ફક્ત આ એક દૂધ કોરોના મહામારીમાં વધારશે ઈમ્યુનિટી અને શિયાળાની તકલીફોમાં આપશે રાહત

અત્યારે કોરોના મહામારી અને શિયાળો બંને એકસાથે કહેર વર્તાવી રહ્યા છે. આ સાથે જ શિયાળો વધતાં જ કોરોના વધવાની શક્યતાઓ પણ વધી રહી છે. તો આ સમયે તમે તેનાથી બચવાના અનેક ઉપાયો અજમાવતા હશો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ આયુર્વેદિક ઉપાય જેની મદદથી તમે સ્વસ્થ રહી શકો છો. નાના પણ કામના ઉપાયો તમને અનેકગણી મદદ કરશે. સાથે જ તુલસી અને દૂધ હોવાથી તેની કોઈ સાઈડ ઈફેક્ટનો ડર પણ રહેતો નથી. તો કરી લો આ ઉપાય અને રહો સ્વસ્થ.

image source

આ ઉપાય કરવા માટે તમારે કોઈ ખાસ ચીજો પણ લાવવાની જરૂર રહેતી થી. ફક્ત ઘરની વસ્તુઓ દૂધ અને ઘરનો તુલસીનો છોડ તમારી મદદ કરશે. આ ઉપાય ખૂબ જ સસ્તો હોવાની સાથે અકસરી પણ છે. તો આ ઉપાયનો આજથી જ પ્રયોગ કરો અને સ્વસ્થ રહો તે ખૂબ જ જરૂરી છે.

image source

સીઝનમાં આવતાં ફેરફારને કારણે શરદી, ખાંસી, તાવની સમસ્યામાં રેગ્યુલર તુલસીવાળું દૂધ પીવાથી ઈમ્યૂનિટી વધે છે. તેનાથી વાયરલ ઈન્ફેક્શન અને ફ્લૂની સંભાવના ઘટે છે.

image source

ગરમ દૂધમાં તુલસી મિક્સ કરીને એક ઉકાળો લો. આ દૂધ પીવાથી જો તમને ચિંતા રહેતી હશે તો તે પણ ધીમે ધીમે ઘટશે. આ સિવાય માથાનો દુઃખાવો દૂર કરવામાં પણ તુલસીનું દૂધ લાભદાયી રહે છે.

image source

તુલસી અને દૂધમાં રહેલાં તત્વ બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. જેનાથી સ્ટ્રેસ ઓછું કરવામાં મદદ મળે છે અને માઈન્ડ રિલેક્સ રહે છે. તુલસીમાં એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોવાથી તે માઈગ્રેન અને માથાનો દુખાવો દૂર કરે છે.

રેગ્યુલર સવારે ખાલી પેટ તુલસીવાળું દૂધ પીવાથી બોડીમાં કફની પ્રોબ્લેમ દૂર થાય છે. જેનાથી શ્વાસ લેવામાં થતી તકલીફ અને અસ્થમામાં રાહત મળે છે.

image source

તુલસીમાં એન્ટીબાયોટિક અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોવાથી તેને દૂધની સાથે લેવાથી તે કેન્સર સેલ્સને વધતાં રોકે છે. જેનાથી કેન્સરનો ખતરો ટળે છે.

તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જેથી તેને રેગ્યુલર સવારે ખાલી પેટ દૂધની સાથે લેવાથી સ્કિન ઈન્ફેક્શનની પ્રોબ્લેમ દૂર થાય છે અને સ્કિન હેલ્ધી બને છે.

image source

કિડની સ્ટોન થવા પર રેગ્યુલર સવારે તુલસીવાળું દૂધ પીવો. તેનાથી કિડની સ્ટોન ઓગળીને નીકળી જાય છે અને કિડની હેલ્ધી રહે છે.

તુલસીને એક ઔષધિ તરીકે પણ માનવામાં આવે છે. ઉપર બતાવેલા રોગ સિવાય પણ શ્વાસની દુર્ગંધ, ડિપ્રેશનની તકલીફ, માસિકની અનિયમિતતા જેવી અનેક નાની મોટી સમસ્યામાં પણ તુલસી લાભદાયી માનવામાં આવે છે.