વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જાણો ઘરમાં પિરામિડ રાખવાના લાભ વિશે…

પિરામિડ વિશ્વની સાત અજાયબીઓમાંથી એક છે તે વાત સૌ કોઈ જાણે છે. પરંતુ આજે આપણે જે પિરામિડની વાત કરવા જઈ રહ્યા છીએ તે મિસ્ત્રના પિરામિડ નહીં પણ ઘરમાં રાખી શકાય તે પિરામિડ છે. ઘરમાં જે પિરામિડ રાખવામાં આવે છે તેનો આકાર પણ પથ્થરના વિશાળ પિરામિડ જેવો જ હોય છે કારણ કે આ આકાર ઉર્જાને આકર્ષિત કરે છે. પિરામિડની બનાવટ ત્રિકોણાકાર ખાસ કારણથી હોય છે. તો આજે આપણી આ ઉર્જા અને શક્તિ વિશે જ જાણકારી મેળવીએ.

image source

વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરમાં પિરામિડ રાખવાની સલાહ આપવામાં આવે છે. તેનું કારણ છે કે પિરામિડ ઘરમાં રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે. આવા ઘરમાં રહેતી વ્યક્તિ રોગમુક્ત, દીર્ઘાયુ અને સકારાત્મક વિચારસરણીવાળા હોય છે. પિરામિડ ઘરમાં સ્થાપિત કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ પિરામિડ ઘરના મંદિરમાં અથવા જે સ્થાન પર વાસ્તુદોષ હોય ત્યાં રાખવું જોઈએ.

Copper Vastu Pyramid for Positive Vaastu Energy Vibration Home Office
image source

નવ આકૃતિવાળા પિરામિડને નજર સમક્ષ રાખી ગણેશ મંત્ર અથવા સરસ્વતી મંત્રનો જાપ કરવાથી વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધે છે. બાળકોના અભ્યાસ કરવાના રૂમમાં આ પ્રકારનું પિરામિડ રાખવાથી તેમની સ્મરણશક્તિ પણ વધે છે.

image source

પિરામિડની સ્થાપના વેપાર-ધંધામાં લાભ માટે પણ કરી શકાય છે. તેના માટે લક્ષ્મી મંત્રથી અભિમંત્રિત પિરામિડને ઓફિસ કે દુકાનના ઈશાન ખૂણામાં અથવા તો ઉત્તર દિશામાં સ્થાપિત કરવું.

image source

પિરામિડની શક્તિ તેની ખાસ પ્રકારની રચનામાં સમાયેલી હોય છે. પિરામિડની ત્રિકોણાકાર આકૃતિ ઉર્જાને પોતાની અંદર આકર્ષિત કરે છે. ઉર્જાને વધારે આકર્ષિત કરવા માટે તેની નીચે નવ આકૃતિવાળું પિરામિડ રાખવામાં આવે છે. 9 અંક પૂર્ણતા અને શક્તિનું પ્રતિક છે. આ કારણથી ઘરમાં પિરામિડ રાખવાની સલાહ આપવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.