આ દેશની હાલત જોઈ દુનિયાના ધબકારા વધ્યાં, થોડા જ દિવસોમાં લાખો સજીવો મોતને ભેટ્યાં, હવે કરાઈ મોટી આગાહી

પ્રશાંત મહાસાગરની અવાચા ખાડીમાંથી જે કુદરતી આપત્તિની તસવીરો સામે આવી એ ખરેખર ભયાનક છે. હાલમાં જે ફોટોઝ વાયરલ થયા છે તેમાં જોઈ શકાય છે કે કેટલા દિવસોમાં રશિયાના પેસિફિક મહાસાગરમાં મોટી સંખ્યામાં સમુદ્રના જીવો મૃત્યુ પામ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે, 95 ટકાથી વધુ પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે.

રશિયાની સૌથી મોટી દરિયાઇ દુર્ઘટના

image source

આ કુદરતી દુર્ઘટનાને રશિયાની સૌથી મોટી દરિયાઇ દુર્ઘટના તરીકે વર્ણવવામાં આવી રહી છે. હાલમાં આ ઘટના પાછળના કારણો જાહેર કરવામાં આવ્યાં નથી કે આ જીવો આટલી મોટી સંખ્યામાં કેવી રીતે મરી ગયા. પરંતુ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ખળભળાટ મચી ગયો છે.

ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ

image source

રશિયાના Khalaktyrsky Beach પર માછલી, સીલ, કરચલા અને ઓક્ટોપસ સહિતના અનેક જીવો મૃત હાલતમાં મળી આવ્યા છે. તેના ફોટોઝ આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. આ પછી એવી માંગ છે કે આ પ્રાણીઓના મૃત્યુ માટે જે પણ જવાબદાર છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. રશિયન અખબાર ધ મોસ્કો ટાઇમ્સના અહેવાલ મુજબ, કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે આ પ્રદુષણના કારણે આ સજીવોનું મૃત્યુ થયું છે. જો કે કોઈ આધિકારીક પુષ્ટિ નથી થઈ કે આખરે આટલી મોટી માત્રામાં દરિયાઈ જીવો કેમ મૃત્યુ પામ્યાં.

સમુદ્રની અંદર જ્વાળામુખી ફાટી નીકળ્યો

image soucre

તે જ સમયે કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે સમુદ્રની અંદર જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. અથવા લશ્કરી પરીક્ષણ દરમિયાન રોકેટ ફ્યુઅલ લીક થવાને કારણે સજીવના મૃત્યુનો દાવો કરવામાં આવી રહ્યા છે. હાલ આ મામલે તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમે તેની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિનાશની અસરો ફક્ત જીવો પર જ નહીં પરંતુ મનુષ્ય પર પણ જોવા મળી છે.

દરિયાના પાણીમાં પેસ્ટિસાઇડની ગંધ આવે છે

image source

સ્થાનિક માછીમારોએ ટીમને જણાવ્યું છે કે દરિયાના પાણીમાં પેસ્ટિસાઇડની ગંધ આવી રહી છે. આ ઉપરાંત દરિયામાં સર્ફર્સ પણ આનો સામનો કરી ચુક્યાં છે અને સર્ફિંગ દરમિયાન તેઓ ગળાના દુખાવા, ઉલટી થવી અને આંખમાં ખંજવાળ આવે છે. જ્યારે ગ્રીનપીસે તપાસ શરૂ કરી ત્યારે પર્યાવરણ માટે કામ કરતી સંસ્થાએ જોયું કે પાણીમાં પેટ્રોલ જેવો કંઈક પદાર્થ છે. આને કારણે સજીવો મરી રહ્યા છે.

ગ્લોબલ વોર્મિંગની અસરો અને આબોહવામાં થતો ફેરફાર પર્યાવરણ અને મનુષ્ય જીવન બંને માટે ચિંતાનો વિષય છે. તાપમાનમાં નોંધાયેલો વધારો, સમુદ્ર સપાટીની ઊંચાઈમાં થયેલો વધારો અને ઉત્તર ગોળાર્ધમાં બરફ આચ્છાદિત વિસ્તારોમાં નોંધાયેલો ઘટાડો આબોહવામાં થયેલા ફેરફારોના દેખીતા પૂરાવાઓ છે. આઇપીસીસી (IPCC)ના ચોથા આકલન અહેવાલ મુજબ, 20મી સદીના મધ્ય ભાગથી વૈશ્વિક તાપમાનમાં થયેલા વધારા પાછળનું અત્યંત સંભવિત કારણ ગ્રીનહાઉસ વાયુઓમાં થયેલો નોંધપાત્ર વધારો છે.

image source

એવું અનુમાન કરવામાં આવી રહ્યુ છે કે ભવિષ્યમાં આબોહવામાં ફેરફારો જેવાકે ગ્લોબલ વોર્મિંગમાં વધારો (જેમકે, વૈશ્વિક સામાન્ય તાપમાનમાં વધારાનું વલણ), સમુદ્ર સપાટીની ઊંચાઇમાં વધારો અને કેટલીક વાતાવરણને લગતી વિકટ ઘટનાઓમાં સતત વધારો થશે. આબોહવામાં થતા ફેરફારો સામે જીવસૃષ્ટિ સલામત નથી. ભવિષ્યના પર્યાવરણના ફેરફારો સામે સંતુલન સાધવાની મનુષ્ય જાતની ક્ષમતાને લઈને પણ ઘણા સવાલો ઉભા થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span