આ સરળ ટ્રિકથી કોઈ પણ મોબાઈલના પેટર્ન લોકને ખોલી દો માત્ર પાંચ જ મિનિટમાં…

મોબાઈલ ફોન હવે લોકોની એક અંગત તીજોરી સમાન બની ગયો છે. લોકો તેમાં પોતાના બેંકની માહિતીથી માંડીને પોતાની અંગત તસ્વીરો તેમજ બીજી ઘણી બધી મહત્ત્વની જાણકારીઓ સ્ટોર કરતા હોય છે. માટે એ જરૂરી છે કે લોકો પોતાના ફોનને લોક લગાવે. અને ઘણા લોકો બીજા કોઈ તેમનો ફોન વાપરી ન શકે કે પછી તેમાંથી કંઈ જાણી ન શકે તે માટે લોક કરતા હોય છે. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે ફોનને લોક કરતાં કરતાં તમે પાસવર્ડ ભુલી જતા હોવ છો અથવા જો પેટર્ન લોક કર્યું હોય તો તમે તે પેટર્ન ભુલી જતા હોવ છો અને પછી ભારે મુશ્કેલી સર્જાય છે. જો તમારી સાથે પણ આવું કંઈ થયું હોય કે થાય તો તમારે આજનો આ લેખ ચોક્કસ વાંચવો જોઈએ.

image source

આજે અમે તમને જણાવીશું કે એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનને અનલોક કેવી રીતે કરી શકાય. તમે માત્ર પાંચ જ સ્ટેપમાં તમારા ફોનને અનલોક કરી શકો છો.
તો ચાલો સરળ રીતે શીખીએ ફોનને અનલોક કરવાની ટ્રીક

image source

પ્રથમ તો તમારે તમારા ફોનને સ્વીચ ઓફ કરી લેવો. તેના માટે તમે ફોનની સાઇડ પર આવતી સ્વીચનો ઉપોયગ કરી શકો છો.

ફોન સ્વીચ ઓફ કર્યા બાદ તમારે તમારા ફોનનું જે અપ વોલ્યુમ બટન છે તે અને તેની સાથે જ હોમ સ્ક્રીન બટન છે તે બન્નેને એક સાથે જ પ્રેસ કરવા.

image source

હવે આટલુ કર્યા બાદ તમારા ફોન સ્ક્રીન પર તમને આ નીચે પ્રમાણેના વિકલ્પો જોવા મળશે.

રીબૂટ ડેટા

વાઇપ ડેટા/ફેક્ટરી રીસેટ

ઇન્સ્ટોલ અપડેટ

પાવર ડાઉન

એડવાન્સ્ડ ઓપ્શન

image source

તો હવે તમારા સ્ક્રીન પર આવેલા આ પાંચ ઓપ્શનમાંથી તમારે વાઇપ ડેટા/ફેક્ટરી રીસેટ ઓપ્શનલ સિલેક્ટ કરવું. અને ત્યાર બાદ ઓકે દબાવી દેવું. જો કે અમે તમને ચેતવી દઈએ કે તમે આ સ્ટેપ કરશો તો તમારા ફોનમાંનો બધો જ ડેટા ડિલીટ થઈ જશે. તમારી તસ્વીરો, તમારા કોન્ટેક્ટ્સ, તમારી ફાઈલો બધું જ ડિલીટ થઈ જશે. માટે તમારે સમજી વિચારીને આ સ્ટેપ પુરું કરવું.

image source

હવે જ્યારે તમે તમારા ફોનને ફેક્ટરી રીસેટ પર કર્યો છે તો તેમાં તમારે કેટલીક મિનિટન રાહ જોવી પડશે. હવે આ સ્ટેપ પુરું થઈ ગયા બાદ તમારે ફોનને ફરી સ્ટાર્ટ કરવો. હવે તમારો ફોન ચાલુ થશે ત્યારે તેના પર કોઈ જ લોક લાગેલું નહીં હોય.

image source

આ ઉપરાંત જ્યારે ક્યારેય પણ તમે આવા કોઈ પેટર્ન લોક કે પછી પાસવર્ડ લોક નાખતા હોવ છો ત્યારે તમારો પાસવર્ડ રીકવર કરવા માટે તમને પહેલેથી જ એક અંગત પ્રશ્ન પુછવામા આવ્યો હોય છે. જો તમે તમારો પાસવર્ડ ભુલી ગયા હોવ અથવા પેટર્ન ભૂલી ગયા હોવ તો તમે તે પ્રશ્નનો જવાબ આપીને તમારો ફોન અનલોક કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span