પ્રેગનન્ટ કરિનાને થયું કંઇક એવું કે તૈમુરથી થઇ ગઇ અચાનક અલગ, અને કહી દીધું કંઇક એવું કે….

ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શુટિંગના લીધે નવેમ્બર સુધી તૈમુરથી દુર રહેશે ગર્ભવતી કરીના કપૂર ખાન, ઇન્ડિયા ગેટ પર થશે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના ગીતનું શુટિંગ.

-ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ‘લાલ’ની રૂપાના રોલમાં કરીના કપૂર.

-તુર્કીના બદલે ઈન્ડિયામાં જ બનશે કારગિલનો સેટ.

image soucre

કરીના કપૂર ખાન આ દિવસોમાં દિલ્લીમાં ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શુટિંગ કરી રહી છે. આ ફિલ્મના શુટિંગ શેડ્યુઅલ આ મહિનાના અંત સુધી ચાલશે. કેટલાક વર્ષોમાં આ પહેલીવાર છે જયારે કરીના કપૂર ખાન એકલા જ શુટિંગ પર આવે છે. કોરોના વાયરસ સંક્રમણના ખતરાને લીધે તૈમુરને લઈને કરીના દિલ્લી ગઈ નથી. કરીના કપૂર ખાન રોજ કોરોના વાયરસ સંક્રમણની મહામારીની સ્થિતિમાં પણ આઠથી દસ કલાક સુધી ફિલ્મનું શુટિંગ કરી રહી છે.

image soucre

સુત્રોના જણાવ્યા મુજબ, ‘કરીના કપૂર ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં આમિર ખાનની રૂપા બની છે. આમિર ખાન લાલ નામના ફૌજીનો રોલ નિભાવી રહ્યા છે. શુક્રવાર રોજથી બંને સ્ટાર્સ ઈન્ડિયા ગેટ પર ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના એક રોમાન્ટિક સોન્ગનું શૂટ કરવાના છે. ગીત બેકડ્રોપમાં વાગતું રહેશે. બંને સ્ટાર્સ તેની પર પરફોર્મ કરતા રહેશે.આમિર ખાન- કરીના કપૂર પર ફિલ્માવવામાં આવી રહેલ ગીતને સ્વર્ગીય સરોજ ખાનના દીકરા રાજુ ખાનએ કોરિયોગ્રાફ કરી રહ્યા છે.

દિલ્લીની હોટલ, રસ્તાઓ અને શાળાઓમાં શુટિંગ કરવામાં આવી:

અત્યાર સુધી ફિલ્મની આખી ટીમ દિલ્લીના એક સ્કુલમાં શૂટ કરી રહી હતી. કેટલાક એક્શન સિક્વન્સ શૂટ કરવા માટે દિલ્લીના અલગ અલગ વિસ્તારોમાં શુટિંગ કરવામાં આવી છે. તાજેતરમાં જ હોટલ અને રસ્તાઓ પર આમિર ખાનએ એક્શન સીન સિક્વન્સ શૂટ કર્યા હતા. કનોટ પ્લેસના રસ્તાઓ પર કાર્સની વચ્ચે આમિર ખાનના દોડવાના સીન પણ શૂટ કર્યા છે. સેટ પર કરીના કપૂર ખાનની સાથે સાથે ક્રૂ મેમ્બર્સની સેફટીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રોડ્કશન હાઉસ તેના માટે બે લાખ રૂપિયા રોજના વધારાનો ખર્ચ કરી રહ્યા છે.

સુત્રો દ્વારા આ વાતને નિશ્ચિત કરવામાં આવી છે કે, ફિલ્મમાં સ્વર્ણ મંદિર વાળા ઓપરેશન બ્લુ સ્ટાર છે નહી. હા, રાઈટર્સએ એમાં કારગિલ સિક્વન્સ રાખ્યા છે. તેમાં આમિર ખાન કામ કરે છે. આમિર ખાન ખરેખરમાં કારગિલને તુર્કીની પહાડીઓમાં શિફ્ટ કરવા ઈચ્છતા હતા. લોકેશન જોવા માટે અભિનેતા આમિર ખાન તુર્કી p ગયા હતા પરંતુ ત્યાં રાષ્ટ્રપતિના પત્ની સાથે મુલાકાત થવાના લીધે તેમને સોશિયલ મીડિયા યુઝર્સની ઘણી આલોચના સહન કરવી પડી હતી. પરિણામે ટીમએ હવે તુર્કીનો પ્લાન બદલી દીધો છે.

લદ્દાખ કે પછી લાહૌલ સ્પિતિમાં બનશે કારગિલ સેટ.

કારગિલને ઈન્ડિયામાં જ લદ્દાખ કે પછી લાહૌલ સ્પિતિ જગ્યા પર રીક્રીએટ કરવામાં આવશે. કારગિલ અને કાશ્મીરને આની પહેલા ‘ગુંજન સક્સેના: કારગિલ ગર્લ’ માટે સર્બિયા અને જોર્જિયામાં રીક્રીએટ કરવામાં આવ્યો હતો. </p.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span