મલાઇકાની આ તસવીર સોશિયલ મિડીયા પર મચાવી રહી છે ધૂમ, જેમાં કરી રહ્યું છે કંઇક…..

જ્યારથી મલાઈકા અરોરાએ મંડે મોટિવેશનની પોસ્ટ શેર કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી તમારામાંથી ઘણા બધા લોકોને ફીટ રહેવાની પ્રેરણા તેમાંથી મળતી હશે. તેણી લગભગ એક વર્ષથી આવું કરી રહી છે. અને આ 12 મહિનામાં તેણીએ દરેક પ્રકારની મુદ્રાઓને શેર કરી છે જે શરીર માટે લાભપ્રદ સાબિત થઈ શકે છે. આ અઠવાડિયે તેણીએ પિરામિડ પોઝ કરતી એક તસ્વીર શેર કરી છે.

image source

તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પિરામિટ પોઝ કરતી તસ્વીર શેર કરી છે અને તેને કેવી રીતે કરવું તેનું વર્ણન પણ કર્યું છે. તેણીએ લખ્યું છે ‘નમસ્તે ! સોમવાર પાછો આવી ગયો છે અને માટે હું છું. ચાલો મંડે બ્લૂઝથી દૂર થઈ જઈએ અને પોતાને #MalaikasMoveOfTheWeekની સાથે એક શાનદાર શરૂઆત આપીએ.’

બોલીવૂડની ઘણી બધી હસ્તીઓએ પોતાના ઇન્ટર્વ્યૂઝમાં જણાવ્યું છે કે તમારી ફીટનેસ તમારા વ્યાયામ પર આધાર રાખે અને તે તમારા આહાર પર કેટલો નિર્ભર કરે છે. અરોરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉટ પર ઇમ્યુનિટી વિષે પણ ખૂબ વધા વિડિયો શેર કર્યા છે અને પોતાના ફેન્સને તેણી તે ખાદ્ય પદાર્થો તેમજ ડ્રિંક્સ વિષે જણાવે છે અને તે બાબતે શેર પણ કરે છે જે આપણા માટે લાભપ્રદ હોય છે.

image source

મલાઇકા અરોરા હાલ ટીવી રિયાલિટી શો ઇંડિયાઝ બેસ્ટ ડાન્સરમાં ગીતા કપૂર અને રેટેન્સ લુઈસ સાથે જજ તરીકે આવે છે. થોડા સમય પહેલાં, મલાઇકાને પણ કોરોના વાયરસનું સંક્રમણ થયું હતું, ત્યાર બાદ નોરા ફતેહીને થોડા અઠવાડિયા માટે તેણીની જગ્યાએ જજ તરીકે લાવવામાં આવી હતી. જો કે તેણીના ઠીક થયા બાદ તેણી જજ તરીકે પાછી આવી ગઈ છે.

બે દિવસ પહેલાં બ્રાઉન રંગની ચળકતી સાડી પહેરી આપ્યા જોરદાર પોઝ

image source

બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાના સ્ટાઇલિશ અંદાજને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં બ્રાઉન રંગની ચળકતી સાડીમા તેણી જોવા મળી છે. મલાઈકા અરોરા આ તસ્વીરોમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી છે. એક્ટ્રેસ આ તસ્વીરોમાં ખૂબ સુંદર લાગી રહી છે. સાથે તેણીના ખુલા વાળે તેણીના સૌંદર્યમાં ચાર-ચાંદ લગાવી દીધા છે.

આ તસ્વીરોને શેર કરતાં મલાઈકા અરોરાએ કેપ્શમાં લખ્યું છે, ‘લાંબાઈ અને ગર્વ સાથે ઉભા રહો.’ તમને જણાવી દઈએ કે અભિનેત્રી મલાઈકા અરોરાનો આ લૂક રિયાલિટી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાંસનો છે. આ તસ્વીરોમાં મલાઈકા ખૂબ સુંદર લાગી રહી છે. અભિનેત્રીની આ પોસ્ટ પર લોકોએ ખૂબ કમેન્ટ કરી છે અને પ્રતિક્રિયા આપી છે.

image source

હાલ તેણી ઇન્ડિયાઝ બેસ્ટ ડાંસરમાં જજ છે તો આ પહેલાં તેણી ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડેલમાં પણ જજ રહી ચુકી છે. કામ ઉપરાંત મલાઈકા અરોરા પોતાના ગ્લેમરસ લૂક અને સ્ટાઇલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.

તેણીની તસ્વીરો કે વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વયારલ થાય છે. માત્ર એટલું જ નહીં મલાઈકા અવારનવાર અર્જુન કપૂર સાથેના પોતાના સંબંધોને લઈને પણ સમાચારમાં રહે છે. અવારનવાર તે બન્નેને પાર્ટી કરતા જોવામાં આવ્યા છે.