌતએ એક દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરતા શિવસેના પર પોતાને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો.

સુરક્ષા મળી ગયા પછી કંગના રનૌતએ અમિત શાહને ધન્યવાદ કહ્યું હતું.

કંગના રનૌતએ ટ્વીટ કરતા કર્યું હતું કે, ‘આ સાબિતી છે કે, હવે કોઈ દેશભક્તનો અવાજ કોઈ ફાસીવાદ રૂંધાવી શકશે નહી. હું અમિત શાહજીનો આભાર માંનું છું કે તેઓ કેટલાક દિવસ પછી મુંબઈ જવાની સૂચન કરી શકતા, પણ તેમણે ભારતની દીકરીના વચનોનું માન રાખ્યું અને અમારા સ્વાભિમાન અને આત્મસન્માનની લાજ જાળવી. જય હિંદ.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span