સરકારનો યુ-ટર્ન? નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવરાત્રિને લઇને કહ્યું, 200 લોકો સાથે ગરબા યોજાઈ શકે પણ….

નવરાત્રી શરૂ થવાને હવે માત્ર બે જ સપ્તાહનો સમય છે ત્યારે સરકારે નવરાત્રિની ઉજવણી ને લઈને જાણે યુટર્ન લીધો હોય તેવો ધડાકો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કર્યો છે.

image source

અગાઉ જ્યારે નવરાત્રિના આયોજકો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને નવરાત્રિનું આયોજન કરવા અંગે સરકાર શું વિચારી રહી છે તે પૂછવા ગયા હતા ત્યારે કોરોના વાયરસ ના કેસ વધતા હોવાની વાતને લઇ મુખ્યમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ વચ્ચે સરકાર નવરાત્રિનું આયોજન કરવા સરકાર વિચારણા કરી નથી રહી. પરંતુ હવે જ્યારે નવરાત્રિનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ સંકેત આપ્યા છે કે આગામી સમયમાં શેરી ગરબા અને મર્યાદિત સંખ્યામાં લોકો સાથે ગરબાનું આયોજન થઇ શકે છે.

image source

આ પહેલા ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જે રીતે કોરોના ના કેસ વધી રહ્યા છે તેવામાં નવરાત્રિનું આયોજન ન થવું જોઈએ. જેના કારણે લોકો પણ આશામાં ન હતા રાખતા કે નવરાત્રી થઈ શકશે. પરંતુ હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં 200 લોકો સાથે ગરબાનું આયોજન કરી શકાય તે અંગે સરકાર વિચારી રહી છે.

image source

જણાવી દઈએ કે અનલોક પાંચની માર્ગદર્શિકામાં 100 લોકો સાથે ધાર્મિક સાંસ્કૃતિક શૈક્ષણિક સહિતના કાર્યક્રમો કરવાની મંજૂરી છે. તેવામાં 15 ઓક્ટોબર પછી સરકાર નવરાત્રી અંગે મહત્વની જાહેરાત કરી શકે છે.

image source

આ પહેલા મુખ્યમંત્રીએ દર વર્ષે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાતાં રાજ્યકક્ષાના નવરાત્રી મહોત્સવને રદ કર્યાની જાહેરાત કરી હતી. આ સાથે જ રાજ્યના મુખ્ય શહેરોમાં દર વર્ષે નવરાત્રીના જે મોટા આયોજનો થાય છે તેમણે પણ આયોજકોએ મોકુફ રાખવાની જાહેરાતો કરી દીધી છે.

image source

તેવામાં હવે સરકારે નવરાત્રી ને લઈને યુ-ટર્ન લીધો છે. જોકે આ જાહેરાતથી ખેલૈયાઓમાં ફરી એકવાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે શક્ય છે કે મર્યાદિત સંખ્યામાં પણ આ વર્ષે ખેલૈયાઓ નવરાત્રી માણી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span