શું તમે હાથમાં બાંધેલી નાડાછડી છોડતી વખતે કરો છો આ ભૂલો? તો હવેથી ચેતી જજો નહિં તો…

હિન્દુ ધર્મમાં હાથ પર નાડાછડી બાંધવાનું ખૂબ મહત્ત્વ છે. દરેક પૂજા પાઠ કે પછી કોઈ પણ શુભ કામ કરતા પહેલા હાથ પર નાડાછડી બાંધવામા આવે છે, જેને હીન્દીમાં કલાવા અને રક્ષા સૂત્ર પણ કહેવાય છે. નાડાછડી જ્યાં એક બાજુ પરંપરા સાથે જોડાયેલી છે ત્યા બીજી બાજુ વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ તે ખૂબ મહત્ત્વની છે. હંમેશા હાથ પર બાંધેલી નાડાછડીને બદલતી વખતે વારને ધ્યાન પર લેવામાં નથી આવતો. હાથ પર બાંધવામાં આવેલી નાડા છડી જો ઘણી જુની હોય તો તેને ગમે ત્યારે બદલીને નવી બાંધી લેવામા આવે છે, જેને અશુભ માનવામા આવે છે. અહીં અમે તમને જણાવીસું નાડા છડી સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની વાતો વિષે.

image source

– કોઈ પણ ધાર્મિક કર્મ કાંડ શરૂ થતા પહેલા નાડાછડી બાંધવામા આવે છે. જેને માંગલિક કાર્યક્રમો પર પણ બાંધવામા આવે છે. માનવામા આવે છે કે નાડાછડી જ સંકટના સમયે આપણા રક્ષા કવચનું કામ કરે છે, પણ આ નાડાછડીને ગમે ત્યારે ન બદલવી જોઈએ. મંગળવાર અને શનિવારે જ નાડાછડી બદલવી શુભ માનવામા આવે છે.

image source

– હંમેશા એ મુંઝવણ રહે છે કે પુરુષ તેમજ સ્ત્રીએ કયા હાથમાં નાડાછડી બાંધવી જોઈએ. પુરોષો અને કુંવારી કન્યાઓએ હંમેશા જમણા હાથ પર નાડાછડી બાંધવી જોઈએ જ્યારે પરિણિત મહિલાઓએ પોતાના ડાબા હાથમા નાડાછડી બાંધવી જોઈએ. નાડાછડી બાંધતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારી મુઠ્ઠી બંધ હોવી જોઈએ.

– નાડાછડીને માત્ર ત્રણ વાર જ લપેટવી જોઈ. આમ તો નાડા છડી પણ બે પ્રકારની હોય છે. ત્રણ દોરાવાળી અને પાંચ દોરાવાળી. ત્રણ દોરાવાળી નાડાછડી લાલ, પીળા અને લીલા રંગની હોય છે. જ્યારે પાંચ દોરાવાલી નાડાછડીમાં લાલ, પીળા, તેમજ લીલા રંગ ઉપરાંત સફેદ અને ભૂરા રંગના દોરા પણ હોય છે. પાંચ દોરાવાળી નાડાછડી પાંચદેવ નાડાછડી પણ કહેવાય છે.

image source

– વૈજ્ઞાનિક દ્રષ્ટીએ તેનું મહત્ત્વ જોવામાં આવે તો નાડાછડી ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક જેવા રોગોથી બચવામાં મદદ કરે છે. તેને બાંધવાથી સકારાત્મક ઉર્જા પણ મળે છે.

હાથમાં નાડાછડી બાંધવાના વિવિધ લાભો

image source

– નાડાછડીનું વૈદિક નામ મણિબંધ પણ છે. તેમાં ઉપર જણાવ્યું તે પ્રમાણે પાંચ રંગોનો સમાવેશ થાય છે પણ મોટે ભાગે લાલ અને પીળા રંગની નાડાછડી જ બાંધવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણ લાલ રંગનો સંબંધ મુખ્ય રીતે સૂર્ય અને મંગળ ગ્રહથી છે, સાથે સાથે પીળો રંગ દેવતાઓ તેમજ ગુરુ, દેવગુરુ બૃહસ્પતિનુ પ્રતિક છે. ગુરુ જ્ઞાનનો કારક ગ્રહ છે. નાડાછડી બાંધવાથી એક રીતે જ્ઞાનની વૃદ્ધિ થાય છે, તો બીજી રીતે તે વ્યક્તિના સાહસ, આત્મવિશ્વાસ અને પરાક્રમમાં પણ વધારો કરે છે.

image source

– કહે છે કે જે પણ દેવી-દેવતાની પૂજા કરીને નાડાછડી બાંધવામા આવે છે તે દેવી-દેવતાની અદ્રશ્ય શક્તિ દોરામાં સમાવિષ્ટ થઈને મનુષ્યની મનોકામનાઓ પુર્ણ કરવાની સાથે સાથે તેમની રક્ષા પણ કરે છે. સનાતન ધર્મમાં સદીઓથી માનવામાં આવે છે કે કાંડા પર નાડાછડી બાધવાથી જીવન પર આવેલા સંકટોથી રક્ષા મળે છે અને શુભ ગ્રહ અનુકુળ બને છે. નાડાછડી બાંધવાના ધાર્મિક મહત્ત્વની સાથે સાથે કેટલાએ વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે.

image source

– નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શરીરના ઘણા બધા મુખ્ય અંગો સુધી પહોંચનારી નસો તમારા કાંડામાંથી પસાર થાય છે. કાંડા પર નાડાછડી બાંધવાથી તે નસોની ક્રિયાઓ નિયંત્રિત થાય છે. એક્યુપ્રેશરની જેમ કાંડા પર આ દોરાનું દબાણ બનવાના કારણેમે ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ બેલેન્સ થાય છે અને કેટલાએ પ્રકારની બીમારીઓથી દૂર રહી શકાય છે. નાડાછડી બાંધતી વખતે તમારી મુઠ્ઠી બંધ હોવી જોઈએ અને તમારો બીજો હાથ માથા પર હોવો જોઈ. જો તમે કોઈ પ્રસંગ ઉપરાંત કોઈ બીજા દિવસે નાડાછડી બાંધતા હોવ તો તમારે મંગળવાર અને શનિવારના શુભ દિવસે બાંધવી જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ