મેટ્રેસની સ્મેલ, ડાઘ અને ધૂળ દૂર કરે છે આ યૂઝફૂલ ટિપ્સ, કરી લો આજે જ ટ્રાય

આખા ઘરની સફાઇ કરવાની હોય તો ઠીક છે પણ વાત જ્યારે મેટ્રેસની આવે છે તો તમે મુશ્કેલીમાં મૂકાઇ જાવ છો. તેને સમયાંતરે સાફ કરતાં રહેવું જરૂરી છે.

image source

તેમાં ડેડ સ્કીન સેલ્સ, પરસેવો, ધૂળના રજકણ અને અન્ય અનેક પ્રકારની ગંદગી આવે છે. તે અસ્થમા અને અન્ય એલર્જી કારણનું કારણ પણ બને છે. તેને તમે કેટલીક હોમ ટિપ્સ કે ડિફરન્ટ ટ્રિક્સ અપનાવીને સરળતાથી સાફ કરી શકો છો. આવી જ યૂઝફૂલ ટિપ્સ જે તમારી મદદ કરશે.

image source

જાણો બેકિંગ સોડાથી કઇ રીતે મેટ્રેસ કરી શકાશે ક્લીન…

image source

મેટ્રેસ પર બેકિંગ સોડા ફેલાવીને રાતભર રહેવા દો, તેને સવારે ઝાટકીને વેક્યૂમ કરો. સ્મેલની સાથે ગંદગી પણ ક્લીન થશે.

મેટ્રેસને રેગ્યુલર વેક્યૂમ કરો જેથી ધૂળના કણ, પેટ્સના વાળ અને અન્ય દરેક ગંદગી મિનિટોમાં ક્લીન થઇ જશે.

મેટ્રેસ પર કોઇપણ જિદ્દી કે લોહીના ડાઘ લાગ્યા છે તો તેની પર હાઇડ્રોજન પેરોક્સાઇડ નાંખીને રહેવા દો. થોડા સમય બાદ તેને કપડાંથી ક્લીન કરો.

એક મોટો ચમચો લિક્વિડ ડિશ વોશિંગ ડિર્ટજન્ટ બે કપ ઠંડા પાણીમાં મિક્સ કરો. કપડું ડિપ કરીને અફેક્ટેડ ભાગ પર લગાવો. થોડીવાર બાદ ટૂથબ્રશથી ઘસો અને ટિશ્યૂ પેપરથી સાફ કરો.

image source

સમયાંતરે મેટ્રેસને થોડા કલાક તડકે રાખો. ત્યારબાદ ડંડો પીટીને તેને સાફ કરો. તેની ધૂળ, સ્મેલ અને ફૂગ નીકળી જશે.

મેટ્રેસની સ્મેલથી છૂટકારો મેળવવા માટે એન્ટી ઓડોર સ્પ્રે પ્રોડક્ટ યૂઝ કરો. તેને અપ્લાય કર્યા બાદ તેની પર લોન્ડ્રી ડ્રાઇંગ શીટ રાખીને અડધો કલાક રહેવા દો.

મેટ્રેસના ડાઘ- ધબ્બા દૂર કરવા એક કપડાંમાં આલ્કોહોલ લઇને અફેક્ટેડ એરિયા પર લગાવો અને પછી તેને ટિશ્યૂ પેપરથી કોરું કરો. મેટ્રેસ ક્લીન થઇ જશે.

image source

જે ઘરમાં નાના બાળકો મેટ્રેસ ખરાબ કરી દે છે તેને એન્જાઇમ બેસ્ડ ક્લીનિંગ પ્રોજક્ટ યૂઝ કરવી. તે યૂરિક એસિડ ક્રિસ્ટલ્સને સારી રીતે ક્લીન કરે છે.

ઘરમાં યૂઝ થતી ક્લીનિંગ પ્રોડક્ટ્સ પણ યૂઝ કરી શકાય છે. તેનું સ્પ્રે મેટ્રેસના ડાઘ પર યૂઝ કરો અને થોડી વાર બાદ તેને પેપર ટોવેલથી ક્લીન કરો.

બેકિંગ સોડા અને પાણી મિક્સ કરીને સોલ્યુશન બનાવો અને મેટ્રેસના ડાઘ પર અપ્લાય કરો. અડધા કલાક બાદ તેને બ્રશથી સ્ક્રબ કરો. તે ક્લીન થશે.