સ્યુસાઇડ કરતા પહેલા યુવકે બનાવ્યો ટિકટોક વિડીયો, અને કહ્યું, ‘મોત કા સિઝન ચલ રહા હૈ’

‘મોત કા સિઝન ચલ રહા હૈ’ કહી હેર સલૂનમાં યુવાને કરી આત્મહત્યા

લોકડાઉન બાદ આત્મહત્યાના કિસ્સામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. રોજ સવારે ઉઠો અને તમને ઓછામાં ઓછા બે-ત્રણ સમાચાર આત્મહત્યાના વાંચવા જરૂર મળે છે. શું લોકોના મનમાં નિરાશા આટલી હદે ઘર કરી ગઈ છે કે આત્મહત્યા સિવાય તેમને કોઈ ઉપાય જ નથી જણાતો ! હજું તો જે લોકોએ જીવનનો રંગ નથી ચાખ્યો, જીવનનો ખરો સંઘર્ષ નથી જોયો તે લોકો પણ આત્મહત્યા કરવા લાગ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

તાજેતરમા રાજકોટમાં આવેલા ચંદન સુપર માર્કેટની બાજુમાં આવેલી ત્રિશા પ્લાઝા બિલ્ડિંગમાં મોર્ડન હેર સલૂન ચલાવનાર 22 વર્ષિય હિરેન રાઠેડો પોતાનું જીવન ટુંકાવી દીધું છે. તેણે આત્મહત્યા કર્યાના એક દિવસ પહેલાં પોતે શું કરવા જઈ રહ્યો છે તે વિષે અણસાર આપતી એક ટીકટોક વિડિયો શેર કરી હતી.
23મી જૂને તેણે પોતાના સલૂનમાં આત્મહત્યા કરી હતી અને 22મી જૂને તેણે એક ટીકટોક વિડિયો બનાવી હતી જેમાં તે એક ડાયલોગ બોલી રહ્યો હતો, ‘અગર હમ મિલે તો બાત કર લિયા કરો મોત કા સિઝન ચલ રહા હૈ ક્યા પતા કલ મિલે ના મિલે’. હાલ તેનો બનાવેલા આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

રાજકોટના અમીન માર્ગ પર આવેલી ત્રિશા પ્લાઝા બિલ્ડિંગમાં મોડર્ન હેર સલૂનનમાં 22 વર્ષિય હિરેન રાઠોડે પોતાની દુકાનમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પરિવારજનો તેમજ મિત્રોને ઘટનાની જાણ થતાં તેઓ હાંફળાફાંફળા થઈને દુકાન પર દોડી આવ્યા હતા. જો કે પિરવારજનોને એ સમજાઈ નથી રહ્યું કે હીરેને આત્મહત્યા કયા દુઃખથી કરી હતી. કારણ કે તેને ન તો કોઈની સાથે પ્રેમ સંબંધ હતો કે આર્થિક રીતે કોઈ સમસ્યા પણ નહોતી. બીજી બાજુ તેની ભાડાની દૂકાનના માલિકને ભાડા વિષે પૂછવામા આવ્યું તો તેમણે પણ જણાવ્યું કે લોકડાઉન સમયે બે મહિના ભાડૂ વસુલવામાં નહોતું આવ્યું. માટે પોલીસ માટે તેની આત્મહત્યાનું કારણ જાણવું હાલ મુશ્કેલ થઈ રહ્યું છે.

પ્રતિકાત્મક તસવીર

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ જાણે આત્મહત્યાનો સમયગાળો ચાલી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. રોજ આત્મહત્યાના સામાચાર સાંભળવા મળી રહ્યા છે. અને આ આત્મહત્યામાં યુવન વયના લોકોની સંખ્યા નોંધનીય છે. હજુ બે-ત્રણ દિવસ પહેલાં જ જાણીતી ટીકટોક સ્ટાર સિયા કકરે પણ આત્મહત્યા કરી લીધી હતી. તેણી માત્ર 16 વર્ષની જ હતી. અને યુ-ટ્યૂબ તેમજ ટીકટોક પર લાખો ફોલોઅર્સ પણ ધરાવતી હતી.

પ્રતિકાત્મક તસવીર

પોલીસ તપાસમાં જાણવા મળ્યુ હતું કે તેણી છેલ્લા કેટલાક સમયથી પરેશાન રહેતી હતી. જો કે તે શેના કારણે પરેશાન રહેતી હતી તે વિષે પોલીસને હજુ ખાસ માહિતી મળી શકી નથી. જો કે તેના પરિવારને ક્યારેય તેણીની વર્તણૂક પરથી નહોતું લાગ્યું કે તેણીના મનમાં આત્મહત્યા કરવાના વિચાર ચાલી રહ્યા છે. પણ અચાનક તેણે આત્મહત્યા કરી લીધી અને પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.