કેદારનાથ દુર્ઘટના: 7 વર્ષ પહેલા સર્જાયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાની તપાસ દરમિયાન 4 લોકોનાં મળ્યા કંકાલ મળ્યાં, થશે DNA સેમ્પલથી તપાસ

દરેક વ્યક્તિ તેના જીવનમાં એકવાર ચારધામ યાત્રા કરે તેવી ઈચ્છા રાખે છે. આ ચારધામમાંથી એક એવા કેદારનાથ ધામમાં આજથી 7 વર્ષ પહેલા ભયંકર વિનાશ સર્જાયો હતો. આ વિનાશ એવો હતો જેને આજ સુધી કોઈ ભુલી શક્યું નથી તેવામાં આ વિનાશની યાદ તાજા કરનાર ઘટના તાજેતરમાં બની છે. અહીંથી કેદારનાથ દુર્ઘટના સમયે મોતને ભેટેલા 4 લોકોના કંકાલ મળી આવ્યા છે.

image source

લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવા કેદારનાથમાં વાદળ ફાટવાથી વિનાશલીલા સર્જાય હતી. આ વિનાશમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતો. આ સંખ્યા કેટલી હતી તેનો કોઈ સાચો આંકડો પણ જાહેર થાય તેમ ન હતો પરંતુ આશરે આ ઘટનામાં 10 હજારો લોકોએ જીવ ગુમાવ્યો હતો. વાદળ ફાટતાં આખી ઘાટીમાં પાણી ફરી વળ્યું અને ગૌરીકુંડથી કેદારનાથ સુધીના વિસ્તાર નેસ્તોનાબૂત થઈ ગયા હતા.

image source

તેવામાં અહીંથી તપાસ કામગીરી કરતી ટીમને 4 કંકાલ મળી આવ્યા છે. આ કંકાલ હિમાલયન મંદિરના રસ્તે રામવાડી ખાતેથી મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં તપાસ અભિયાન ચાલી રહ્યુ છે જેમાં ટીમને 703 લોકોના કંકાલ મળી ચુક્યા છે. આ વિસ્તારમાં પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે.

image source

આ કંકાલના ડીએનએ સેમ્પલ લઈ તેમના અંતિમ સંસ્કાર રિત-રિવાજ સાથે કરવામાં આવ્યા. આ 4 લોકોના કંકાલના સેમ્પલને દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોના સેમ્પલ સાથે મેચ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશથી અહીં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે જેમાં કંકાલ મળી આવતા આ ઓપરેશન પૂરું થયુ છે. આ તપાસ અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં 793 લોકોના અવશેષ મળ્યા હતા જ્યારે 3000થી વધુ લોકો હજુ પણ લાપતા છે. આ તપાસ અભિયાન મંદિર નજીક પણ ચલાવવામાં આવ્યુ હતુ જ્યાંથી પણ અનેક લોકોના કંકાલ મળ્યા હતા.

image source

જણાવી દઈએ કે કેદારનાથ 14 જૂનથી 17 જૂન સુધી ભારે વરસાદ થયો હતો. તે દરમિયાન વાદળ ફાટવાની ઘટનાના કારણે ચોરાબાડી સરોવર તૂટી ગયુ અને આ વિસ્તારમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં આશરે 10 હજાર લોકોના જીવ ગયા હતા તથા આશરે 3 હજારથી વધુ લોકો ગુમ થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span