લો બોલો, પિતાએ તો દિકરાની અંતિમ સંસ્કારની કરી નાખી હતી વિધિ, પણ પછી થયુ એવુ કે, લોકડાઉનમાં ઘરે પાછો આવ્યો જીવતો

પિતાએ થોડા વર્ષો પહેલા કરી હતી દીકરાની અંતિમ સંસ્કાર વિધિ, લોકડાઉનમાં ઘરે પાછો આવ્યો જીવતો.

 

image source

કોરોના વાયરસથી બચવા માટે દુનિયાભરના લોકો સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરી રહ્યા છે. પોતાના મિત્રો અને સગા વહાલથી દૂર રહી રહ્યા છે.કોરોના વાયરસ બીમારી જ્યાં લોકોને એકબીજાથી દૂર કરી રહી છે અને આ મહામારીના કારણે ઘણા લોકો મોતને શરણે થયા છે. એવામાં મધ્યપ્રદેશના છતરપુર ગામમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે એક કુટુંબનો મરી ચુકેલો દીકરો જીવતો પાછો ફર્યો છે.

મધ્યપ્રદેશના છતરપુરના બીજાવર વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલાં બીજાવરના મોનાસઇયા જંગલમાં એક કંકાલ મળ્યું હતું. અને સાથે થોડા કાપડના ટુકડા પણ મળ્યા હતા. કાપડના એ ટુકડાને આધારે ભગોળા આદિવાસી એ તે કાંકલની ઓળખ પોતાના દીકરાને રૂપે કરી હતી. પરિવારના લોકો એ આ કાંકલની અંતિમ સંસ્કાર વિધિ પણ પોતાના દીકરાની જેમ જ કરી હતી.

image source

હવે કોરોના વાયરસના કહેરના કારણે ઘણા રાજ્યોમાંથી મજૂરી કરનારા લોકો પોતપોતાના ઘરે પરત ફરી રહ્યા છે. એવામાં અચાનક ડિલારી ગામનો એક યુવક ઉદય આદિવાસી જ્યારે પોતાના ઘરે પહોચ્યો તો ઘરના તેમજ આસપાસના લોકો એને જોઈને ચોંકી ઉઠ્યા. જે પિતા પોતાના દીકરાને મૃત સમજી એની અંતિમ સંસ્કાર વિધિ કરી ચુક્યા હતા એ જ દીકરો આજે અચાનક એમની સામે જીવતો ઉભો હતો. પરિવારમાં આમ તો આ યુવક ને જીવતો જોઈને ક્યાંક ખુશીનો માહોલ પણ હતો.

image source

આ યુવકને પોલીસ પાસે લઈ જઈને તેના પિતાએ જે હકીકત કહી સંભળાવી, એ સાંભળીને પોલીસ પણ હેરાન થઈ ગઈ છે. ત્રણ વર્ષ પહેલાં પોતાના પરિવારથી રિસાઈને આ યુવક હરિયાણાના ગુરુગ્રામ જતો રહ્યો હતો અને ત્યાં એક ફેકટરીમાં કામ કરતો હતો. કોરોના વાયરસના કારણે લોકડાઉન થયું અને ફેકટરી બંધ થતાં બધા મજૂરોની જેમ આ યુવક પણ ત્રણ વર્ષ બાદ ઘરે પરત ફર્યો. પહેલા તો એને જોઈને એના પરિવારવાળા આશ્ચર્યચકિત થઈ ગયા પણ પછી એમને પોતાના દીકરાને ગળે વળગાડી દીધો. દીકરાને પોતાની સામે આમ જીવિત ઉભેલો જોઈ તેના પિતાએ કહ્યું કે”અમે કંકાલની અંતિમ સંસ્કાર વિધિ કરી એની અસ્થિઓ નદીમાં વિસર્જિત કરી દીધી હતી,એ વિશ્વાસ સાથે કે એ અમારો 12 વર્ષનો દીકરો ઉદય હતો. પણ ભગવાન ઘણા દયાળુ છે, એને ફરી પરત અમારી પાસે મોકલી દીધો”

image source

આ વિશે બીજાવર એસડીઓપી સીતારામ અવાશયનું કહેવું છે કે જે યુવકને મૃત સમજવામાં આવી રહ્યો હતો એ પાછો જીવિત થઈ પરિવારની સામે આવ્યો હતો તો પછી પરિવારે જેને મૃત સમજીને અંતિમ સંસ્કાર વિધિ કરી હતી,એ કંકાલ આખરે કોનું હતું? અને હવે એ જાણવા માટે પોલીસ બંધ કરેલી ફાઈલોને ફરી ખોલવાની તૈયારીઓમાં લાગી ગઈ છે.

source : daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.