ખીર, પરાઠા કે સેન્ડવીચ, કંઈ પણ બનાવવું હોય તો રસોઈમાં અપનાવી લો આ ટિપ્સ, મળશે કમાલનો સ્વાદ

રસોડું સંભાળવું સહેલી વાત નથી, પણ જો તેમાં કામ કરતી સમયે કેટલીક ખાસ સૂઝ દાખવવામાં આવે તો તે કામ સરળ તો બને જ છે, સાથે જ તેમાં ઝડપ પણ આવે છે. કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખી દેવાથી રસોઇ સારી અને સ્વાદિષ્ટ બને છે. તે તમારા વખાણ કરવા માટે અન્યને મજબૂર કરે છે. આજે અહીં આવી જ કેટલીક રસોઇ ટિપ્સ આપવામાં આવી છે જે તમારા રસોઇના કામમાં સ્વાદને તો વધારશે સાથે તમારો સમય અને રૂપિયાની પણ બચત કરશે.

image source

– ખીર બનાવતી વખતે જ્યારે ચોખા ચઢી જાય ત્યારે ચપટી મીઠું નાંખો. ખાંડ ઓછી લાગશે અને ખીર લાગશે સ્વાદિષ્ટ.

– ટામેટાની સીઝન ન હોય તો ગ્રેવીમાં ટામેટાનો સોસ વાપરી શકાય છે.

– ગ્રેવીનો ટેસ્ટ વધારવા માટે તેમાં થોડી ખાંડ મિક્સ કરવાથી તેનો સ્વાદ અને રંગ બંને જળવાઈ રહે છે.

image source

– ચીઝને છીણ્યા બાદ મશીનને સાફ કરવા તેની પર બટાકું છીણી લો. તેના કાણામાં ભરાયેલું ચીઝ જલ્દી સાફ થઈ જશે.

image source

– ટામેટા પર તેલ લગાવીને શેકશો તો તેની છાલ સરળતાથી નીકળી જશે.

– પરોઠા બનાવતી વખતે લોટોમાં એક બાફેલું બટાકું અને ચમચી અજમો નાંખશો તો તે સ્વાદિષ્ટ બનશે.

– પરોઠા માખણથી શેકશો તો તે કુરકુરા અને સ્વાદિષ્ટ બનશે.

image source

– પનીરને ઘણા દિવસો સુધી તાજુ રાખવા માટે તેને ફ્રિજમાં મુકતા પહેલા બ્લોટિંગ પેપરમાં લપેટી દો.

– અથાણા પર ફુગ આવતા બચાવવા માટે બરણીમાં થોડા દિવસો માટે થોડી સેકેલી હિંગ મુકી દો.

– વધુ પડતા પાકી ગયેલા ટામેટાને બીજીવાર તાજા કરવા માટે તેને મીઠુ નાખેલા ઠંડા પાણીમાં આખી રાખ રહેવા દો.

– શાકભાજીઓને અનેક દિવસો સુધી તાજી રાખવા માટે તેને ફ્રિઝમાં મુકતા પહેલા છાપામાં લપેટી દો.

– સ્વાદિષ્ટ ચીઝ સેંડવિચ બનાવવા માટે બ્રેડની સ્લાઈસ પર ચીઝની એક પરત મુક્યા પછી તેને ઝીણી સમારેલી શિમલા મરચું, ડુંગળી, ચિકન અથવા બીંસ મુકીને તેને માઈક્રોવેવમાં ચીઝ સોનેરી થતા સુધી સેકાવા દો.

image source

– ઢોસા બનાવતા પહેલા તેના મિશ્રણમાં બે મોટી ચમચી બાફેલા ચોખા મિક્સ કરી દો. આનાથી તે તવા પર ચોંટ નહી અને કુરકુરા પણ બનશે.

– મહેંદીના ડાઘા સરળતાની કાઢવા માટે કપડાને ગરમ દૂધમાં ભીનું કરો અને પછી સાબુથી ધોઇ કાઢો.

– સંતરાની છાલને સાવ જીણી કાપીને પાણીમાં ધોઇને સારી રીતે નીચોવી તેમાં ગોળ, વરિયાળી, મીઠું, મરી અને સામાન્ય હિંગ નાંખી પીસી લો. આ ચૂર્ણને ખાઓ, તમને તેનો સ્વાદ અચૂક પસંદ પડશે.

– સૂકાયેલી ડબલરોટીને સૂકવીને પીસીને શીશીમાં ભરી લો. કટલેટ્સ બનાવતી વખતે કટલેટ્સને આ ચૂરણમાં લપેટો.

image source

– મલાઇમાંથી માખણ કાઢીને વધેલા દૂધને લીંબુથી ફાડી લો, અને પનીર તૈયાર કરો.

– રસગુલ્લાની વધેલી ચાસણી હલવો, શાહી ટોસ્ટ કે બરફી બનાવવામાં વાપરી શકાશે.

– બટાકાની સૂકી ભાજી કે રસાવાળું શાક બનાવી રહ્યાં છો તો તેમાં મોટી ઇલાયચી નાંખી દો. નવો જ સ્વાદ બનશે.

image source

– શાકનો વઘાર કરતી વખતે તેલમાં પહેલા હળદર નાંખો, તેલના છાંટા ઓછા ઉડશે.

– કોઇપણ રસાવાળું શાક ઘટ્ટ કરવું હોય તો ઘીમાં શેકેલી ડબલરોટીનો ભૂક્કો તેમાં મિક્સ કરી દો. આનાથી શાક ઘટ્ટ તો થશે જ સાથે સ્વાદિષ્ટ પણ બનશે.

– શાકમાં મરચું વધુ પડી જાય તો તેમાં થોડો ટોમેટો સૉસ કે દહીં નાંખો. શાકની તીખાશ ઓછી થઇ જશે.

image source

– વટાણાં, લીલા ચણા વગેરે લીલા દાણાના શાકને રાંધ્યા બાદ પણ તેનો રંગ યથાવત રાખવા માટે તેને રાંધતી વખતે જ ચપટી ખાંડ નાંખી દો.