પાયલે કહ્યું- અનુરાગ કશ્યપ મને રૂમમાં લઈ ગયો અને બધા જ કપડાં કાઢી નાંખ્યા, હવે અનુરાગે આપ્યો સામે જવાબ

ભારતમાં મીટૂ મોમેન્ટ 2018માં શરૂ થયું હતું, પછી સતત અભિનેત્રીઓએ પોતાના પર વિતેલી આપવીતી સંભળાવી અને તેના લીધે ઘણાં ડાયરેક્ટર અને પ્રોડ્યુસરનો ભાંડો ફૂટ્યો. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી આવો કોઈ કિસ્સો સામે આવ્યો નહોતો. ત્યારે હવે ફરીથી અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર આરોપો નાંખીને બબાલ શરૂ કરી છે અને મામલો વધી ગયો છે.

image source

પાયલ ઘોષે ડાયરેક્ટર અનુરાગ કશ્યપ ઉપર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો

અભિનેત્રી પાયલ ઘોષે અશ્લીલ દાવો કર્યો હતો કે ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે તેની સાથે એકવાર છેડછાડ કરવાની કોશિશ કરી હતી. કહ્યું કે-અનુરાગ મારી સામે પુરી રીતે ન્યૂડ થઈ ગયા હતા અને અતરંગ થવાની કોશિશ કરી હતી. આ રીતે સમગ્ર હકીકતની વાત કરીને અભિનેત્રી પાયલ ઘોષે ડાયરેક્ટર અનુરાગ કશ્યપ ઉપર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. પાયલે આ કેસની સંપૂર્ણ સાચી હકીકત સંભળાવી હતી. તેણે આ પહેલાં એવું પણ જણાવ્યું હતું કે અનુરાગે તેને લાઈબ્રેરીમાં લઈ જઈને આપત્તિજનક વીડિયો બતાવ્યાં હતાં. ત્યારે હવે અનુરાગે પણ આ મામલે પોતાનો મત રાખ્યો હતો. જે હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

બસ, એટલું જ કહીશ કે જે આક્ષેપો છે એ તમામ પાયાવિહોણા છે

અનુરાગે જવાબ આપતાં કહ્યું કે- ‘શું વાત છે, આટલો સમય લીધો મને ચૂપ કરાવવાના પ્રયાસમાં. ચાલો, કંઈ નહીં. મને ચૂપ કરાવવામાં એ એટલું બધું ખોટું બોલી ગઈ કે સ્ત્રી હોવા છતાંય બીજી સ્ત્રીઓનાં પણ નામ લીધાં. થોડી તો મર્યાદા રાખો મેડમ. બસ, એટલું જ કહીશ કે જે આક્ષેપો છે એ તમામ પાયાવિહોણા છે. બાકી મારા પર આક્ષેપો કરતાં કરતાં મારા કલાકારો તથા બચ્ચન પરિવારને પણ સંડોવવાનો કોઈ અર્થ નથી. મેડમ બે લગ્ન કર્યાં છે અને એ ગુનો હોય તો મંજૂર છે અને બહુ જ પ્રેમ કર્યો છે, એ પણ કબૂલ કરું છું.

હું આ પ્રકારનો વ્યવહાર ક્યારેય કરતો નથી.

અનુરાગે આ સિવાયની પણ એક ટ્વીટ કરતાં કહ્યું હતું કે-જમારી પહેલી પત્ની હોય કે બીજી પત્ની હોય કે પછી કોઈપણ પ્રેમિકા હોય કે મેં જેની સાથે કામ કર્યું છે તે એક્ટ્રેસ કે પછી જે મારી સાથે કામ કરે છે, તે તમામ મહિલાઓ તથા યુવતીઓ કે પછી હું જે સ્ત્રીઓને મળ્યો છું, એમાંથી કોઈ સાથે એકલામાં અથવા જનતાની વચ્ચે, હું આ પ્રકારનો વ્યવહાર ક્યારેય કરતો નથી.

આનાથી પણ વધારે આક્રમણ થવાનાં બાકી છે

અનુરાગે એમ પણ કહ્યું કે- આ પ્રકારની વાત કોઈપણ કિંમત પર સહન કરતો નથી. બાકી જે પણ થશે એ જોયું જશે. તમે વીડિયોમાં દેખાઈ જાવ છો, બાકી કેટલું સાચું, બાકી તમને બસ પ્રેમ અને દુઆ. તમારા અંગ્રેજીનો જવાબ હિંદીમાં આપવા બદલ માફી. હજી તો આનાથી પણ વધારે આક્રમણ થવાનાં બાકી છે, આ બસ શરૂઆત છે, બહુ બધા ફોન આવી ગયા કે ના બોલીશ, ચૂપ થઈ જાય. એ પણ ખબર છે કે ક્યાંથી તીર આવવાનાં છે. રાહ જોઉં છું.

શું કહ્યું પાયલ ઘોષે?

image source

પાયલે ઘટનાની વાત કરતાં કહ્યું કે, હું તેમને યારી રોડ સ્થિત તેમની ઓફિસમાં મળવા ગઈ હતી. તે કોઈ બીજા સાથે વાત કરી રહ્યાં હતા તેથી હું પાછી આવતી રહી. બીજા જ દિવસે તેણે મને બોલાવી અને કહ્યું કે કંઇ પણ ગ્લેમરસ ન પહેરતી જેથી તું અભિનેત્રી જેવી લાગે. હું તેને સલવાર કમીઝમાં મળવા ગઈ. તેણે મારા માટે જમવાનું બનાવ્યું અને મારી પ્લેટ પણ ઉપાડી. હું થોડા સમય પછી ત્યાંથી રવાના થઈ, પરંતુ તેણે ફરીથી મેસેજ કર્યો અને મને આવવાનું કહ્યું, પરંતુ મેં ના પાડી, કેમ કે બહુ મોડું થઈ ગયું હતું. પછી મને પૂછ્યું કે તારી સાથે કોણ કોણ રહે છે. ત્યારબાદ બે ત્રણ દિવસ પછી ફરીથી મને બોલાવી.

IMAGE SOURCE

પાયલે ઘટનાને યાદ કરતાં વધુમાં કહ્યું કે ‘આ વખતે તેણે મને તેના ઘરે બોલાવી. તે સ્મોકિંગ કરતો હતો. હું ત્યાં બેઠી હતી. થોડા સમય પછી તે મને બીજા રૂમમાં લઈ ગયો. ત્યાં તેની પત્ની કલ્કી કોચેલિનના કેટલાક ચંપલ પડ્યાં હતાં, તેણે મને ચંપલ બતાવ્યા અને કહ્યું કે મારી પત્ની અમેરિકા ગઈ છે. તે મારાથી નારાજ છે. અનુરાગ તે સમયે બોમ્બે વેલ્વેટમાં કામ કરતો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે છોકરીઓ રણબીર કપૂર સાથે માત્ર એક ફિલ્મ કરવા માટે તેની સાથે સૂવા તૈયાર છે.

IMAGE SOURCE

પાયલે ત્યારબાદ શોકિંગ ઘટના કહી કે- આ પછી અનુરાગે એક એડલ્ટ ફિલ્મ જોવાની શરૂઆત કરી. હું ડરી ગઈ. તે અચાનક મારી સામે નગ્ન થઈ ગયો અને મને મારા કપડા કાઢવાનું કહ્યું. મેં કહ્યું, ‘સર, હું કંફર્ટેબલ નથી. અનુરાગે બાદમાં મને કહ્યું કે મે જે-જે અભિનેત્રી સાથે કામ કર્યું એ મારા એક કોલ પર મારી પાસે આવવા તૈયાર છે. ત્યારે મે ફરીથી ના પાડી. ત્યારબાદ હું આજ સુધી એ ઘટના ભૂલી નથી અને એને મળવા પણ નથી ગઈ, એણે મને ઘણીવાર ફોન કરીને બોલાવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span