નરેશ-મહેશ વિશેને ટિપ્પણીને લઈ દલિત સમાજે નીતિન પટેલના પૂતળા સળગાવ્યા, અમદાવાદમાં પોલીસનું રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ

હાલમાં જ ગુજરાતી ભાષાના બે દિગ્ગજ કલાકારોએ દુનિયાને અલવિદા કહ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાત વાસીઓમાં શોકનો માહોલ હતો અને એવામાં હવે આ મુદ્દે રાજકારણ ગરમાતું જોવા મળ્યું છે. તો એકતરફ પુતળાઓ પણ બાળવામાં આવ્યા છે. તો આવો જાણીએ કે શું બબાલ છે. તાજેતરમાં યોજેયલી પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન મોરબીમાં ચૂંટણીસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા સંદર્ભે કરેલી ટિપ્પણીથી દલિત સમાજ ખફા થયો છે અને ઠેરઠેર તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે પોલીસે પણ નીતિન પટેલ સામેના વિરોધને કારણે અમદાવાદમાં તેમના નિવાસ, ઓફિસ અને શહેરમાં સતત પેટ્રોલિંગ અને ખાસ તપાસ ચાલુ કરી છે.

image source

આ સમગ્ર ઘટના મામલે પોલીસના જણાવ્યા અનુસાર, તકેદારીના ભાગરૂપે હવે કોઈ વિરોધ ન થાય અને કોઈ અન્ય બબાલ ન થાય એ માટે અમદાવાદ શહેરમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાતે શહેરના પૂર્વ વિસ્તારમાં નીતિન પટેલનાં પૂતળાંનું દહન થયા બાદ શહેરમાં હાલ પોલીસને કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. નીતિન પટેલના ઘરની પાસે પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. બીજી તરફ, કોઈ વ્યક્તિ સરકારી કચેરી પાસે આવીને કોઈ હંગામો ન મચાવે એ માટે પણ સૂચના આપી દેવામાં આવી છે.

image source

આ સમગ્ર મામલે ભારતીય દલિત પેંથરે અખબારી યાદીમાં ચેતવણી આપી હતી કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમણે ઉપયોગ કરેલા પ્રતિબંધિત શબ્દો બદલ 24 કલાકમાં જાહેરમાં માંફી માગે. જો 24 કલાકમાં માફી નહીં માગવામાં આવે અને દલિત સમાજની અવગણના કરવામાં આવશે તો 3 નવેમ્બર 2020ના રોજ સાંજે 6 કલાક પછી સમગ્ર રાજ્યમાં પૂતળાદહન કાર્યક્રમ કરાશે અને જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી, તેઓ જ્યાં જ્યાં જાહેર કાર્યક્રમમાં જશે ત્યાં ત્યાં ભીમસૈનિકો વિરોધ નોંધાવશે, જેની સંપૂર્ણ જવાબદારી નીતિન પટેલની રહેશે. સેકટર 2 જેસીપી ગૌતમ પરમારની સ્ક્વોડના PSI જ્યાં ફરજ બજાવે છે એવા મેઘાણીનગર વિસ્તારમાં દલિત પેંથર દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પૂતળું બાળવામાં આવ્યું હતું. 24 કલાકમાં માફી માગવા માટે વિવિધ દલિત સંગઠનો દ્વારા માગ કરવામાં આવી હતી, પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પેટનું પાણી ન હલતા હવે દલિત પેંથરના કાર્યકર્તાઓ આક્રમક મૂડમાં આવ્યા છે.

image source

હાલમાં બીજે ક્યાંય આવી ઘટના ન બને એટલા માટે પોલીસતંત્ર દ્વારા આગોતરી તકેદારી રાખવા કહેવાયું છે. દલિત સમાજના કેટલાક આગેવાનો નીતિન પટેલ સામે માગ કરી રહ્યા છે અને તેમની વાતને માફીને લાયક ન હોવાનું કહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આઠ બેઠકની પેટાચૂંટણીના પ્રચારમાં મોરબી બેઠકમાં પ્રચાર દરમિયાન ઉત્સાહના અતિરેકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા વિશે જાતિસૂચક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

image source

જ્યારે નાયબ મુખ્યમંત્રીનું પૂતળું કાર્યકરો બાળવાના હતા અને મેઘાણીનગર પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. પોલીસને આ કાર્યક્રમ અંગે જાણ જ ન હતી અને પોલીસ આ ઘટનાક્રમમાં જાણબહાર રહેતાં નીતિનભાઈ પટેલનું પૂતળું બાળવામાં આવ્યું હતું. કંઈક આવું જ જોવા મળ્યું હતું કૃષ્ણનગરમાં. પ્રભાકર ટેનામેન્ટ ચાર રસ્તા પાસે મોડી રાતે કેટલાક લોકોએ ભેગા થઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પૂતળું બાળ્યું હતું, જે અંગે કૃષ્ણનગર પોલીસને મોડે મોડે જાણ થઈ હતી, જેથી પોલીસ તપાસ કરવા ત્યાં પહોંચી હતી અને પૂતળું બાળ્યા હોવાની હકીકત હોવાને લઇ પોલીસે પોતાની નિષ્ફળતા છુપાવવા કાયદેસરની કાર્યવાહી માટે અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.