મઠરી – ઠોર – પ્રસાદમાં મળતો આ ઠોર નાસ્તા માટે પણ લોકપ્રિય છે હવે ઘરે જ બનાવો…

મઠરી – ઠોર :

ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં જન્માષ્ટમી પર પ્રસાદ માટે બનાવવામાં આવતી મઠરી કે ઠોર બહુ પોપ્યુલર છે. ખાસ કરીને જ્નમાષ્ટમીમાં કૃષ્ણ ભગાવાનને મઠરી કે ઠોરનો પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે. શ્રીનાથદ્વારામાં તેમજ હવેલીઓમાં ઠાકોરજીને આ પ્રસાદ ધરાવાતો હોય છે.

લોકોને પણ આ મઠરી કે ઠોર નાસ્તા માટે ખૂબજ પ્રિય છે. ઉત્તર પ્રદેશમાં નાસ્તા તરીકે ખુબજ લોક પ્રિય છે. અનેક પ્રકારના મઠરી-ઠોર બનાવવામાં આવે છે. ત્યાં ઘરોમાં પણ અવાર નવાર બનાવવામાં આવતા હોય છે. જન્માષ્ટમી કે દિવાળી જેવા તહેવારોમાં તો ખાસ બનાવવામાં આવતા હોય છે.

લોકો નાસ્તામાં મઠરી સાથે ચા કે કોફી લેતા હોય છે. તે મઠરી થોડી સોલ્ટી હોય છે, તે મેંદો, સોજી, મીઠું, અજમા અને ઘી મિક્ષ કરીને બનવવામાં આવતી હોય છે. જ્યારે પ્રસાદ માટે બનાવવામાં આવતી મઠરી કે ઠોર ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવતા હોય છે. અને તે સ્વીટ હોય છે.

તો આજે હું પ્રસાદ માટેની મઠરી-ઠોરની રેસિપિ અહીં આપી રહી છું. જે ભગવાનને પ્રસાદ ધરાવ્યા બાદ બધા લોકોને ખૂબજ ભાવશે. મઠરી બનાવવી પણ ખૂબજ સરળ છે.

બહુ ઓછી સામગ્રીથી બની જાય છે.

મઠરી – ઠોર બનાવવા માટેની સામગ્રી :

 • 2 કપ ભાખરીનો એકદમ કરકરોલોટ
 • ½ કપ રોટલીનો જીણો લોટ
 • 2 ટેબલ સ્પુન વ્હાઇટ તલ
 • ¼ ટી સ્પુન સોલ્ટ
 • ½ ટી સ્પુન ‌એલચી પાવડર
 • 2 ટેબલ સ્પુન ઓઇલ
 • 1 ટેબલ સ્પુન જામેલું ઘી
 • હુંફાળું ગરમ પાણી – લોટ બાંધવા માટે
 • ડીપ ફ્રાય કરવા માટે ઘી – સ્મેલ લેસ ઓઇલ પણ વાપરી શકાય

ગાર્નિશિંગ માટે :

 • 2 ટેબલ સ્પુન બદામ, પિસ્તા બારીક કાપેલા
 • ½ ટી સ્પુન એલચી પાવડર

મઠરી – ઠોર બનાવવા માટેની રીત :

એક બાઉલમાં 2 કપ ભાખરીનો એકદમ કરકરો લોટ અને ½ કપ રોટલીનો જીણો લોટ લઈ મિક્ષ કરો. હવે તેમાં 2 ટેબલ સ્પુન વ્હાઇટ તલ, ¼ ટી સ્પુન સોલ્ટ અને ½ ટી સ્પુન એલચી પાવડર ઉમેરી મિક્ષ કરો.

ત્યારબાદ તેમાં 2 ટેબલ સ્પુન ઓઇલ અને 1 ટેબલ સ્પુન જામેલું ઘી ઉમેરી બરાબર મિક્ષ કરો. પ્રસાદ માટે મઠરી કે ઠોર બનવવાના હોય તો ઓઇલના બદલે માત્ર ઘીનો જ ઉપયોગ કરી શકાય.

મોણ દઇને લોટને થોડી વાર દબાવીને રેસ્ટ આપો. જેથી મોણ બરાબર બધા કોરા લોટ માં ચડી જાય.

ત્યારબાદ હુંફાળું પાણી ઉમેરી ભાખરી કરતા થોડો સખત લોટ બાંધો. જેટલો લોટ સખત હશે તેટલી મઠરી સરસ ક્રન્ચી થશે.

લોટ બાંધતી વખતે થોડું થોડું જરુર પૂરતુંજ હુફાળું પાણી ઉમેરીને ભાખરી કરતા થોડો સખત લોટ બાંધી લેવો. લોટ બાંધતી વખતે લોટને વધારે પડતો ના મસળતા 2-3 વાર જ મસળીને ભેગો કરી લોટ બાંધવો.

હવે બાંધેલા લોટ પર ½ ટી સ્પુન ઓઇલ લગાવીને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપો.

10 મિનિટ બાદ એક્વાર જરા મસળીને બાંધેલા લોટમાંથી 2 મોટા લુવા બનાવો.

લુવામાંથી એક જાડી ભાખરી બનાવી લ્યો.

હવે કૂકી કટર કે ગ્લાસ કે નાના ધાર વાળા બાઉલથી નાના સર્કલ કાપી લ્યો.

મોટો ઠોર બનાવવો હોય તો મોટી સાઈઝ્નું કટર લ્યો. આ પ્રમાણે બીજા લુવામાંથી પણ મઠરી કે ઠોર બનાવી લ્યો.

હવે ફોર્ક લઈને તેના વડે બધી મઠરી પ્રીક કરી લ્યો. અથવા ભાખરી બનાવતી વખતે પણ પહેલા ફોર્ક વડે પ્રીક કરી પછી પણ મઠરીના સર્કલ કટ કરી શકાય.

કટ કરતા વધેલા લોટમાંથી લુવુ બનાવી તેની પણ મઠરી બનાવી લ્યો. પ્રીક કરો જેથી ફુલીને ફ્લફી ના થઈ જાય.

હવે ફ્રાય કરવા માટે મઠરી – ઠોર તૈયાર છે.

હવે ડીપ ફ્રાય કરવા માટે એક લોયામાં ઘી ગરમ મૂકો.

ઘી ગરમ થાય એટલે ફ્લૈમ મિડિયમ સ્લો રાખી તેમાં 3-4 મઠરી એકસાથે ફ્રાય કરો.

ધીમી ફ્લૈમ પર જ મઠરી –ઠોર ડીપ ફ્રાય કરવા. જેથી સરસ ક્રંચી થશે.

એક બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની ફ્રાય થઈ જાય એટલે બીજી બાજુ ફ્લીપ કરીને ગોલ્ડન બ્રાઉન અને ક્રીસ્પી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી લ્યો. બાકીની બધી મઠરી – ઠોર પણ એ પ્રમાણે ફ્રાય કરી લ્યો. ઘી નિતારીને એક પ્લેટમાં ટ્રાંસફર કરો.

સુગર સિરપ બનવાવા માટે ની સામગ્રી :

 • 1 ½ કપ સુગર
 • 1 ક્પ પાણી

સુગર સિરપ બનાવવાની રીત:

એક પેનમાં સુગર ઉમેરી તેમાં પાણી ઉમેરી મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો.

હવે તેને સતત હલાવતા રહીને 3 તારનું ઘટ્ટ સુગર સિરપ – ચાસણી બનાવો.

પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે આંગળી અને અંગુઠા વચ્ચે જરા ઠરેલ ચાસણીનું ડ્રોપ લઈ તાર કરી ચાસણી ચેક કરી લ્યો.એકદમ જામેલો, જાડો તાર બને એટલે ચાસણી રેડી છે.

અથવા તો બાઉલમાં પાણી ભરી તેમાં ચાસણીનું ડ્રોપ પાડવાથી જામી જાય તો મઠરી – ઠોર તેમાં ડીપ કરવા માટે ચાસણી રેડી છે.

હવે વારા ફરતી એક એક મઠરી લઈ ચીપીયા વડે પકડીને ગરમ ચાસણીમાં બન્ને બાજુ બરાબર ચાસણીનું કોટીંગ થઈ જાય એ રીતે ડીપ કરો. ત્યારબાદ વધારાની ચાસણી નિતારીને મઠરી કાઢીને પ્લેટમાં ઉભી મૂકો. જેથી ચાસણી વધારે હશે તો નિતરી જશે.

આ પ્રમાણે બધી મઠરી – ઠોર ડીપ કરી લ્યો.

અથવા તો મોટા ઠોર પર ચમચા વડે ઉપરથી ચાસણી રેડી કોટિંગ કરી શકાય છે. એક અથવા બન્ને બાજુ કોટિંગ કરી શકાય.

તરત જ તેના પર એલચી પાવડર અને બારીક કાપેલા ડ્રાય ફ્રુટથી ગાર્નીશ કરો.

મઠરી પર લાગેલી ચાસણી ઠરીને વ્હાઈટ થઈ જાય એ પહેલા જ મઠરી કે ઠોર ગાર્નીશ કરી લેવા. પછી તેના પર ડ્રાય ફ્રુટ કે એલ્ચી પાવડર સ્ટીક નહી થાય.

તો હવે મઠરી – ઠોર ભગવાનને પ્રસાદ ધરાવવા માટે રેડી છે.

મઠરી – ઠોર બરાબર ઠરી જાય પછી, આ મઠરી 2 મહિના સુધી એર ટાઇટ કંન્ટેઇનરમાં સ્ટોર કરી શકાય છે.

નાસ્તા માટે કે સ્વીટ તરીકે પણ આ મઠરી – ઠોર સર્વ કરી શકાય છે.

નાના મોટા બધાની ખૂબજ ફેવરીટ આ મઠરી – ઠોર તમે પણ જરુર થી તમારા રસોડે બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.