જુઓ હાથ વિનાના એક એવા ખેલાડીનો VIDEO, જે જોઈને તમને પણ લાગશે નવાઈ અને બોલી ઉઠશો…

જો માણસની અંદર કઈંક કરી દેખાડવાની હામ હોય તો તેના માટે કોઈ કામ મુશ્કેલ નથી રહેતું. ઉલ્ટાનું અઘરામાં અઘરું કામ અને વિપરીત પરીસ્તીથીઓ પણ તેમના તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં બાધા નથી નાખતી. આવા હિંમતવાન વ્યક્તિઓના સેંકડો નહિ પણ હજારો કિસ્સાઓ આપણને હારીને પણ ફરી ઉભા થવાની પ્રેરણા પુરા પાડતા હોય છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે આવા જ એક વ્યક્તિ મહોબ્બત ઈકરામની વાત કરવાના છીએ જેની કાબેલિયતની ચર્ચા વિશ્વભરમાં થઇ રહી છે.

image source

મહોબ્બત ઈકરામ અસલમાં આપણા પાડોશમાં આવેલા પાકિસ્તાન દેશનો રહેવાસી છે પરંતુ નવાઈની વાત એ છે કે મહોબ્બત ઈકરામને બે માંથી એક પણ હાથ નથી. હાથ વિના પણ ઈકરામની હામ વધુ શક્તિશાળી હતી અને તેણે પોતાની ખોટ સહીત સ્નૂકર ગેમ રમવાનું નક્કી કર્યું અને પોતાની દાઢી વડે સ્નૂકર ગેમ રમવાની શરુ પણ કરી. ઈકરામની આ અનોખી કાબેલિયતની વિશ્વભરમાં ચર્ચા થઇ રહી છે. કારણ કે સ્નૂકર એક એવી રમત છે જેમાં એક પાતળી લાકડી વડે બોલને શોટ કરવાનો હોય છે પરંતુ ઈકરામ પાસે હાથ જ ન હોવાથી તેણે પોતાની દાઢી વડે સ્નૂકરની ગેમ રમવાનું શરુ કર્યું. એટલું જ નહિ પણ આ રીતે સ્નૂકરની ગેમ રમનાર તે વિશ્વનો સૌપ્રથમ ખેલાડી પણ બન્યો.

તાજેતરમાં જ મહોબ્બત ઈકરામનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો પંજાબ પ્રાંતના ફૈસલાબાદના એક નજીકના શહેરમાં આવેલા “બ્લેક પોટ સ્નૂકર ક્લબ” માં શૂટ કરવામાં આવ્યો હતો.

image source

મહોબ્બત ઈકરામે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિશ્વમાં દાઢી વડે સ્નૂકર ગેમ રમતો હોય તેવો તે એકમાત્ર ખેલાડી છે અને તે પોતાની આ કાબિલિયત વડે પોતાના દેશનું નામ રોશન કરવા માંગે છે. સાથે જ તે અન્ય સ્નૂકર ખેલાડીઓને આ રીતે સ્નૂકર ગેમ રમવાની ચેલેન્જ પણ કરે છે. નોંધનીય છે કે સામાન્ય જીવનમાં પણ ઈકરામને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેને ન્હાવા અને ખાવા જેવી મૂળભૂત જરૂરિયાત માટે અન્ય વ્યક્તિની જરૂર પડતી હોય છે.

image source

ઈકરામની આ મૂળભૂત જરૂરિયાતના કામ માટે તેના પિતા તેને મદદ કરે છે જેમ કે કપડાં બદલવા, નહાવું વગેરે.. ઈકરામના કહેવા મુજબ જો તમારી પાસે હાથ હોય તો તમે કામ કરી શકો છે પરંતુ જો તમારી પાસે હાથ ન હોય તો કામ કરવું મુશ્કેલ બની જાય છે. ઈકરામને એ વાતની ખુશી છે કે દાઢી વડે સ્નૂકરની ગેમ રમવા બદલ લોકો તેની પ્રશંશા કરે છે અને તેને અન્ય વ્યક્તિઓ માટે પ્રેરણારૂપ ગણે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span