માનવતા થઈ શર્મસાર, દુષ્કર્મનો અંત ક્યારે !

હાથરસના દુષ્કર્મની આગ દેશભરમાં ફેલાઈ છે ત્યારે યૂપીમાં છેલ્લા એક અઠવાડિયામાં 8 દુષ્કર્મની ઘટનાઓ બની છે. તેનો રેલો ગુજરાત સુધી પણ પહોંચ્યો છે. યૂપીમાં એક સગીર દલિત યુવતીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાના કાંડમાં અનેક જિલ્લાઓમાં દુષ્કર્મની ઘટનાઓ અંગે લોકોનો ગુસ્સો હજુ શમ્યો નથી. ત્યાં યુપીના જ ભદોહી વિસ્તારની એક 14 વર્ષીય દલિત કિશોરી સાથે દુષ્કર્મની ઘટના બહાર આવી હતી. આ કિશોરીના માથાના ટુકડા કરી તેની હત્યા કરવામાં આવી છે. યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેની પુત્રીની બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી છે.

બંધ નથી થઈ રહી દુષ્કર્મની ઘટનાઓ…

image source

ઉત્તર પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધના ગુન્હાઓ તમામ પ્રકારના દાવાઓ છતાં બંધ થવાનું નામ લઈ રહ્યા નથી. પહેલા હાથરસમાં એક દલિત પરિવારની પુત્રી સાથે ક્રૂરતા અને જંગાલિયતની તમામ હદોને વટાવે તેવુ કૃત્ય કરાયું. ત્યારબાદ તરત યૂપીના બલરામપુર માંથી એક અન્ય આવી ઘટના સામે આવી. ત્યાર પછી તો જાણે કે આવી ઘટનાઓની એક આખી શ્રેણી જ રચાઇ ગઈ.

એક અઠવાડિયામાં ક્યાં બની દુષ્કર્મની ઘટનાઓ

image source

છેલ્લા અઠવાડિયામાં યુપીના હાથરસ બાદ, બલરામપુરમાં એક કોલેજ વિદ્યાર્થિની સાથે ગેંગરેપ અને હત્યા, અમેઠીમાં 15 વર્ષની દલિત સગીરા સાથે દુષ્કર્મ, બુલંદશહેરમાં એક સગીર યુવતી સાથે દુષ્કર્મ, બાગપતની યુવતી સાથે દુષ્કર્મ , ફતેહપુરમાં માત્ર 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ અને આજમગઢમાં માત્ર 8 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ ની ક્રૂરતા અને હેવાનિયત ભરી ઘટનાઓ સામે આવી હતી. આ કડીમાં ગુજરાત અને મધ્યપ્રદેશ પણ પાછળ નથી, આજે મધ્યપ્રદેશના ખરગૌન અને ગુજરાતના સાબરકાંઠાના ગાંભોઈ ખાતે પણ દુષ્કર્મની ઘટનાઓ બહાર આવી હતી.

રાજસ્થાનમાં પણ વધી રહ્યા છે દુષ્કર્મના બનાવ

image source

આ સિવાય રાજસ્થાનમાં જયપુરમાં એક ૮ માં ધોરણની વિદ્યાર્થીની સાથે અને અજમેરમાં પીડિતાના મોઢામાં કપડું નાખીને સતત 8 કલાક સુધી દુષ્કર્મ ની ઘટના બહાર આવી છે. બિહારના લખીસરાયમાં એક 9 માં ધોરણના વિદ્યાર્થીએ દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી હતી, જેમાં પીડિતાએ ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો અને ઝારખંડના રાંચીમાં એક 60 વર્ષના વૃદ્ધે 4 વર્ષની વાલકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં આરોપીની ધરપકડ કરાઈ હતી.

શું કહી રહી છે યુપી પોલીસ ?

image source

ભદોહી પોલીસ અધિક્ષક રામ બદનસિંઘનું કહેવું છે કે પોલીસ બળાત્કાર અને અન્ય મુદ્દાઓ પર તપાસ કરી રહી છે. તેણે જણાવ્યું હતું કે સગીર બાળકીનું માથુ કચડી નાખતાં તેની હત્યા કરવામાં આવી છે. સગીરા પર બળાત્કાર થયો છે કે નહીં તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ જાણવા મળશે.

image source

આ ઘટના અંગે વિસ્તારના લોકોમાં રોષ છે. જોકે, પોલીસ આ કેસની તપાસમાં દરેક પગલા ભરી રહી છે. કારણ કે આ પહેલા બલરામપુરના હાથરસમાં દલિત યુવતી પર દુષ્કર્મ અને હત્યાના કેસોએ પોલીસ અને કાયદાની વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન મુક્યું છે. હાથરસમાં દલિત યુવતીની લાશ બળજબરીપૂર્વક સળગાવી દેતા પોલીસ અને સરકારને પણ નુકસાન થયું છે. વિપક્ષે પણ યુપી સરકારની કામગીરી પર પ્રશ્નો સર્જ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span