જો તમારા ઘરના મુખ્ય દ્વારની સામે આ વસ્તુઓ હોય તો આજે જ હટાવી લો, નહિં તો…

ઘરનું વાસ્તુ શાસ્ત્ર પણ આપણા જીવનને ખુબ જ પ્રભાવિત કરે છે. ઘરના વાસ્તુમાં ના ફક્ત ઘરની અંદર રહેલ વસ્તુઓ ઉપરાંત ઘરની આસપાસની વસ્તુઓથી પણ વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. વાસ્તુ દોષ ઉત્પન્ન થવાથી એવા ઘરમાં રહેનાર પરિવારના સભ્યોને શારીરિક, આર્થિક, માનસિક અને પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગે છે.

image source

ઘરનું મુખ્ય દ્વાર ઘરમાં રહેતા વ્યક્તિઓ માટે જેટલો મહત્વનો હોય છે એટલું મહત્વનું મુખ્ય દ્વાર માંથી આવતા ઉર્જા સ્ત્રોતો માટે પણ ઘણા મહત્વના હોય છે. જો આપના ઘરનો મુખ્ય દ્વાર યોગ્ય દિશામાં હોવો ઘણો જરૂરી છે. ઉપરાંત ઘરની સામેની તરફ આવેલ વસ્તુઓ પણ સામેના ઘરમાં રહેતા પરિવારના સભ્યો પર સકારાત્મક અને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. આ લેખમાં અમે આપને જણાવીશું કે, ઘરની સામે એવી કઈ વસ્તુઓ છે જે ઘરની સામે હોવી જોઈએ નહી. જો આપના ઘરની સામે એવી કોઈ વસ્તુ હોય છે તો આપના પરિવાર માટે મુશ્કેલીઓ આવી શકે છે.

આ વસ્તુઓ ઘરના મુખ્યદ્વારની સામે હોવી જોઈએ નહી.:

image source

-આપના ઘરની સામેની તરફ કોઈપણ પ્રકારના કાંટાળા છોડ કે પછી જેમાંથી દૂધ નીકળતું હોય તેવા છોડ લગાવવા જોઈએ નહી. જો આપના ઘરની સામેની તરફ કાંટાળા છોડ કે પછી દૂધ નીકળતા છોડ હોય છે તો આપના પરિવારના સભ્યોની મધ્યે મતભેદ વધતા જાય છે.

image sourcce

-આપે આપના ઘરની સામે ક્યારેય પણ ગંદા પાણીને એકઠા થવા દેવું જોઈએ નહી કેમ કે, જો આપના ઘરની સામે ગંદુ પાણી એકઠું થાય છે તો આપના ઘરની આર્થિક સ્થિતિ અને માન- સમ્માનમાં ઓછપ આવવા લાગે છે.

image source

-જો આપના ઘરના મુખ્ય દરવાજાની સામે અને આસપાસ પથ્થરોને ભેગા થવા દેવા પણ વાસ્તુ શાસ્ત્રના વિજ્ઞાનમાં જણાવ્યા મુજબ અનુકુળ હોતું નથી. પણ આપના ઘરની આસપાસ કે પછી સામેની તરફ પથ્થરો ભેગા થઈ જાય છે તો એનાથી આપના જીવનમાં પ્રગતિની ગતિ ઘટતી જાય છે. આ ઉપરાંત ઘરની સામેની તરફ કે પછી આસપાસ કચરા પેટી રાખવી અશુભ હોય છે.

image source

-વાસ્તુ શાસ્ત્રમાં વીજળીના થાંભલાને ઘરના મુખ્ય દ્વારની સામે હોય છે તો તે ઘરમાં રહેતા લોકોની પ્રગતિમાં વિઘ્ન સ્વરૂપ માનવામાં આવે છે. આપના ઘરની સામે કે પછી આગળની તરફ ઘણા વધારે ઘટાદાર ઝાડ હોવા જોઈએ નહી કેમ કે, જો આપના ઘરની આસપાસ કે પછી સામેની તરફ અત્યંત ઘટાદાર ઝાડ હોય છે તો એનાથી આપના ઘરમાં સકારાત્મક ઉર્જા ઓછી આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.