કચ્છમાં બોર્ડર નજીકના એક ગામ પર વિમાનોના ચક્કર પર ચક્કર લાગ્યાં, જોઈને આખા ગામમાં ફફડાટ, તપાસ કરી તો…

એક સમય એવો હતો કે ગામડામાં જ્યારે કોઈ વિમાન આકાશમાંથી નીકળે તો લોકોમાં કુતૂહલ જોવા મળતું હતું, નાના બાળકોથી માંડીને મોટા મોટા લોકો પણ ઘર બહાર નીકળીને આ નજારો જોતાં હતા. પરંતુ પછી ધીરે ધીરે આ વાત સામાન્ય બનતી ગઈ. ત્યારે હાલમાં વિમાનને લઈ એક જગ્યાએ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ભચાઉ તાલુકાના તેમજ ભારત- પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા ચોબારી ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખુબ જ નીચી ઉંચાઇ પર ઉડી રહેલા વિમાનનાં કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. નીચી ઉંચાઇએ ઉડી રહેલા વિમાનના કારણે ખુબ જ અવાજ પેદા થઇ રહ્યો હતો.

તે પ્લેન વાયુસેનાનું જ હોવાનું સામે આવ્યું હતું

image source

ગામના ડરેલા લોકોએ સરપંચને જાણ કરતા આખરે સરપંચ ભચાઉ પોલીસને જાણ કરી હતી. જો કે પોલીસ દ્વારા પણ આ અંગે તપાસ કરતા તે પ્લેન વાયુસેનાનું જ હોવાનું સામે આવ્યું હતું. બન્યું એવું કે, ગઇકાલે સરહદી ચોબારી ગામ ઉપર વિમાનોના ચક્કર લાગતા ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ચોબારી ગામમાં ખુબ જ નીચે ઉડી રહેલા વિમાનોને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે ગામના સરપંચે ભચાઉના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ દ્વારા જાણ કરી હતી.

ગામ લોકોને હાશકારો થયો હતો

image source

જો કે બાદમાં જાણવા મળ્યું હતું કે, ગામ પર રાઉન્ડ લગાવતા વિમાનો ભારતીય વાયુસેનાનાં હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ગામ લોકોને હાશકારો થયો હતો. જો કે ભારતીય વાયુસેના દ્વારા આ ચક્કર લગાવવાનું કારણ શું છે તે અંગે હજી સુધી કોઇ અધિકારીક નિવેદન સામે આવ્યું નથી. પરંતુ એક તારણ બહાર આવી જતાં ગામ લોકોમાં શાંતિનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ગામના સરપંચ વેલજીભાઇએ આ બાબતે જણાવ્યું હતું કે….

image source

સરહદી ચોબારી ગામના સરપંચ વેલજીભાઇએ આ બાબતે જણાવ્યું હતું કે, વિમાન દ્વારા અમારા ગામમાં ચક્કર લગાવવામાં આવી રહ્યા હતા. અમારુ ગામ સરહદી ગામ છે. જેના કારણે અમે દરેકે દરેક ગતિવિધિ પર બારીક નજર રાખીએ છીએ. હાલ જે પ્રકારે પાકિસ્તાન સાથે ટેન્શરન ચાલી રહ્યું છે તે જોતા ચોક્કસાઇ ખુબ જ જરૂરી છે. ત્યારે આ પ્લેનના ચક્કરની ગામ લોકોએ મને જાણ કરી હતી. અમે પોલીસને તત્કાલ જાણ કરી હતી. જો કે આ પ્લેનનાં વીડિયોનો શાંતિપુર્વક અભ્યાસ કરતા તે વાયુસેનાનું હોવાનું સામે આવ્યું છે. જેથી સમગ્ર ગામના લોકોને હાશકારો થયો હતો. હવે કોઈમાં ડરનો માહોલ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span