આ પુરુષ જજ લાઈવ શોમાં ભાન ભૂલ્યો, નોરા ફતેહીના શરીર પર અહીંયા ટચ કર્યું, વીડિયો જોઈ લોકોએ લતાડી નાંખ્યો

ઘણી વખત બોલિવૂડ તરફથી એવા એવા વીડિયો બહાર આવે છે કે લોકો જોઈને હચમચી જાય છે. કારણ કે એમાં સીન જ એવા હોય કે જે પરિવાર સાથે બેસીને તો જોઈ શકાય એવા જ ન હોય. એમાં પણ આ વખતે જે વીડિયો સામે આવ્યો એમાં તો કંઈક હટકે સીન જ જોવા મળી રહ્યા છે. કારણ કે આ કોઈ ફિલ્મ નથી પણ રિયલ ઈવેન્ટની આ ઘટના છે. હાલમાં ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં મલાઈકાના સ્થાને નોરા આવી છે અને ગીતા કપૂર તથા ટેરેન્સ લુઈસ જજ તરીકે હતાં જ. પ્રારંભમાં નોરાને માત્ર 2 એપિસોડ માટે સાઈન કરવામા આવી હતી પરંતુ સ્વસ્થ થયા બાદ પણ મલાઈકા આરામમાં હોવાને કારણે નોરાનો કોન્ટ્રાક્ટ અમુક દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો.

શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો

અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. હાલમાં નોરા સોની ટીવીના રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં જજ તરીકે જોવા મળી રહી છે. આ દરમિયાન શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ભારે વાયરલ થવાનું કારણ એ છે કે શોના એક જજ તથા કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ નોરાના હિપ્સ પર હાથ મારતો જોવા મળી રહ્યો છે.

‘બેડ ટચ’ને જોયા બાદથી લોકો તેની ભારે ટીકા કરી

image source

વીડિયોમાં ટેરેન્સના આ ‘બેડ ટચ’ને જોયા બાદથી લોકો તેની ભારે ટીકા કરી રહ્યાં છે અને ફિટકાર વરસાવી રહ્યા છે. વાઈરલ વીડિયો 12 સપ્ટેમ્બરના ઓનએર થયેલા શોનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં શત્રુઘ્ન સિન્હા પોતાની પત્ની પૂનમ સાથે ગેસ્ટ તરીકે આવ્યો હતો. આ દરમિયાન શોના ત્રણેય જજ તેમનું સ્વાગત કરવા માટે આગળ આવે છે અને નમીને પ્રણામ કરે છે.

ટેરેન્સની આ હરકત કેમેરામાં કેદ થઈ

image source

બસ જ્યારે આ પ્રણામ કરવામાં આવે છે ત્યારે જ ટેરેન્સે નોરા ફતેહીના હિપ્સ પર હાથ માર્યો હતો અને કહેવામાં આવી રહ્યું છે કે તે જાણી જોઈને થયું છે. જોકે, આ સમયે નોરા સંપૂર્ણ રીતે સામાન્ય જોવા મળી અને તેણે કોઈ રિએક્શન આપ્યું નહીં પરંતુ ટેરેન્સની આ હરકત કેમેરામાં કેદ થઈ હતી. તો એક તરફ લોકોનું કહેવું છે કે આ ભૂલથી થયેલી ઘટના છે એમાં વાતને કોઈ વધારે વેગ આપવાની જરૂર નથી. વીડિયોમાં ટેરેન્સ અને નોરાનો આ સીન જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ રોષે ભરાયા હતા.

લોકોએ ઉઠાવ્યા ગંભીર સવાલો

image source

એક યુઝરે આ વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે, ‘આ જ છે બોલિવૂડનો વાસ્તવિક ચેહરો.’ અમુક લોકોએ નોરાએ આ અંગે રિએક્શન શા માટે ના આપ્યું તેવા સવાલો પણ કર્યા હતા. એક યૂઝરે લખ્યું કે,‘મે પહેલા વિયાર્યું કે આ ભૂલથી થયું હોઈ શકે છે પરંતુ જો ભૂલ હોય તો તમે તાત્કાલિક કોઈને સોરી કહો છો. અહીં આવું કંઈજ જોવા મળતું નથી. તો વળી બીજા યૂઝરે લખ્યું કે, ‘હાથ ભૂલથી લાગ્યો હોય તો, આવું કહેતા પહેલા તમારે વીડિયો જોવો જોઈએ કે બંને એક સાથે મૂવ કરે છે અને હાથ સીધા જવા જોઈએ તેની બદલે ટેરેન્સનો હાથ આડો કેવી રીતે જાય છે? તો કોઈએ વળી લખ્યું કે,‘બધા એક જેવા જ છે, કોઈ દૂધે ધોયેલું નથી દેખાતું.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span