અહીં જાણી લો કે હવે ડોનાલ્ડ ટ્રમ્પનું જીવન કેવું હશે? રાષ્ટ્રપતિની ખુરશી બાદ આખું જીવન જ બદલાઈ જાય

5 દિવસની જહેમત બાદ અમેરિકાની ચૂંટણીનું પરિણામ આવ્યું અને એમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર થઈ તેથી હવે રાષ્ટ્રપતિ પદ છોડવું પડશે. આવું થયા બાદ તેને પૂર્વ રાષ્ટ્રપતિઓ માટે બનાવેલા નિયમોનું પાલન કરવું પડશે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ પરથી દૂર થતાંની સાથે જ કેટલાક નિયમો લાગુ કરવામાં આવે છે.

image source

આ નિયમો અંતર્ગત, જ્યાં પૂર્વ રાષ્ટ્રપતિ પર આખી જીંદગી માટે અમુક નિયંત્રણો લાદવામાં આવે છે, તો કેટલીક શરતો પણ લાગુ કરવામાં આવે છે અને જે તેમના જીવનમાં કોઈ પ્રાઈવર્સી નામની વસ્તુ રહેવા દેતી નથી. સિક્રેટ સર્વિસ એજન્ટ દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિઓના નામ આવતા પેકેજો, પત્રો અથવા અન્ય વસ્તુઓની તપાસ કરવામાં આવે છે. યુએસ ટપાલ સેવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓના નામે આવેલા પેકેજની પણ તપાસ કરે છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા તેમના ફોન, ચેટ, મેસેજ પર પણ નજર રાખવામાં આવે છે.

image source

અમેરિકાના તમામ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓના જીવન હંમેશા જોખમમાં રહે છે. તેથી તેમને પૂર્ણ સુરક્ષા મળે છે અને ગુપ્ત સેવા એજન્ટો હંમેશા તેમની સાથે હોય છે. યુએસનો કોઈ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાહેરમાં વાહન ચલાવી શકતો નથી. યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય સુરક્ષાને લગતા મુદ્દાઓ પર માહિતી મેળવતા રહે છે.

image source

રાષ્ટ્રિય સુરક્ષા પરના જીવન માટે પૂર્વ રાષ્ટ્રપતિની સલાહ લેવામાં આવે છે. 1955ના રાષ્ટ્રપતિ પુસ્તકાલયો અધિનિયમ હેઠળ દરેક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નામ પર એક પુસ્તકાલય હશે. આ પુસ્તકાલયમાં રાષ્ટ્રપતિ તરીકે સંબંધિત વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને તેના કાર્યકાળની મોટી ઘટનાઓ વિશેની માહિતી શામેલ છે.

image source

આ સિવાય વાત કરીએ તો જો બાઇડેન કરોડથી વધુ ઇમીગ્રન્ટસને અમેરિકન નાગરિકતા આપવાના છે. બાઇડેન જે 1.1 કરોડ ઇમીગ્રન્ટસ લોકોને નાગરિકતા આપવાની દિશામાં રોડમેપ બનાવા માટે કામ કરશે તેમાં પાંચ લાખ ભારતીય સામેલ છે. બાઇડેનની જીતની સાથે જ ગુજરાતીઓ માટે પણ ફાયદાના સમાચાર આવ્યા છે. બાઇડેનના ચૂંટણી પ્રચાર દરમ્યાન રજૂ કરાયેલા દસ્તાવેજના મતે તેઓ તરત જ પોતાની સિસ્ટમને અધુનિક બનાવનાર કાયદાકીય ઇમીગ્રેશન રિફોર્મને પાસ કરવા માટે કોંગ્રેસની સાથે કામ કરવાનું શરૂ કરી દેશે. તેમાં 1.1 કરોડ અનિશ્ચિત ઇમીગ્રન્ટસ માટે નાગરિકતાનો રોડમેપ તૈયાર કરવાનું સામેલ છે.

image source

આ ઇમીગ્રન્ટસમાં પાંચ લાખ ભારતીય છે. ઉલ્લેખનીય છે કે જો બાઇડન ચૂંટણી પ્રચારમાં વારંવાર કહી ચૂક્યા હતા કે, ઇમિગ્રન્ટ્સને કારણે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વૈવિધ્યતા આવે છે. સાથો સાથ બાઈડન વીઝા, ઇમિગ્રેશનને લઈને મોટા સુધારાઓ લાગુ કરવાનું વચન આપી ચૂક્યા છે.

image source

એવા ઘણા ગુજરાતી પરિવારો છે જેમના માથે અમેરિકામાંથી હકાલપટ્ટીનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે બાઇડન એવી જાહેરાત કરી ચૂક્યા છે કે પરિવારો અતૂટ રહે એનો પ્રયાસ કરવામાં આવશે. નિષ્ણાતોના મતે બાઇડેનની જીતની સાથે જ 5 લાખ ભારતીયો માટે સિટિઝનશિપનો માર્ગ મોકળો બનશે. પૉલિસી ડોક્યુમેન્ટમાં કહ્યું છે કે બાઇડેન અમેરિકા આવનાર શરણાર્થીઓનું સ્વાગત કરે છે.

image source

નવી નીતિ બાદ અમેરિકા આવનાર વાર્ષિક વૈશ્વિક શરણાર્થીઓની સંખ્યા 1.25 લાખ નક્કી કરાશે. પૉલિસી ડોક્યુમેન્ટના અનુસાર આ આપણા મૂલ્યો અને અભૂતપૂર્વ વૈશ્વિક આવશ્યકતાની અનુરૂપ હશે. બાઇડેન વાર્ષિક 95000 શરણાર્થીઓની ન્યૂનતમ પ્રવેશ સંખ્યા નક્કી કરવા માટે કોંગ્રેસની સાથે પણ કામ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.