યે રિશ્તા…ની નાયરાએ બોલ્ડનેસની બધી હદો કરી પાર, શિવાંગી જોશીનો આ હોટ અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય પહેલા

ટેલિવિઝન શો યે રિશ્તા ક્યા કહલાતા હૈની મુખ્ય કલાકાર નાયરા એટલે કે શિવાંગી જોશીના ચાહનારાઓની યાદી ખૂબ લાંબી છે. વાસ્તવિક જીવનમાં અભિનેત્રી ખૂબ જ હોટ છે અને અવારનવાર તેણી સોશિયલ મિડિયા પર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. આ દરમિયાન શિવાંગીની એક તસ્વીર ઇન્ટરનેટ પર ખૂબ જોવા મળી રહી છે.

image source

શિવાંગી તે અભિનેત્રીઓમાંની એક છે જે પોતાની ગ્લેમરસ તસ્વીરોથી ફેનને પોતાના દીવાના બનાવી દે છે. શિવાંગીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસ્વીર શેર કરી છે, જેમાં તેણી યેલો ટોપમાં અને શોર્ટ સ્કર્ટમાં ખૂબ હોટ લાગી રહી છે. તેણે વાળ ખુલ્લા રાખ્યા છે જેના કારણે તેણી ખૂબ સુંદર લાગી રહી છે. તેને શેર કરતાં એક્ટ્રેસે કેપ્શનમાં બટરફ્લાઈ વાળી ઇમોજી પોસ્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) on

આ તસ્વીર પર ફેન્સ દિલ ખોલીને કમેન્ટ કરી રહ્યા છે. એક મિડિયા યુઝરે લખ્યું છે, ‘માર ડાલા’ તો બીજાએ લખ્યું છે, હોટનેસ ઓવરલોડેડ, અને એકે લખ્યું છે, ઉફ કાતિલાના, તો વળી બીજા યુઝરે લખ્યું છે ‘તમારી માતાને કહો કે તમારી નજર ઉતારી લે.’ તો વળી કેટલાએ યુઝર્સે એક્ટ્રેસની તસ્વીરને સુપર હોટ અને સુંદર કહી છે.

 

View this post on Instagram

 

A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) on

આ પહેલાં શિવાંગીની એક તસ્વીરે ખૂબ ચર્ચા જગાવી હતી, જેમાં તેણી કોઈ પૂલમાં જોવા મળી હતી. આ તસ્વીરમાં એક્ટ્રેસ ખૂબ હોટ લાગી રહી છે. જો કે શિવાંગીની આ તસ્વીર લેટેસ્ટ નથી પણ તેમ છતાં ફેન્સને તે ખૂબ પસંદ આવી હતી. તમને જણાવી દઈએ કે શિવાંગી જોશીની એક્ટિંગ કેરિયર 2013માં શરૂ થઈ હતી. 2013માં તેણીએ ખેલતી હૈ જિંદગી આંખ મિચોલીમાં પ્રથમવાર કામ કર્યુ હતું. ત્યાર બાદ તેણીએ બેઇંતહામાં આયર હૈદરની ભૂમિકા ભજવી હતી.

ત્યાર બાદ તેણી સિરિયલ બેગુસરાયમાં પણ જોવા મળી હતી જેમા તેણીએ પૂનમ ઠાકુરનું પાત્ર ભજવ્યું હતું. ત્યાર બાદથી તેણી 2016માં યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં જોવા મળી રહી છે. શિવાંગી 50 સેક્સિએસ્ટ એશિયન વુમન ઇન ધ વર્લ્ડ 2018ની યાદીમાં 5માં નંબર હતી હતી. જેને બ્રિટેનના એક સમાચાર પત્ર દ્વારા જાહેર કરવામાં આવી હતી.

શિવાંગીએ કો સ્ટાર મોહસીન ખાનને બર્થ ડે વિશ કરી

 

View this post on Instagram

 

A post shared by Shivangi Joshi (@shivangijoshifan351) on

અભિનેત્રી શિવાંગી જોશી એટલે કે નાયરએ પોતાના કો સ્ટાર મોહસીન ખાનને એક ખાસ અંદાજમાં બર્થડે વિશ કરી છે. ચાર વર્ષથી બન્નેની જોડીને સિરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. બન્ને વચ્ચેનો રોમાંસ, તેમનો ઝઘડો તેમની ઓસ્ક્રીન કેમેસ્ટ્રી બધું ખૂબ જ શાનદાર છે. સોશિય મિડિયા પર મોહસિન ખાન સાથેનો શિવાંગી જોશીએ એક ફોટો શેર કર્યો છે. જેમાં ‘બારિશ’ના પોસ્ટરને કેક પર જોઈ શકાય છે.

બન્ને આ સેલ્ફિ ફોટોમાં સ્માઇલ કરતા દેખાઈ રહ્યા છે. બન્નેની જોડી ખૂબ ક્યૂટ લાગી રહી છે. ફોટો પોસ્ટ કરતા મોહસિન ખાનને શિવાંગી જોશીએ બર્થ ડે વિશ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.