લાલ ખારેકનો હલવો – વિટામીન્સ અને મિનરલ્સથી ભરપૂર એવી ખારેકનો હલવો…

કેમ છો ફ્રેંડસ…

હવે ચોમાસા ની સિઝન ચાલુ થઈ ગયી છે …અને સાથે વ્રત ઉપવાસ ચાલુ થઇ ગયા છે…તો હું આજે ઉપવાસ માં ખાયી શકાય તેવો હલવો લઈ ને આવી છું… “લાલ ખારેક નો હલવો” ખારેક 2 ટાઈપ ની મળતી હોય છે લાલ અને પીળી હમણાં આ સિઝન માં બધા ફ્રુટ વારા પાસે આ ખારેક મળી રહે છે… ખારેક એટલે ક્ચ્છ નો મેવો કેવાય છે…આ ખારેક ના ફાયદા પણ ઘણા છે.. તમે પીળી ખારેક નો પણ હલવો બનાવી શકો છો…. અને આ ખારેક અને વિટામીન્સ અને મિનરલ્સનો ખજાનો છે.

તો ચાલો ફ્રેંડ્સ જોઈ લઈએ હલવા માટે ની સામગ્રી અને સાથે એના ફાયદા ….

“લાલ ખારેક હલવા”

  • 1 બાઉલ – લાલ ખારેક
  • 1 બાઉલ – દૂધ
  • 2 ચમચી – ખાંડ
  • 2 ચમચી – મિલ્ક પાવડર
  • 2 ચમચી – બદામ
  • 2 ચમચી – ઘી
  • 1 ચમચી – એલચી પાવડર
  • 1 ચમચી – કેસર પલાળેલું દૂધ

રીત :-

સૌથી પહેલા ખારેક ના ઠળિયા કાઢી મિક્સર માં પીસી લેવાની .

હવે એક પ્યાન માં ઘી લઇ ખારેક ને શેકી લેવું.

હવે તેમાં દૂધ ઉમેરી ફરી થોડીવાર શેકવું.દૂધ નાખી પછી એકદમ લચકા પડતું થાય ત્યાસુધી શેકવું.

હવે તેમાં મિલ્કપાવડર , ખાંડ ,અને ડ્રાયફ્રુટ નાખી મિક્સ કરવું.

તો તૈયાર છે સરસ વ્રત માટે નો હલવો….

ખારેકથી કબજિયાત દુર થાય છે.

વારંવાર શરદી થતી હોય તે વ્યક્તિએ પણ ખારેક ભરપુર ખાવી.

તે કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરીને હાર્ટ ડિસીઝનું રિસ્ક ઘટાડે છે.

ખારેક ડાયાબીટીસ, ઉધરસ, નબળાઇ અને દાંતના દુખાવામાં પણ ઉપયોગી છે.

વેઇટલોસ માટે પણ તે બેસ્ટ છે. સાંજે ચાર-પાંચ ખારેક ખાઇ લઇએ તો ભુખ લાગતી નથી…

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.