કરવા ચોથ માટે એકદમ સરળ રીતે ફક્ત 5 રૂપિયામાં તૈયાર કરી લો પૂજાની થાળી, જુઓ વીડિયો

આવનારી 4 નવેમ્બરે ખાસ કરીને રાજસ્થાનમાં કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવે છે.ે જે મહિલાઓ આા વ્રત કરે છે તેઓ ખૂબ જ સુંદર રીતે તૈયાર થાય છે. સોળ શણગારનું ખાસ મહત્વ હોય છે. આ સાથે જ આ દિવસે પૂજાની થાળીનું પણ ખાસ મહત્વ હોય છે.આજે આપણે આ પૂજાની થાળીને કઈ રીતે સજાવવી તેની સરળ રીતની વાત કરીશું. ઘરની જ વસ્તુઓથી ફક્ત 5 મિનિટમાં અને 5 રૂપિયાના ખર્ચે આપણે આ થાળી તૈયાર કરી શકીએ છીએ.

આ માટે આપણે કંકુ, ફેવિકોલ અને બંગડીની મદદ લઈશું. આપણે કંકુ એટલા માટે લઈશું કારણ કે કંકુને પૂજામાં ખાસ માનવામાં આવે છે અને દરેક શુભ કામમાં પણ તેનો ઉપયોગ કરાય છે. તો જાણો આ 3 ચીજોથી કઈ રીતે ફક્ત 5 મિનિટમાં તમે સરળ રીતે ફટાફટ તમારી પૂજાની થાળીને તૈયાર કરી લેશો.

જુઓ વીડિયો અને જાણી લો સરળ રીત

બંગડીથી સજાવો થાળી

તમારે જોઈશે ફક્ત આટલી વસ્તુઓ

  • 1 સ્ટીલની થાળી
  • 12 બંગડીઓ (2 અલગ અલગ કલરની 6-6 બંગડીઓ)
  • કંકુ
  • ફેવિકોલ
  • સજાવટના નંગ

એક સ્ટીલની થાળી લો. તેની પર તેલ લગાવો. હવે તેને આખી થાળી પર સ્પ્રેડ કરી લો. કિનારીઓ પર પણ લગાવો. તેની પર કંકુ સ્પ્રેડ કરો અને થાળીને ફેરવો અને થપથપાવો. આખી થાળીમાં કંકુ સારી રીતે સ્પ્રેડ કરો. કિનારીઓ ખાલી છોડો. કિનારીઓ પર કંકુ હોય તો તેને આંગળીથી સાફ કરો. હવે આંગળીથી તેમાં વચ્ચે સર્કલ કરો. વધારાનું કંકુ થપથપાવીને કાઢી લો.

હવે એક કલરની 6 બંગડી લો. ડાયમંડની બંગડીને તેની એક તરફની કિનારી પર ફેવિકોલ લગાવીને તેને આંગળીથી જે સર્કલ બનાવ્યું છે ત્યાં વચ્ચે રાખો. તેની આસપાસ પાતળી બંગડીઓ ફેવિકોલ લગાવીને ગોઠવો. ફેવિકોલ બંગડી પર એ જગ્યા પર લગાવો, જે વચ્ચેની બંગડીને અડતી હોય. આખું એક સર્કલ તૈયાર કરો.

હવે સોનેરી બંગડી લઈને થોડો ફેવિકોલ લગાવીને વીડિયોમાં બતાવ્યા પ્રમાણે પહેલાંની બંગડીઓની ઉપર ગોઠવો. હવે સાઈડમાં ડેકોરેશન માટે 2 અલગ અલગ કલરના નંગનો ઉપયોગ કરો. તેને ફેવિકોલથી ચોંટાડો. વચ્ચે જે બંગડી લગાવી હતી તેમાં લોટનો દીવો મૂકો અને તેમાં દિવેટ મૂકીને તેલ ભરો અને તમારી આરતીની થાળી સરળ રીતે ફક્ત 5 રૂપિયામાં તૈયાર થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.