જાણો બોલિવૂડના આ અભિનેતાઓ વિશે, જેમની એક ભૂલને કારણે ધોવાઇ ગયુ કેરિયર

ભારતીય સિનેમા જગતના આ છે એ 6 અભિનેતા જેમની ફક્ત એક ભૂલના કારણે એમનું કરિયર ડૂબી ગયું.

આજે અમે તમને એ 6 અભિનેતાઓ વિશે જણાવીશું જેમની ફક્ત એક ભૂલના કારણે એમનું કરિયર ધોવાઈ ગયું. તો ચાલો જાણીએ કોણ કોણ છે આ લિસ્ટમાં.

નાના પાટેકર.

image source

બોલિવુડના ગ્રેટ એકટર નાના પાટેકર દરેક રોલમાં જબરદસ્ત અભિનય કરી લેતા હતા. ખાસ કરીને એમની કૉમેડીને સૌકોઈ વધારે પસંદ કરતાં હતાં. નાના પાટેકરનું કરિયર પણ ફક્ત એમની ભૂલેના કારણે બરબાદ થઈ ગયું. વાત જાણે એમ છે કે એમના પર બૉલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તા સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવાયો હતો. એ પછી નાના પાટેકર ઘણી ઓછી ફિલ્મો મળી.

ગોવિંદા.

image source

90ના દાયકાના મોટા અભિનેતા રહી ચૂકેલા ગોવિંદના સ્ટારડમનો એક સમય એવો હતો કે ફટ એમના નામથી જ ફિલ્મો સફળ થઈ જતી હતી. 90ના દશકામાં સૌથી વધારે કોમેડી ફિલ્મો આપનાર એકટર હતા ગોવિંદા. પણ ગોવિંદાની એક ભૂલે એમનું કરિયર બરબાદ કરી દીધું. એક ફિલ્મની શૂટિંગ દરમિયાન એમને પોતાના જ એક ફેનને લાફો મારી દીધો હતો. આ મામલો કોર્ટ સુધી જતો રહ્યો હતો. આ પછી ગોવિંદનું કરિયર બહુ જ વધારે ખરાબ થઈ ગયું.

શાઈની આહુજા.

image source

ભૂલ ભુલૈયા અને ગેંગસ્ટર જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને જાણીતા બનેલા અભિનેતા શાઈની આહુજનો એક સમય એવો હતો જયારે એમની પાસે કામની જરાય ખોટ ન હતી.પણ શાઈનીની એક ભૂલે એમનું બધું જ સ્ટારડમ છીનવી લીધુ. વર્ષ 2009માં ઘરમાં કામ કરતી બાઈએ એમના પર રેપનો આરોપ લગાવ્યો. રેપ કેસમાં શાઇની આહુજાને 7 વર્ષની સજા કરવામાં આવી.જોકે 2011માં એમને જામીન મળી ગયા હતા. પણ આ કેસના કારણે શાઈની આહુજાનું કરિયર ખતમ કરી નાખ્યું. જોકે ડિરેકટર અનિસ બજમી એ એમને 2015માં આવેલી પોતાની ફિલ્મ વેલકમ બેકમાં કામ આપ્યું હતું.

શક્તિ કપૂર.

image source

દરેક પાત્રને ખૂબ જ સારી રીતે નિભાવતા અભિનેતા શક્તિ કપૂરની પણ ફક્ત એક ભૂલે એમનું કરિયર ડુબાડી દીધું. વર્ષ 2005માં સ્ટિંગ ઓપરેશનની એક ટેપ બહાર આવી હતી. સ્ટિંગ ઓપરેશન પછી શક્તિ કપૂરના ફિલ્મો પર કામ કરવા પર જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. એ વાત પર શક્તિ કપૂરે ઘણી ચોખવટ કરી હતી અને પછીથી માફી પણ માંગી હતી.

ફરદીન ખાન.

image source

એકટર અને ડાયરેકટર ફિરોઝ ખન્ના દીકરા ફરદીન ખાને બોલીવુડમાં ડેબ્યુ કરતાની સાથે જ ધમાલ મચાવી દીધી હતી. એમને એમની પહેલી જ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યુ એક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો. એ પછી ફરદીને ઘણી હિટ ફિલ્મો આપી. પણ ફરદીનની એક ભૂલે એના ઉગતા કરિયરને ડુબાડી દીધું. વાત એમ હતી કે ફરદીનને નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ કોફેન રાખવાના કારણોસર કસ્ટડીમાં લીધા હતા. ફરદીન ખાન આ ઘટના પછી ક્યારેય બોલિવુડમાં પરત ન ફરી શક્યા.

વિવેક ઓબરોય.

image source

વિવેક ઓબરોય બોલિવુડના આવતાની સાથે જ પોતાની જબરદસ્ત એક્ટિંગના કારણે જાણીતા થયા હતા. એમનું કરિયર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું હતું પણ એમની ફક્ત એક ભૂલે એમનું કરિયર ખતમ કરી નાખ્યું. ઐશ્વર્યા રાય સાથેના બ્રેક અપ પછી વિવેકે એક પ્રેસ કોંફરન્સમાં સલમાન ખાન વિશે એવી વાતો કહી જે સલમાન ખાન અને એમના ચાહકોને બિલકુલ ન ગમી. આ ઘટના પછી એમનું કરિયર ડગમગવા લાગ્યું. જોકે વિવેક હવે ફિલ્મોમાં વિલનનો રોલ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.