મહિલા સાથે બળજબરી કરવી આ યુવકને પડી ભારે, રણચંડી બનેલી યુવતીએ નરાધમને યમલોક પહોંચાડી દીધો

દેશમાં દુષ્કર્મની ઘટનાએ દિવસેને દિવસે વધી રહી છે. તાજેતરમાં જ ઉત્તરપ પ્રદેસના હાથરસમાં બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે તો બીજી તરઉ ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસમાં 4 દુષ્કર્મની ઘટના સામે આવી ચુકી છે. જેમા જામનગર, હળવદ, બોડેલીના ઘટના સામેલ છે. જેને લઈને મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી રહ્યા છે. હદમાશો બેખોફ બની મહિલાઓની ઈજ્જત લૂંટી રહ્યા છે.

image source

પરંતુ સુરતમાં બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. સુરતના પરવત પાટિયા પાસે શનિવારે રાત્રે એક યુવકની હત્યા કરીને ફેકી દેવાયેલી લાશ મળી હતી. આ ગુનામાં પુણા પોલીસે ત્યાંજ બ્રિજ પાસે રહેતી મહિલા મજુરની ધરપકડ કરી છે. શનિવારે પરવટ પાટિયા પાસે બ્રિજ નીચેથી એક યુવકની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી હતી.

image source

પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા ખબર પડી કે બનાવ બન્યો ત્યાં ગીતા નામની મહિલા રહેતી હતી, તે હવે નથી. ગીતા વિશે તપાસ કરતા તે થોડા અંતરેથી મળી આવી હતી. તેની પૂછપરછ કરતા તેને કબૂલી લીધું હતું કે તેણે મરનારની હત્યા કરી હતી.

ગીતાએ ના પાડતા ગણેશે બળજબરી કરવાની કોશિશ કરી

image source

આ ઘટના અંગે વાત કરીએ તો મરનારનું નામ ગણેશ ઉર્ફ રૂપેશ છે. 2 તારીખે રાત્રે ગણેશ દારૂ પીધેલો હતો. તેણે ગીતાને પોતાની પાસે બોલાવી હતી. ગીતા તેની પાસે નહીં ગઈ. પછી ગણેશે ફરીથી બોલાવી હતી. ત્યાર બાદ તેના બાળકો સુઈ ગયા હોવાથી ગીતા ગણેશ પાસે ગઈ. ત્યાં ગણેશે ગીતાને કહ્યું કે તેની સાથે સંબંધ બાંધવા માંગે છે.

image source

ગીતાએ ના પાડતા ગણેશે બળજબરી કરવાની કોશિશ કરી. ત્યારે ગીતાએ ગણેશનું માથું બ્રિજના પીલર સાથે અથડાવી દીધું હતું. જેથી તેનું ત્યાંજ મોત થયું હતું. પોલીસે ત્યાં ગીતાએ થોડુ લોહી સાફ કર્યું હતું તે અને લોહીવાળો પેટીકોટ કબજે કર્યો હતો.

ગણેશના હાથ પર નેહા લખેલું છે

image source

મૃતકનું નામ ગણેશ હોવાનું પોલીસે જણાયું છે. આરોપી મહિલા પકડાઈ ગઇ છે. પરંતુ હજી મરનાર ગણેશની પુરી ઓળખ કરી શકાય નથી. ગણેશના હાથ પર નેહા લખેલું છે. ગણેશ મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બનાવ બન્યો ત્યારે પહેલી વખત ગીતાએ માત્ર ધક્કો મારીને ગણેશને દૂર કર્યો હતો. છતા પણ તેણે બળજબરી કરતા ગીતાએ ગણેશનું માથું દિવાલ સાથે અથડાવીને તેની હત્યા કરી પોતાની લાજ બચાવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span