નાગા બાવાનો ઈતિહસ જાણો છો? શું ખાય, તેમનો પરિવાર, ક્યાં રહે, આ બધી જ માહિતી જાણો એક ક્લિકે

તમે કુંભમેળાના કવરેજમાં ઘણી વાર જોયું હશે કે નાગા બાવા લોકો કપડાં પહેરતા નથી અને આખા શરીરની ફરતે રાખ લપેટીને ફરતા જોવા મળે છે. તેમને કોઈ શરમ હોતી નથી, તેઓ તે જ રીતે ઠંડીમાં પણ રહે છે. તેમના મતે, આ ફોર્મમાં હોવાના તેના ઘણા કારણો છે.

image source

નાગા નો અર્થ શું છે: નાગા શબ્દનો અર્થ ખુદ નગ્ન છે, આ ઋષિઓ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં રહે છે અને આ જ તેમની ઓળખ છે. તેઓ પોતાને ભગવાનના દેવદૂત માને છે અને તેમની ઉપાસનામાં પોતાના ડૂબાડી દે છે. તેમને માટે કપડાનો કોઈ અર્થ નથી.

image source

# તેમનો પરિવાર: તેઓ સમુદાયને તેમનો પરિવાર માને છે. લૌકિક પરિવાર તેમના માટો કોઈ સંબંધ ધરાવતો નથી..

# ક્યાં રહે છે: આ લોકો ઝૂંપડીઓ બનાવીને સાધુ જીવન જીવે છે. તેમની પાસે કોઈ વિશેષ સ્થાન અથવા મકાન નથી.

image source

# શું ખાય છે: તેઓ યાત્રાળુઓ દ્વારા આપવામાં આવેલો ખોરાક જ લે છે. તેમના માટે દૈનિક ખોરાક મહત્વપૂર્ણ નથી રહેતો

# કપડાં કેમ નથી પહેરતાં: તેઓ માને છે કે કપડાં શરીરને ઢાંકવાનું કામ કરે છે, જેમણે શરીરનું રક્ષણ કરવું છે, તે કપડાં પહેરો. અમે નાગા બાવા છીએ, કપડાથી અમને કોઈ ફરક નથી પડતો.

image source

જૂનાગઢના ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના વખતે નાગા બાવાનો મોહલ જોવા મળે છે. મહાવદ નોમના દિવસથી ભવનાથ મંદિરે ગિરનારની શિવરાત્રીના કુંભમેળાનો પ્રારંભલ થયો હોય છે. નાગા સાધુઓ ભવનાથના મુખ્ય રસ્તાઓ પર ડમરૂ યાત્રા કાઢતચા હોય છે. રસ્તાઓ બમબમ ભોલે અને હરહર મહાદેવના નારાથી ગૂંજતા હોય. આ યાત્રામાં નાગા સાધુઓ સાથે અનેક શ્રદ્ધાળુઓ પણ આ ડમરુ યાત્રામાં જોડાય છે. ત્યારે શિવરાત્રીના દિવસે પણ અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટે અને જેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી હોય છે.

image source

મહત્વનું છે કે કુંભના મેળા પછી ગુજરાતમાં ભવનાથનો આ મેળો ખાસ મહત્વ ધરાવે છે. શિવરાત્રીમાં અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. આ મેળો મહાશિવરાત્રી સુધી ચાલે છે. સાથે જ બમ બમ ભોલે અને જય ગિરનારીનાં નાદ સાથે દેશ વિદેશથી સાધુ સંતોનું આગમન પણ હાલ થવા લાગ્યું છે. નાગા સાધુઓ આ મેળામાં ખાસ અકર્ષણનું કેન્દ્ર રહે છે. તમામ અખાડાના નાગા સંન્યાસીઓ આ મેળાનું અનોખું આકર્ષણ જમાવે છે. વળી દર વર્ષની જેમ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ આ મેળાના દર્શન કરવા દૂર દૂરથી આવે છે. જે લોકો નાગા બાવાના વિશેષ દર્શન કરતાં હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span