મહિલાની બીમારીએ કર્યા ડોક્ટર્સને પણ અચંબિત, પેટમાંથી જે નીકળ્યું તે જાણીને નહીં આવે વિશ્વાસ

અનેકવાર દર્દીઓને એવી સમસ્યાઓ આવે છે જેના કારણે ડોક્ટર્સ પણ વિચારમાં પડી જાય છે. રોજે રોજ આવી રહેલી નવી બીમારીઓના કારણે તમને મોટું આશ્ચર્ય થાય તે શક્ય છે. આવો ડ એક કિસ્સો હમણાં ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ એક દવાખાનામાં એડમિટ થયેલી 52 વર્ષની મહિલાની સર્જરીએ સોશ્યલ મિડીયા પર ખળભળાટ મચાવ્યો હતો.

52 વર્ષની એક મહિલા દવાખાનામાં મોટુ પેટ લઇને દાખલ થઇ. અહીં સારવાર દરમિયાન જાણવા મળ્યું છે કે તેને ટ્યુમર છે. આ ટ્યુમરના કારણે મહિલાનું પેટ ફૂલી ગયુ હતું, ત્રણ કલાકની સર્જરી બાદ મહિલાની પેટનું ટ્યુમર કાઢી નાંખવામાં આવ્યું હતું.

image source

આટલા કિલોનું હતું ટ્યુમર

ભારતમાં દુનિયાના સૌથી મોટા ઓવરી ટ્યુમરનું સક્સેસફૂલ ઓપરેશન કરવામાં આવ્યુ હતું. મહિલાનું કુલ વજન 108 કિલો હતું અને તેના પેટમાં થયેલા ટ્યુમરનું વજન 50 કિલો 800 ગ્રામ હતું અને મહિલાની ઉંમર 52 વર્ષ હતી. આ મહિલાને અચાનક જ પેટ વધવાની સમસ્યા શરૂ થઇ ગઇ હતી. તેની એડીઓ સૂજી ગઇ અને તે મહિલા સરખી રીતે ઉભી પણ નહોતી રહી શકતી. આ સમસ્યાથી પરેશાન થયા બાદ આખરે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

અગાઉ કર્યા હતા આ પ્રયાસ

image source

ડાયટિશ્યિનની સલાહ અનુસાર તેણે ડાયટ કર્યું હોવા છતાં પણ તેનું પેટ સતત વધી રહ્યું હતું. પેટમાં ટ્યુમર હતું તેવો તેને ખ્યાલ પણ ન હતો. તેના પેટના ભાગનો વજન તેના શરીરના વજનના 45 ટકા થઇ ગયુ હતું. જ્યારે તે મહિલાની તકલીફ ખૂબ વધી ગઇ ત્યારે તેને દિલ્હીના એક દવાખાનામાં લઇ જવામાં આવી. બાદમાં ટ્યુમર હોવાનું નિદાન થયુ અને ત્રણ કલાકની સર્જરી બાદ ટ્યુમરને કાઢી દેવામાં આવ્યું.

image source

સર્જરી કરનાર ડૉક્ટરે કહ્યું કે 30 વર્ષના કરિયરમાં આવો કેસ તેમણે ક્યારેય નથી જોયો. તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે જો આ મહિલાનું ટ્યુમર કાઢવામાં ન આવ્યું હોત તો તેના ગર્ભાશયમાં વિસ્ફોટ થઇ શકતો હતો. સર્જરી પહેલા મહિલાને ઘણું લોહી ચડાવવામાં આવ્યું હતુ, કારણકે તેને એનીમિયા થઇ ગયો હતો જેના કારણે તેને હિમોગ્લોબિનની ખામી પણ થઇ ગઇ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.