મૌની રોયે 25મો જન્મ દિવસ ઉજવ્યો માલદીવ્સમાં, જોઇ લો બહેન સાથેની તસવીરમાં સુપર હોટ અદાઓ

ટેલિવિઝનની જાણીતી નાગિન – મૌની રૉય માલદીવ્સમાં રજા માણી રહી છે – બહેન સાથે કરી કેટલીક તસ્વીરો શેર

મૌની રૉયે પોતાનો 25મો જન્મ દિવસ્યો માલદીવ્સમાં – જુઓ દીલખુશ કરતી તસ્વીરો.

ટેલિવિઝનમાંથી બોલીવૂડ સુધી પોહોંચનારી જાણીતી નાગિન એક્ટ્રેસ મૌની રૉય આજકાલ માલદીવ્ઝમાં પોતાની રજાઓ ગાળી રહી છે. માલદિવ્સથી મૌનીએ ઘણી બધી તસ્વીરો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી છે જે ઘણી વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં તેણી મસ્તી કરતી જોઈ શકાય છે. તાજેતરમાં જ મૌનીએ પોતાની બહેન સાથે એક તસ્વીર શેર કરી હતી જેમાં બન્ને બહેનો પોઝ આપતી જોવા મળી રહી છે. સાથે સાથે મૌનીએ ફોટો શેર કરતા લખ્યું છે – સિસ્ટર સેટરડે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) on

બન્ને બહેનોની તસ્વીરને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. અને તેમની આ તસ્વીરો પર ખૂબ કમેન્ટ પણ મળી રહી છે. આ તસ્વીરો પર ટીવી અભિનેત્રી આશકા ગોરાડિયાએ પણ કમેન્ટ કરતા હાર્ટ ઇમોજી શેર કર્યું છે.

image source

જ્યાં સુધી આ વાયરલ તસ્વીરની વાત કરીએ તો મૌની રૉય તેમાં ખૂબ જ ગ્લેમરસ અંદાંજમાં જોઈ શકાય છે. તેણીના લૂકની વાત કરીએ તો આ તસ્વીરમાં મૌનીએ બ્લૂ રંગનો ફ્લાવર પ્રીન્ટ વાળો ડ્રેસ પહેર્યો છે અને સાથે ગોલ્ડન શેડ્સવાળા ગોગલ્સ પહેર્યા છે. મૈનીનો આ લૂક ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. અનને તે વાતનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે આ તસ્વીરને અત્યાર સુધીમાં 5.27 લાખ કરતાં પણ વધારે લાઇક્સ મળી ગઈ છે. સાથે સાથે આ તસ્વીર પર ફેન્સથી લઈને સેલેબ્રીટી પણ ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે.

image source

મૌની રૉયના વર્ક ફ્રંટની વાત કરીએ તો તેણી વેબ સીરીઝ લંડન કોન્ફિડેન્શિયલ દ્વારા ઓટીટીની દુનિયામાં એન્ટ્રી મારી ચુકી છે. મૌની રૉય સ્ટારર આ સિરિઝ ક્રાઇમ અને થ્રિલરથી ભરપૂર છે. અભિનેત્રીની બોલીવૂડ કેરિયરની વાત કરીએ તો તેણીએ અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોલ્ડથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ તેણી છેલ્લે ફિલ્મ મેડ ઇન ચાઈનામાં રાજ કુમાર રાવ સાથે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) on

આ પહેલાં પણ મૌની પોતાના માલદિવ્ઝના હોલીડેઝની કેટલીક તસ્વીરો તેમજ વિડિયો પોતાના સોશિયલ મિડિયા પર ફેન્સ સાથે શેર કરી ચુકી છે. તેમાંનો જ એક વિડિયો હાલ ખૂબ વાયરલ થયો છે. આ વિડિયોમાં તેણીના હાથમાં નાળિયેર છે અને સમુદ્ર કિનારે તેણી એક અલગ જ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વિડિયોને મૌનીએ પોતાના ઇસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો હતો અને સાથે કેપ્શનમાં લખ્યું હતું – હેપ્પી ડાન્સિંગ. તેણીના આ વિડિયોને અત્યારસુધીમાં 6.46 લાખ કરતાં પણ વધારે લાઇક્સ મળી ચુકી છે. મૌની વાસ્તવમાં તેણીનો 25મો બર્થડે ઉજવી રહી છે.

image source

તેણી આ વિડિયોમાં ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેણીના લૂકની વાત કરીએ તો વિડિયોમાં મૌનીએ બ્લૂ બિકીની સાથે વ્હાઇટ કલરનું શર્ટ પહેર્યું છે, અને તેણી ખૂબ જ સુંદર લાગી રહી છે.

image source

થોડા સમય પહેલાં તેણીનો આવો જ સમુદ્ર કિનારાનો વિડિયો મોનિકા બેદી સાથે પણ ખૂબ વાયરલ થયો હતો. જે પણ મૌનીના બર્થડેનો જ હતો. આ વિડિયોમાં મોનિકા બેદી અને મૌની રૉય ખૂબ જ એન્જોય કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. આ વિડિયો મોનિકા બેદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો હતો. અને મૌનીને બર્થ ડે વિશ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span