માતા-પિતા અને તેના સંતાનોમાં હંમેશા સામ્યતાઓ રહેલી હોય છે, પણ આપણા આ બોલીવૂડ સ્ટાર્સ તો તેમના પિતાના પ્રતિબિંબ સમાન છે

બોલીવુડના પિતા-પુત્ર

આ કહેવત તો આપણે બધાએ સાંભળી જ છે કે, ‘વડ એવા ટેટા, ને બાપ એવા બેટા.’ આજે અમે આપને બોલીવુડની આવી જ પિતા-પુત્રની કેટલીક જોડીઓ વિષે જણાવીશું જે પિતા-પુત્ર ફક્ત દેખાવમાં જ નહી પણ એકંદરે કરિયરમાં પણ એક જેવા જ છે. જેમ પિતાએ પોતાના ફિલ્મી કરિયર દરમિયાન એકથી એક ચઢિયાતી ફિલ્મો આપીને બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી હતી તેવી જ રીતે વર્તમાન સમયમાં તેમના પુત્રો પણ એકથી એક ચઢિયાતી ફિલ્મો આપીને બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી રહ્યા છે. ચાલો જાણીએ બોલીવુડની આવી જ કેટલીક પિતા-પુત્રની જોડીઓ વિષે.

image source

રણબીર કપૂર અને ઋષિ કપૂર.:

રણબીર કપૂર અને ઋષિ કપૂર બંને પિતા-પુત્રમાં ખુબ જ સામ્યતા જોવા મળી જાય છે. ઋષિ કપૂર અને રણબીર કપૂર બન્ને ઘણા હેન્ડસમ અને સ્માર્ટ લુક ધરાવે છે. જો આપ રણબીર કપૂરનો હાલનો ફોટો અને ઋષિ કપૂરની યુવાનીના ફોટો વચ્ચે સરખામણી કરવામાં આવે તો બન્નેનો ચહેરો એક જેવો જ લાગે છે. હાલમાં જેમ રણબીર કપૂર છોકરીઓમાં ખુબ પ્રસિદ્ધ છે તેવી જ રીતે ઋષિ કપૂર પણ પોતાની યુવાનીના સમયમાં છોકરીઓમાં ખુબ જ પ્રસિદ્ધ હતા.

This throwback picture of Sanjay Dutt with Sunil Dutt will bring ...
image source

સંજય દત્ત અને સુનીલ દત્ત.:

આપણે બધા જાણીએ છીએ કે, સંજય દત્ત સુનીલ દત્તના પુત્ર છે. સુનીલ દત્ત અને સંજય દત્ત વચ્ચે ગાઢ પ્રેમભર્યા સંબંધો હતા. આજે જયારે સુનીલ દત્ત સાહેબ આપણી વચ્ચે હયાત નથી. સંજય દત્ત જયારે ફિલ્મોમાં કરિયરની શરુઆત કરી ત્યારે સંજય દત્ત જો કોઈપણ મુશ્કેલીમાં ફસાઈ જતા ત્યારે સુનીલ દત્ત સંજય દત્તને મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદ કરતા અને અંતે તેમને મુસીબતો માંથી છુટકારો અપાવી દેતા. ઉપરાંત યોગ્ય રસ્તો પણ બતાવતા હતા. સંજય દત્ત જયારે યુવાનીના સમયમાં દારૂ, ડ્રગ્સ, સિગરેટ જેવી ખરાબ આદતોના વ્યસની થઈ ગયા હતા ત્યારે સુનીલ દત્તે જ સંજય દત્તને સુધારવાનું શરુ કરી દીધું હતું. હવે દેખાવની વાત કરીએ તો સંજય દત્ત અને સુનીલ દત્તના ચહેરા એકબીજા સાથે એટલા બધા મળતા આવે છે કે, જુડવા કહેવું પણ ખોટું નહી હોય.

Baaghi 3: Tiger Shroff & Jackie Shroff To FINALLY Come Together On ...
image source

ટાઈગર શ્રોફ અને જૈકી શ્રોફ :

બોલીવુડના બેસ્ટ એક્શન હીરો તરીકે જાણીતા બનેલ ટાઈગર શ્રોફની બોડી ફિટનેસની ઘણી બધી છોકરીઓ દીવાની છે. જૈકી શ્રોફ અને ટાઈગર શ્રોફના ચહેરા લગભગ એક સમાન છે. ટાઈગર શ્રોફ અને જૈકી શ્રોફની આ પિતા-પુત્રની જોડીની પર્સનાલીટી વિષે જોઈએ તો જ્યાં જૈકી શ્રોફ બિન્દાસ અને મોજીલો સ્વભાવ ધરાવે છે ત્યાં જ ટાઈગર શ્રોફનો સ્વભાવ થોડો શરમાળ છે.

image source

હર્ષવર્ધન અને અનીલ કપૂર.:

બોલીવુડના મિ.જક્કાસ તરીકે જાણવામાં આવતા અનીલ કપૂર કોણ જાણે કયું ડાયટ ફોલો કરે છે કે તેઓ હાલમાં ૬૦ વર્ષની ઉમર ધરાવતા હોવા છતાં પણ અનીલ કપૂરના લુક પરથી તેમની ઉમરનો અંદાજ લગાવવો ખુબ મુશ્કેલ છે. અનીલ કપૂરે પોતાને એટલી સારી રીતે મેઇન્ટેન કર્યા છે કે, હવે અનીલ કપૂર પોતાના દીકરા હર્ષવર્ધન કરતા પણ વધારે હેન્ડસમ લાગી રહ્યા છે. આ બન્ને પિતા-પુત્રના ચહેરા એકબીજા સાથે ખુબ જ મળતા આવે છે. અનીલ કપૂરના દીકરા હર્ષવર્ધન કપૂરએ ફિલ્મ ‘મીર્જીયા’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું પણ હર્ષવર્ધનની આ ફિલ્મ બોક્સ ઓફીસ પર કોઈ ખાસ કમાલ બતાવી શકી નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.