આ આઠ મુદ્દાથી માપો અને જાણો તમારો IQ…

ફિલોસોફરો ‘બૌદ્ધિકતા’ તેમજ ‘બૌદ્ધિક જીવનનો પીછો કરવા’ પર સદીઓથી સતત ચિંતન કરતા આવ્યા છે. સુસંસ્કૃત અને અસંસ્કૃત વિશ્વ બન્નેના કેન્દ્રનો આ એક મોટો પ્રશ્ન રહ્યો છે. કેટલીક આઇન્સ્ટાઇન સંબંધિત બૌદ્ધિકતા જે કલ્પના અને સર્જનાત્મકતા સાથે જોડાયેલી છે. તેણે ક્યારેય અચળ જ્ઞાન પર ભાર નથી મુક્યો પણ હંમેશા ઉચ્ચ જિજ્ઞાશા અને કૌશલ્ય વિષે ચર્ચા કરી છે. જ્યારે બીજી બાજુ સોક્રેટિસે દાવો કર્યો હતો, ‘મને ખબર છે કે હું બુદ્ધિશાળી છું કારણ કે મને ખબર છે કે મને કશું જ ખબર નથી.’

ફિટ્ઝગર લેન્ડે વિખ્યાત ટીપ્પણી કરી હતી, ‘પ્રથમ કક્ષાની બૌદ્ધિકતાની કસોટી ત્યારે થાય છે જ્યારે બે વિરોધાભાસી ખ્યાલો એક જ સમયે તમારા મગજમાં હોય, તેમ છતાં તમારું મગજ કાર્યક્ષમ રહે’. તો ચાલો આપણે આપણી બૌદ્ધિકતાની કસોટી કરીએ અને આ પ્રશ્નો વિષે વિચારીએ – શું આપણે બુદ્ધિ સાથે જન્મ્યા છીએ ? શું તે આપણને આપણા માતાપિતા પાસેથી વારસામાં મળી છે ? કે પછી તે આપણે શીખીએ છીએ અને સભાન રીતે વિકસાવીએ છીએ ?

image source

શું બુદ્ધિને માપવાનો કોઈ એક માપદંડ હોઈ શકે ? જરા પણ નહીં, શું તમને પેલો ક્વોટ યાદ છે, “ક્યારેય કોઈ માછલીની ક્ષમતાને તેની તરવાની ક્ષમતાથી ન આંકવી જોઈએ કે કોઈ ખીસકોલીની ક્ષમતાને તેની ચઢવાની ક્ષમતાથી ન આંકવી જોઈએ.” ? હવે જ્યારે બુદ્ધિને માપવાનો કોઈ જ ચોક્કસ માપદંડ નથી ત્યારે IQ એ એક વિશ્વાસપાત્ર માપદંડ કહી શકાય, જેને મનુષ્ય બુદ્ધિને સુનિશ્ચિત કરવા માટે કેટલીક તૈયાર કરવામાં આવેલી પ્રમાણિત કસોટીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. અત્યંત મૌલિક અને બુદ્ધિશાળી મસ્તિષ્કો જેવા કે મોઝાર્ટ, શેક્સપિયર, વાન ગોઘ, ચર્ચિલ, ગાંધી અને તેમના જેવા જ અન્ય લોકો અલગ ભૂગોળ ધરાવવા છતાં કેટલીક સમાન બાબતો ધરાવતા હતા. તેમની નવી નવી વસ્તુઓ શીખવાની આવડતો તેમના કુટુંબીજનો તેમજ તેમના મિત્રો કરતાં ઘણી અસામાન્ય હતી, તેઓ ગ્રહણશીલ હતાં છતાં કૃતનિશ્ચયિ હતા. જો તમારામાં પણ તેમના જેવા જ ગુણો હોય તો ? અહીં અમે તમને કેટલી યાદી આપી છે જેમાં ઉચ્ચો બુદ્ધિ આંક ધાવતા લોકોના કેટલાક લક્ષણો તારવવામાં આવ્યા છે.

image source

1. તમે એક પ્રાઇવેટ પર્સન છો

જો તમે તમારા વિચારો પર કેન્દ્રિત થવા માગતા હોવ અથવા તો ઉત્કંઠા તમારા પર હાવી થઈ ગઈ હોય તે માટે જો તમે એકલા રહેવાનું પસંદ કરતા હોવ, તો જાણી લો કે ઉંચો IQ ધરાવતા લોકો સમાજમાં ભળવાનું ટાળે છે. સમાજમાં હળવાભળવાની જરૂરીયાત અને તેના લાભો આપણે બધા સારીરીતે જાણીએ છીએ પણ ઉચ્ચ બુદ્ધિ આંક ધરાવતા લોકો વોલફ્લાવરના છોડ જેવા હોય છે તેઓ માત્ર પોતાની કંપનીમાં જ ખીલે છે અને ટોળાથી દૂર રહેવાનું જ પસંદ કરે છે.

image source

2. તમે ખુબ અકળાઈ જાઓ છો

બુદ્ધિશાળી લોકો પોતાની નિરંકુશ કલ્પનાઓથી ડરે છે. તેઓ કોઈ પણ જાતની યોજના વગર જીવનમાં આગળ નથી વધી શકતા, તેઓ પ્રભાવિ યોજનાકાર હોય છે, જે ચોક્કસ પણે તેમને ચિંતા તરફ દોરી જાય છે. સતત ચિંતા કે ઉત્કંઠા ધરાવતા લોકો પર કરવામાં આવેલા સંશોધન દ્વારા પણ જાણવા મળ્યું છે કે તેમનો બુદ્ધિ આંક ઉંચો હોય છે. સ્વજાગૃતિનું તમારુ સ્તર તમારા વાતાવરણમાં આવેલા પરિવર્તનને અન્ય લોકો કરતાં પહેલાં જ જાણી લે છે.

image source

3. બની શકે કે તમે કોઈ માનસિક બિમારીથી પિડાતા હોવ

પ્રતિભાની હંમેશા કોઈને કોઈ કિંમત ચૂકવવી જ પડે છે. જો કે જે વ્યક્તિમાં માનસિક બિમારીનું નિદાન થયું હોય તે બુદ્ધિશાળી હોય તેવું જરા પણ નથી, ઉચ્ચ બુદ્ધિ આંક ધરાવતા બાળકો પર કરવામાં આવેલા સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે ઉચ્ચ બુદ્ધિ આંક સાથે દ્વિધ્રૃવિ વિકાર, નિરાશા, અને જીવનમાં આગળ જતાં ચિંતા કે ઉત્કંઠા વધવાની શક્યતા જોડાયેલી છે. વિન્સેન્ટ વાન ગોઘ, અર્નેસ્ટ હેમિંગવેટ, વર્જિનિયા વૂલ્ફ – આ બધા જ બુદ્ધિજીવિઓ દ્વિધૃવિ વિકારથી પિડિત હતા.

image source

4. વાસ્તવિકતા સાથેનો એક વૈકલ્પિક અભિગમ

ઉચ્ચ બુદ્ધિ આંક ધરાવતા લોકો માત્ર તર્કમાં વહિ જાય છે. તેઓ જીવન પ્રત્યેના પરંપરાગત અભિગમોથી નથી ચાલતા, તેઓ નિરંતર નવા ખ્યાલો ઉછેરતા રહે છે અને તેને આધાર પૂરો પાડવાના પુરાવા શોધતા રહે છે. તેમના અંગત લક્ષ્યો હંમેશા તેઓ જે સમાજમાં રહેતા હોય છે તેના વિકાસ સાથે નજીકથી જોડાયેલા હોય છે.

image source

5. તમે સંવેદનશીલ છો

તમે લોકોને હંમેશા શંકાનો લાભ આપો છો અને માટે લોકો તમને નિખાલસ સમજે છે. તમારી સંવેદનશિલતા તમારી સર્જનાત્મકતા અને સમૃદ્ધિની ચાવી છે. લોકો પર વિશ્વાસ કરવો તે તમારા મનને શાંતિ આપે છે અને માટે તમારામાં અદેખાઈની ભાવના નથી જન્મી શકતી.

image source

6. તમને ભ્રષ્ટવ્યવહાર સામે કોઈ જ વાંધો નથી

તમે તમારા મનમાં હોય તે જ બોલો છો અને જેવું હોય તેવો જ અભિપ્રાય આપો છો, કોઈ જ દેખાડો કરતા નથી. સોસાયટીમાં સમસ્યાઓને આ રીતે પ્રદર્શિત કરવાની તમારી નિરંતર ઇચ્છા પરિવર્તન તરફ દોરી જાય છે. બુદ્ધિશાળી લોકો ભ્રષ્ટ વ્યવહારને અભિવ્યક્તિની એક જરૂરી રીત માને છે. તેમના કલંકો અવારનવાર નક્કર દલીલો વચ્ચે અંકિત થાય છે.

image source

7. તમે એક આળસુ વ્યક્તિ છો

તમારા મગજમાં એટલું બધું ચાલતું હોય છે કે તમને કશું જ ન કરતા હોવ તેવું લાગે છે. શારીરિક હલચલના અભાવાના કારણે લોકો પર તમારી છાપ એક આળસુની પડે છે અથવા તો તેમને એવું લાગે છે કે તમને કશું કરવું ગમતું નથી, જો કે સત્ય તેનાથી ક્યાંય અલગ હોય છે. તમારે પોતાના વિચારો પર કેન્દ્રિત થવા માટે સ્થિરતા જોઈએ છે. તેમ છતાં, તમે ગમે તેટલી માનસિક કસરત કેમ ન કરો તે તમારી શારીરિક કસરતની ખોટ તો નહીં જ પુરી શકે અને તેના કારણે તમારા મગજ-શરીરનું સ્વસ્થ સંતુલન નહીં જળવાય.

image source

8. તમે એક નિશાચર પ્રાણી છો

તમને હંમેશા વહેલાં સુવા તેમજ વહેલા ઉઠવામાં તકલીફ રહે છે. તમે રાત્રે મોડે સુધી જાગો છો. તમે તમારા આત્મનિરિક્ષણ અને રચનાત્મકતાને પામવા સમય ફાળવો છો. તમને કદાચ એવું લાગતું હશે કે ઉંઘ એ નર્યો સમયનો બગાડ છે. પણ ધ્યાન રાખજો, ઓછી ઉંઘ લેવાથી અન્ય કેટલાએ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

બની શકે કે તમારામાં આ લક્ષણો હોય અને ન પણ હોય, પણ એટલું ધ્યાનમાં રાખવું મહત્ત્વનું છે કે ઉપરનામાં કોઈ પણ બુદ્ધિ માટેના મૂળભૂત લક્ષણો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.