શું તમે કેરળ જવાનું વિચારી રહ્યા છો? તો આ વિસ્તારમાં ગયા વગર ના આવતા પાછા, નહિં તો બહુ પસ્તાશો

અલ્લેપ્પી માત્ર કેરળનું જ નહિ પણ ભારતના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળો પૈકી એક છે. આ જગ્યા સમુદ્રી બીચ, ખુબસુરત બેકવોટર, લૈગુનને કારણે વધુ જાણીતી છે. આ સ્થાનને પૂર્વનું વેનિસ પણ કહેવામાં આવે છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અહીં પારંપરિક નૌકા દોડનું પણ આયોજન થાય છે. આ નૌકા દોડ અહિં ફરવા આવતાં પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. એ સિવાય પણ અહીં ફરવા લાયક અનેક સ્થળો આવેલા છે. ખાસ કરીને અહીંની લીલોતરી પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. ત્યારે આજના આ પ્રવાસ સંબંધી લેખમાં આપણે અલ્લેપ્પી વિષે રોચક માહિતી જાણીશું.

image source

અહીંનું બેકવોટર અહીં આવતા પ્રવાસીઓ માટે ફરવા માટેનું એક સરસ સ્થળ છે જ્યાં પ્રવાસીઓ હાઉસબોટ્સ પણ બુક કરાવી શકે છે. અને અહીં આવતા મોટાભાગના પ્રવાસીઓમાં હાઉસબોટ્સમાં રહેવાનો અનુભવ લોકપ્રિય હોય છે. આ સ્થળની ચારેબાજુએ તમે નારિયળના ઝાડ, લીલીછમ લીલોતરી અને પ્રાકૃતિક સુંદરતા પણ નિહાળી શકો છો.

image source

એ સિવાય અહીં દૂર દૂર સુધી ફેલાયેલા અનાજના ખેતરો જોઈને કોઈનું પણ મન મોહી જાય. વળી, અહીં ફરવા માટે તમારે કોઈ મુશ્કેલીનો સામનો પણ નથી કરવો પડતો કારણ કે કુકથી માંડી ગાઈડ સુધી અહીં બધું મળી રહે છે. ખાસ કરીને ફોટોગ્રાફી કરવા માટે આ સ્થાન બેસ્ટ પ્લેસ છે.

image source

અલ્લેપ્પીમાં જઈને તમે દર્શનીય સ્થળોની મુલાકાત પણ લઇ શકો છો. મુલ્લાક્કલ રાજેશ્વરી મંદિર અને અન્ય મંદિરો પણ અહીં આવેલા છે. ઉપરાંત અલ્લેપ્પીમાં કૃષ્ણાપુરમ પેલેસ અહીંનું લોકપ્રિય અને મનમોહક સ્થાન છે. અસલમાં આ સ્થાન દક્ષિણ ભારતનું સંગ્રહાલય છે અને તેનો ઇતિહાસ 18 મી શતાબ્દી સાથે જોડાયેલો છે. જો તમે ઇતિહાસમાં રુચિ ધરાવતા હોય અને દક્ષિણ ભારતની સંસ્કૃતિને નજીકથી નિહાળવાનો અને સમજવાનો શોખ રાખતા હોય તો આ સ્થાન પર તમારે એક દિવસ ખાસ રોકાવું જોઈએ. અહીં વિતાવેલો એક દિવસ પણ તમારા જીવનમાં યાદગાર અનુભવ બનીને રહેશે.

image source

અલ્લેપ્પી સમુદ્ર કિનારાને સેન્ડ આર્ટ ફેસ્ટિવલ અને અલાપ્પુઝા બીચ ફેસ્ટિવલ માટે ખાસ ઓળખવામાં આવે છે. અલ્લેપ્પી બીચ પર દર વર્ષે ઓગસ્ટ મહિનામાં નહેરુ બોટ રેસ ટ્રોફીનું આયોજન કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્પર્ધા આખા કેરળનું આકર્ષણ છે. અલ્લેપ્પી સમુદ્ર કિનારો લગભગ 150 વર્ષથી પણ જૂનો માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span